OnePlus 13 Series Launch in 7 January : વનપ્લસે મંગળવારે નવી OnePlus 13 સિરીઝ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ચીની કંપનીએ માહિતી આપી હતી કે 7 જાન્યુઆરીએ ગ્લોબલ લોન્ચ ઇવેન્ટમાં વનપ્લસ 13 સીરીઝ પરથી પડદો હટાવવામાં આવશે. કંપનીએ તેને વિન્ટર લોન્ચ ઇવેન્ટ નામ આપ્યું છે. આ લોન્ચ ઇવેન્ટમાં OnePlus 13, OnePlus 13R અને કેટલીક અન્ય પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકાય છે. આ ઇવેન્ટનું યુ-ટ્યુબ સહિત કંપનીના ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ કાર્યક્રમ રાત્રે 9:30 વાગ્યે શરૂ થશે.
આ એક અપર મિડ-રેન્જ સ્માર્ટફોન હશે
વનપ્લસ 13 ક્વોલકોમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ દ્વારા સંચાલિત હશે. આ કંપનીનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. જ્યારે મિડ-બજેટ વનપ્લસ 13આરમાં સ્નેપડ્રેગન 8 જેન 3 ચિપસેટ મળશે. આ એક અપર મિડ-રેન્જ સ્માર્ટફોન હશે. અને જે લોકોને પોકેટ ફ્રેન્ડલી સ્માર્ટફોન જોઇતો હશે તેમને આ ડિવાઇસમાં હાઇ પરફોર્મન્સ મળશે.
વનપ્લસે તેના ઘણા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 15 આધારિત ઓક્સિજનઓએસ 15 રોલઆઉટ કરી દીધું છે. તેથી વનપ્લસ 13 અને વનપ્લસ 13આર સ્માર્ટફોનમાં ઓક્સિજનઓએસ 15 મળવાની આશા છે. બંને ફોનમાં નવા ફીચર્સ સાથે એઆઈ ફંક્શન મળવાની આશા છે. અગાઉના વનપ્લસ 12 સિરીઝના ફોનમાં આપવામાં આવેલી કર્વ્ડ સ્ક્રીનથી વિપરીત, વનપ્લસ 13 માં 2K રિઝોલ્યુશન ક્વાડ-કર્વ્ડ ડિસ્પ્લે મળશે. બીજી તરફ વનપ્લસ 13આરમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે 1.5K રિઝોલ્યુશન ફ્લેટ પેનલ ડિસ્પ્લે આપવામાં આવશે.
આ પણ વાંચો – iPhone 15 Plus ની કિંમતમાં ઘટાડો, અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે એપલ ફોન, જાણો ઓફર્સ
6000mAhની બેટરી મળવાની આશા છે
વનપ્લસના આ સ્માર્ટફોનમાં વધુ સારી ડિસ્પ્લે ટેક્નોલોજી મળશે, જેનાથી ફોનમાં ગ્રીન લાઇનની સમસ્યા ઓછી થશે. OnePlus 13 સ્માર્ટફોનમાં IP68/69નું વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ રેટિંગ મળશે. વનપ્લસના અન્ય કોઈપણ સ્માર્ટફોનની તુલનામાં, આગામી વનપ્લસ 13 શ્રેણીમાં સૌથી વધુ વર્ષો સુધી સોફ્ટવેર અપડેટ્સ મળવાની અપેક્ષા છે.
આ બંને સ્માર્ટફોનને પાવર આપવા માટે 6000mAhની બેટરી મળવાની આશા છે જે 100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે. વનપ્લસ 13માં 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે તેવી અપેક્ષા છે.





