OnePlus 12R ખરીદવાની શાનદાર તક, અહીં મળી રહી છે ભારે છૂટ, જાણો શું છે ધમાકેદાર ડીલ

OnePlus 12R : વનપ્લસ 12આરમાં 6.78 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Written by Ashish Goyal
July 26, 2024 16:57 IST
OnePlus 12R ખરીદવાની શાનદાર તક, અહીં મળી રહી છે ભારે છૂટ, જાણો શું છે ધમાકેદાર ડીલ
OnePlus 12R ખરીદવાની શાનદાર તક છે

OnePlus 12R biggest discount: એમેઝોન પર તાજેતરમાં આયોજિત પ્રાઇમ ડે સેલ ભલે સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ ઘણી પ્રોડક્ટ્સ પર હજુ પણ ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વનપ્લસ 12આર સ્માર્ટફોનને હજુ પણ ઇ-કોમર્સ સાઇટ પરથી 40000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. 50MP પ્રાઇમરી કેમેરા, 16MP ફ્રન્ટ કેમેરા સાથેનો આ ફોન એમેઝોનથી અત્યારે 7600 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે લઈ શકાય છે. અમે તમને આ ધમાકેદાર ડીલ વિશે જણાવી રહ્યા છીએ.

OnePlus 12R ડિસ્કાઉન્ટ કિંમત

જો તમે આ વનપ્લસ સ્માર્ટફોન પર મહત્તમ ડિસ્કાઉન્ટ મેળવવા માંગો છો તો ICICI નો કોસ્ટ ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પસંદ કરો. આ દ્વારા તમે 5600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જ્યારે પ્રોડક્ટ પેજ પર 2000 રૂપિયાનું કૂપન ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. યૂઝર્સ આ ફોનને આયરન ગ્રે, કૂલ બ્લૂ, ઇલેક્ટ્રિક વાયોલેટ અને સનસેટ ડ્યુન કલરમાં લઇ શકે છે.

OnePlus 12R સ્પેસિફિકેશન્સ

વનપ્લસ 12આરમાં 6.78 ઇંચની એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપે છે. આ સ્ક્રીન એચડીઆર10+ અને 4500 નાઇટ્સ પીક બ્રાઇટનેસ ઓફર કરે છે. વનપ્લસના આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે, એડ્રેનો 740 મળે છે.

આ પણ વાંચો – વીવો વી40 એસઇ 4જી સ્માર્ટફોન લોન્ચ, 50MP કેમેરા અને 80W ફાસ્ટ ચાર્જિંગ, જાણો કિંમત

કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. વનપ્લસ 12આરમાં 50MPનો પ્રાઇમરી કેમેરો, 8 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઇડ સેન્સર અને 2MPનું મેક્રો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે આ ફોનમાં વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.3, જીપીએસ, એનએફસી, ઇન્ફ્રારેડ અને યુએસબી ટાઇપ-સી 2.0 જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ડિવાઇસને પાવર આપવા માટે 5500mAhની બેટરી આપવામાં આવી છે, જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ