Oneplus Sale: વનપ્લસ સ્માર્ટફોન પર 12000 સુધીની બચત, વનપ્લસ રેડ રશ ડેઝ સેલની ટોપ 7 ડીલ ઓફર

Oneplus 13 Red Rush Days Sale Discounts Offers: વનપ્લસ 13 રેડ રશ ડેઝ સેલમાં શાનદાર વનપ્લસ સ્માર્ટફોન, વોચ અને બર્ડ્સ પર 12000 સુધીના ડિસ્કાઉન્ટમાં ખરીદવાની તક છે. ઉપરાંત મોબાઇલ એક્સચેન્જ ઓફર અને બેંક ક્રેડિટ કાર્ડ પર નો કોસ્ટ ઇએમઆઈ ઓફરનો પણ લાભ મળશે.

Oneplus 13 Red Rush Days Sale Discounts Offers: વનપ્લસ 13 રેડ રશ ડેઝ સેલમાં શાનદાર વનપ્લસ સ્માર્ટફોન, વોચ અને બર્ડ્સ પર 12000 સુધીના ડિસ્કાઉન્ટમાં ખરીદવાની તક છે. ઉપરાંત મોબાઇલ એક્સચેન્જ ઓફર અને બેંક ક્રેડિટ કાર્ડ પર નો કોસ્ટ ઇએમઆઈ ઓફરનો પણ લાભ મળશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
oneplus smartphone | oneplus mobile | Oneplus 13 Red Rush Days Sale | Oneplus Red Rush Days Sale

Oneplus 13 Red Rush Days Sale: વનપ્લસ રેડ રશ ડેઝ સેલમાં આકર્ષક ડિસ્કાઉન્ટ અને ઓફરમાં સ્માર્ટફોન ખરીદવાની તક છે. (Photo: @oneplus)

Oneplus 13 Red Rush Days Sale Discounts Offers: વનપ્લસ 13 સ્માર્ટફોન ખરીદવાની ધમાકેદાર ઓફર આવી છે. આ ઓફરમાં વનપ્લસ 13 સ્માર્ટફોન ખરીદવા પર 12,000 રૂપિયા સુધીની બચત થઇ શકે છે. હકીકતમાં વનપ્લસ કંપની ભારતમાં તેના કોમ્યુનિટી મેમ્બર માટે નવા પ્રમોશનલ સેલ રેડ રશ ડેઝ સેલની જાહેરાત કરી છે. આ લિમિટેડ પિરિયડ સેલ 11 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 16 ફેબ્રુઆરી, 2025 સુધી ચાલશે. આ સેલમાં કંપની લેટેસ્ટ વનપ્લસ 13 સીરીઝ અને વનપ્લસ નોર્ડ 4 જેવી પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ આપે છે. આ ઉપરાંત વનપ્લસ રેડ રશ ડેઝ સેલમાં વોચ, ટેબલેટ અને ઓડિયો પ્રોડક્ટ પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

Advertisment

વનપલ્સ 13 સ્માર્ટફોન રેડ રશ ડેઝ સેલમાં 12000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. ઉપરાંત વનપ્લસ 13 આર સ્માર્ટફોન પર 10000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. ગયા વર્ષે લોન્ચ થયેલા વનપ્લસ 12 સ્માર્ટફોન વનપ્લસ રેડ રશ ડેઝ સેલમાં સેલ-એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ સાથે 3000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. આ સિવાય વનપ્લસ 12 પર 4000 રૂપિયાનું વધારાનું બેંક ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે, જે પછી ફોનની અસરકારક કિંમત પણ ઓછી રહે છે.

OnePlus Watch 2R સ્માર્ટફોનને 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે, OnePlus Pad 2 અને OnePlus Pad Go ટેબલેટ પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. વનપ્લસ બડ્સ પ્રો 3 પણ સેલમાં આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે.

રેડ રશ ડેઝ સેલમાં ઉપલબ્ધ Top 7 Deal

વનપ્લસ સેલમાં વનપ્લસ 13 પર 5000 રૂપિયા અને વનપ્લસ 13 પર 3000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ફોન પર 7000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળે છે. જો તમારી પાસે બજાજ ફિનસર્વ અથવા અન્ય ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ છે, તો તમે 24 મહિનાના નોકોસ્ટ ઇએમઆઈ પર ફોન ખરીદી શકો છો.

Advertisment
https://twitter.com/OnePlus_IN/status/1889250386462335198

વનપ્લસ રેડ રશ ડેઝ સેલમાં OnePlus 12 સ્માર્ટફોન 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવી રહ્યો છે. આ સ્માર્ટફોનને 4000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. આ મોબાઇલ ખરીદવા માટે 12 મહિના સુધીનો નો કોસ્ટ ઈએમઆઈ ઓપ્શન પણ છે.

વનપ્લસ નોર્ડ 4 સ્માર્ટફોનની વાત કરીએ તો કંપની આ હેન્ડસેટને 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટમાં વેચી રહી છે. પસંદગીના બેંક કાર્ડ સાથે ફોન ખરીદવા પર 4000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે. બજાજ ફિનસર્વ અને અન્ય અગ્રણી ક્રેડિટ કાર્ડ સાથે ડિવાઇસને 9 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે.

વનપ્લસ નોર્ડ સીઇ 4 સ્માર્ટફોનને સેલમાં 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. હેન્ડસેટને પસંદગીના બેંક કાર્ડ સાથે 2000 રૂપિયા સુધીના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર લઈ શકાય છે. બજાજ ફિનસર્વ અને અન્ય મોટી બેંકોના ક્રેડિટ કાર્ડ સાથે 9 મહિના સુધીના ઇએમઆઈ પર આ સ્માર્ટફોન ખરીદવાની તક છે. વનપ્લસ નોર્ડ સીઇ 4 લાઇટ પણ 2000 રૂપિયાના બેંક ડિસ્કાઉન્ટ અને 3 મહિનાના નો-કોસ્ટ ઇએમઆઇ પર ઉપલબ્ધ છે.

વનપ્લસ રેડ રશ ડેઝ સેલમાં વનપ્લસ વોચ 2 ખરીદવા પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તેના પર 12 મહિના સુધી નો કોસ્ટ ઈએમઆઈનો વિકલ્પ ઉપલબ્ધ છે. વનપ્લસ વોચ 2આરને 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાય છે. કંપની વનપ્લસ વોચ 2આરને 6 મહિના સુધીના ઈએમઆઈ પર ખરીદવાનો વિકલ્પ પણ આપી રહી છે.

વનપ્લસ પેડ ૨ ટેબ્લેટ 2000 રૂપિયાના એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ પર ખરીદવાની તક છે. બીજી તરફ વનપ્લસ પેડ ગો 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. આ બંને ટેબલેટમાં ક્રમશ: 3000 રૂપિયા અને 2000 રૂપિયાનું બેંક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વનપ્લસ પેડ 2 ઉપર 5000 રૂપિયાના વધારાનું એક્સચેન્જ બોનસ અને 9 મહિના સુધી નો કોસ્ટ ઇએમઆઈ વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

વનપ્લસ બડ્સ પ્રો 3 ને 1000 રૂપિયાના વધારાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. ડિવાઇસમાં 12 મહિના સુધીનો નો-કોસ્ટ ઇએમઆઇ ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ