OnePlus 12 Discount: વનપ્લસ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ વનપ્લસ 13આરના લોન્ચિંગ પહેલા વનપ્લસ 12 સ્માર્ટફોન બમ્પર ડિસ્કાઉન્ટ સાથે ખરીદી માટે ઉપલબ્ધ છે. વનપ્લસ 12ને ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ પર 55,938 રૂપિયાની અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે ખરીદી શકાય છે. વનપ્લસનો આ સ્માર્ટફોન ભારતમાં તેની નિયમિત કિંમત કરતા લગભગ 10,000 રૂપિયા સસ્તો વેચાઇ રહ્યો છે.
ફ્લિપકાર્ટ પર વનપ્લસ 12 સ્માર્ટફોનમાં આ ઘટાડો વનપ્લસ 13 સીરીઝના થોડા દિવસ પહેલા કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 7 જાન્યુઆરી 2024 ના રોજ વનપ્લસ 13 સિરીઝથી પડદો ઉઠશે. આ સ્માર્ટફોનને પસંદગીના બેંક કાર્ડથી ખરીદવા પર વધારાની છૂટ પણ મળશે.
વનપ્લસ 12 ફિચર્સ
વનપ્લસ 12 સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 જેન 3 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ડિવાઇસમાં 6.82 ઇંચની કર્વ્ડ એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે જે 2K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – વીવોએ 6000mAh મોટી બેટરી અને 12GB રેમ વાળા Vivo Y200+ થી ઉઠાવ્યો પડદો, જાણો કિંમત અને ફિચર્સ
વનપ્લસના આ ફોનમાં રિયર પર હેસેલબ્લેડ ટ્યૂન્ડ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો વાઇડ-એંગલ લેન્સ, 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 64MP 3x પેરિસ્કોપ ઝૂમ લેન્સ છે. આ ઉપરાંત ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપવામાં આવ્યો છે જે 4K રિઝોલ્યુશનમાં વીડિયો રેકોર્ડ કરી શકે છે.
હેન્ડસેટમાં 5400 એમએએચની મોટી બેટરી
વનપ્લસ 12 સ્માર્ટફોનને એન્ડ્રોઇડ 14 બેસ્ડ ઓક્સિજનઓએસ 14 સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલમાં જ આ ડિવાઇસને એન્ડ્રોઇડ 15 બેસ્ડ ઓક્સિજનઓએસ 15માં અપડેટ કરવામાં આવ્યું છે. કંપનીએ લોન્ચિંગ સમયે આ ફોનમાં ત્રણ મોટા એન્ડ્રોઇડ ઓએસ અપગ્રેડ કરાવવાનું વચન આપ્યું હતું. હેન્ડસેટમાં 5400 એમએએચની મોટી બેટરી છે જે 100 ડબ્લ્યુ ફાસ્ટ ચાર્જિંગ અને 50 ડબ્લ્યુ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
વનપ્લસ 12 સ્માર્ટફોન એક હાઇ-એન્ડ સ્માર્ટફોન છે જે 60000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં આવે છે અને જે લોકો વધુ સારા એન્ડ્રોઇડ ફોનની શોધમાં છે, તેમના માટે આ ફોન એક ઉત્તમ વિકલ્પ છે. એટલું જ નહીં સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર સાથે આવતો iQOO 13 સ્માર્ટફોન પણ આ જ કિંમતમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.





