OnePlus 12 Launch: વનપ્લસ 12 સિરિઝ ભારતમાં આ તારીખે લોન્ચ થશે, તમે પણ ઇવેન્ટ જોવા જઇ શકશો; જાણો અપકમિંગ સ્માર્ટફોનના ફિચર અને સ્પેસિફિકેશન સહિત તમામ વિગત

OnePlus 12 Smartphones Features Specifications Details: વનપ્લસ 12 સિરિઝ સ્માર્ટફોન ભારતમાં જાન્યુઆરીમાં લોન્ચ થશે. આ લોન્ચિંગ ઇવેન્ટમાં સામાન્ય લોકો પણ ભાગ લઇ શકે છે. અપકમિંગ સ્માર્ટફોનના ફિચર, સ્પેસિફિકેશન સહિત તમામ વિગતો જાણો અહીં.

Written by Ajay Saroya
December 22, 2023 16:26 IST
OnePlus 12 Launch: વનપ્લસ 12 સિરિઝ ભારતમાં આ તારીખે લોન્ચ થશે, તમે પણ ઇવેન્ટ જોવા જઇ શકશો; જાણો અપકમિંગ સ્માર્ટફોનના ફિચર અને સ્પેસિફિકેશન સહિત તમામ વિગત
વનપ્લસ 12 સિરિઝ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસરથી સજ્જ છે. (Photo - @oneplus)

OnePlus 12 Series Smartphones Launch In India : વનપ્લસ 12 સ્માર્ટફોન સિરિઝ ભારતમાં 23 જાન્યુઆરી, 2024ના રોજ લોન્ચ થશે. સૌથી ખાસ વાત એ છે કે આ દેશની રાજધાની નવ દિલ્હીમાં યોજાનાર આ સ્માર્ટફોન લોન્ચિંગ કાર્યક્રમમાં સામાન્ય નાગરિક પણ ભાગ લઇ શકે છે. તમે પણ ટિકિટ ખરીદીને આ સ્માર્ટફોન લોન્ચિંગ કાર્યક્રમ જોઇ શકો છો.

તાજેતરમાં વનપ્લસ 12 સ્માર્ટફોન સિરિઝને ચીનમાં લોન્ચ કરવામાં આવી હતી. કસ્મટર્સ તરફથી આ સ્માર્ટફોનને સારો રિસ્પોન્સ મળ્યો છે. આ સ્માર્ટફોનમાં અત્યાર સુધીનો સૌથી પાવરફૂલ પ્રોસેસર સ્નેપડ્રેગન 8 જેન આપવામાં આવ્યો છે. વનપ્લસે સ્મૂધ બિયોન્ડ બિલીફ લોન્ચ ઇવેન્ટની ઘોષણા કરી છે. કંપની ઘણા વર્ષોથી આવી ઇવેન્ટનું આયોજન કરી રહી છે, જેનાથી તે પોતાની નવી પ્રોડક્ટનું લોન્ચિંગ કરી શકે.

વનપ્લસ 12 સિરિઝનું લોન્ચિંગ ભારતમા ક્યાં અને ક્યારે થશે (OnePlus 12 Series Launch Date And Time In India)

વનપ્લસ 12 સ્માર્ટફોન સિરિઝ ભારતમાં નવી દિલ્હી ખાતે 23 જાન્યુઆરી, 2024ના રોજ લોન્ચ થશે. આ ઇવેન્ટ નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં સાંજે 5.30 વાગે શરૂ થશે.

ઇવેન્ટમાં ભાગ લેવા ટિકિટ ક્યાંથી મળશે (OnePlus 12 Smartphones Launch In India)

વનપ્લસ 12 સ્માર્ટફોન સિરિઝના લોન્ચિંગ ઇવેન્ટમાં સામાન્ય લોકો પણ ભાગ લઇ શકે છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા સામાન્ય દર્શકો માટે 3 જાન્યુઆરીથી કોમ્યુનિટી ટિકિટ વેચવામાં આવશે. જે લોકો આ ઇવેન્ટમાં ભાગ લેવા ઇચ્છે છે તેઓ Paytm Insider અને OnePlus.in પરથી પોતાનું બુકિંગ કરાવી શકે છે. રેડ કેબલ ક્લબના મેમ્બર 50 ટકાના ડિસ્કાઉન્ટે ટિકિટ મેળવી શકે છે. જો કે ટિકિટની પ્રાઈસ અને કેટેગરીનો ખુલાસો હજી સુધી કરવામાં આવ્યો નથી.

Oneplus 12 Launched | Oneplus 12 | Oneplus 12 Price | Oneplus 12 Price Specifications | Oneplus 12 Features | Oneplus 12 Smartphone Details
Oneplus 12: વનપ્લસ 12 લોન્ચ થયો છે.

વનપ્લસ 12ના ફિચર (OnePlus 12 Series Smartphones Features)

વનપ્લસ કંપનીએ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેના નવા ફ્લેગશિપ OnePlus 12 સિરિઝ સ્માર્ટફોન પરથી પડદો ઉઠાવ્યો હતો. OnePlus 12માં અગાઉના OnePlus 11ની સરખામણીમાં પેરિસ્કોપ લેન્સ સાથે અપગ્રેડેડ કેમેરા છે.

વનપ્લસ 12 ડિસ્પ્લે અને ચાર્જિંગ (OnePlus 12 Series Smartphones Display And Charging)

ચીનમાં લોન્ચ તયેલા વનપ્લસ 12 સ્માર્ટફોનમાં 6.82 ઇંચની કર્વ્ડ OLED QHD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિઝોલ્યુશન 3168 x 1440 પિક્સલ છે. આ સ્માર્ટફોન ઓક્ટા કોર Qualcomm Snapdragon 8 Gen 3 પ્રોસેસરથી સજ્જ છે. સ્માર્ટફોનમાં 5,400mAh બેટરી છે જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે અને તે 50W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

આ પણ વાંચો | iPhone 13, OnePlus 11R અને Redmi 12 5G સ્માર્ટફોન પર બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો ડીલ્સ

વનપ્લસ 12 સ્પેસિફિકેશન (OnePlus 12 Series Smartphones Specifications)

સ્માર્ટફોનના રિયર કેમેરામાં OIS સપોર્ટ આપવામાં આવ્યો છે. તે 50MP Sony LYT-808 પ્રાયમરી કેમેરા, 64MP ઓમ્નીવિઝન OV64B કેમેરા અને ઓટોફોકસ સપોર્ટ સાથે 48MP સોની IMX581 અલ્ટ્રાવાઇડ કેમેરાથી સજ્જ છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 પર આધારિત ColorOS 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. વનપ્લસ 12 સિરિઝ સ્માર્ટફોન ભારતમા કઇ કિંમતે વેચાશે તેની વિગત કાર્યક્રમમાં જાહેર કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ