OnePlus 12: સૌથી ફાસ્ટ સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર સાથે વનપ્લસ 12 લોન્ચ, જાણો ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે

OnePlus 12 Price And All Details : વનપલ્સ 12 સ્માર્ટફોનને 100W ફાસ્ટ ચાર્જિંગ અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો વનપ્લસના આ નવા ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે...

OnePlus 12 Price And All Details : વનપલ્સ 12 સ્માર્ટફોનને 100W ફાસ્ટ ચાર્જિંગ અને ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Gen 3 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ચાલો વનપ્લસના આ નવા ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OnePlus 12 Launch: વનપ્લસ 12 સિરિઝ ભારતમાં આ તારીખે લોન્ચ થશે, તમે પણ ઇવેન્ટ જોવા જઇ શકશો; જાણો અપકમિંગ સ્માર્ટફોનના ફિચર અને સ્પેસિફિકેશન સહિત તમામ વિગત

Oneplus 12: વનપ્લસ 12 લોન્ચ થયો છે.

Oneplus 12 Launched : વનપ્લસ કંપનીએ આખરે તેના નવા ફ્લેગશિપ ફોન પરથી પડદો ઉઠાવ્યો છે. OnePlus 12 કંપનીનો નવો ફ્લેગશિપ ફોન છે. OnePlus 12માં અગાઉના OnePlus 11ની સરખામણીમાં પેરિસ્કોપ લેન્સ સાથે અપગ્રેડેડ કેમેરા છે. હેન્ડસેટ Qualcomm ના અત્યાર સુધીના સૌથી ઝડપી ચિપસેટ, Snapdragon 8 Gen 3 સાથે આવે છે. OnePlusના આ હેન્ડસેટમાં 2K AMOLED LTPO સ્ક્રીન છે જે BOE સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે. ચાલો વનપ્લસના આ નવા ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે…

Advertisment

OnePlus 12 સ્પેસિફિકેશન અને ફીચર્સ (Oneplus 12 Specifications And Features)

OnePlus 11 મોડલની સરખામણીમાં OnePlus 12 સ્માર્ટફોનની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. નવા ફોનમાં, OnePlus એ એલર્ટ સ્ક્રોલરને જમણી કિનારી પરથી હટાવીને તેને ડાબી બાજુએ મૂક્યું છે. OnePlus દાવો કરે છે કે આમ કરવાથી 3dBના ગેમિંગ એન્ટેના સિગ્નલમાં સુધારો થયો છે અને ગેમ લેટન્સીમાં 15 ટકાનો ઘટાડો થયો છે. OnePlus 12નું વજન 220 ગ્રામ છે જ્યારે જાડાઈ 9.15mm છે.

,

Advertisment

વનપ્લસનો આ નવો ફ્લેગશિપ ફોન ગ્રીન, વ્હાઇટ અને બ્લેક રંગમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. બ્લેક વર્ઝન મેટ છે જ્યારે વ્હાઇટ વર્ઝન ગ્લોસી બેક પેનલ સાથે આવે છે. ગ્રીન રંગ 3D ડેપ્થ ઈફેક્ટ આપે છે. OnePlus 12 સ્માર્ટફોન IP65 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ પણ આપે છે.

વનપ્લસ 12 સ્માર્ટફોનની કિંમત (Oneplus 12 Price)

OnePlus 12 સ્માર્ટફોનના 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,299 યુઆન (લગભગ રૂ. 51,000) છે. જ્યારે 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,799 યુઆન (લગભગ 56,500 રૂપિયા) છે. જ્યારે 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટ 4,299 યુઆન (લગભગ 62,500 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે.

OnePlus 12 સ્માર્ટફોન ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે આ ડિવાઈસને ગ્લોબલ માર્કેટમાં 2024ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.

OnePlus 12 સ્માર્ટફોનમાં 6.82 ઇંચની 2K રિઝોલ્યુશન ડિસ્પ્લે છે જે BOE સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવી છે. સ્ક્રીન 4500 nitsની પીક બ્રાઇટનેસ આપે છે. આ સ્ક્રીન રેઈનવોટર ટચ ટેક્નોલોજી આપે છે, જેનો અર્થ છે કે યુઝર્સ વરસાદમાં પણ ફોનથી સ્મૂધ ટચ રિસ્પોન્સ મેળવી શકશે.

OnePlus 12 સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 16GB સુધીની રેમ અને 1 TB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોન 5400mAh બેટરી અને 100W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સાથે આવે છે. હેન્ડસેટમાં 50W વાયરલેસ ચાર્જિંગ છે. OnePlusનો આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત ColorOS 14 પર ચાલે છે.

આ પણ વાંચો | તમારી પાસે સેમસંગ સ્માર્ટફોન છે, આ 3 સેટિંગ કરો મોબાઇલની બેટરી લાઇફ વધી જશે

અમે તમને જણાવ્યું છે કે, OnePlus 12 સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. હેન્ડસેટ 50MP પ્રાયમરી Sony LYT-808 સેન્સર, 48-મેગાપિક્સલનો Sony IMX581 અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 64-મેગાપિક્સલનો ઓમ્નીવિઝન OV64B સેન્સર ધરાવે છે જે 3x પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ ઓફર કરે છે. તમને જણાવી દઈએ કે, પોતાના પહેલા ફોલ્ડેબલ સ્માર્ટફોન OnePlus Openમાં પણ આ કેમેરા સેટઅપ આપ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ હેન્ડસેટમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

સ્માર્ટફોન ગુજરાતી ન્યૂઝ બિઝનેસ