OnePlus 13s Price Leaked: વનપ્લસે તાજેતરમાં જ ભારતમાં વનપ્લસ 13એસ સ્માર્ટફોનના લોન્ચની તારીખનો સત્તાવાર ખુલાસો કર્યો છે. આગામી વનપ્લસ સ્માર્ટફોન ભારતમાં 5 જૂને બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. વનપ્લસ 13આર કરતા વધુ કિંમત અને વનપ્લસ 13 કરતા ઓછી કિંમતમાં આવતા વનપ્લસ 13એસ સ્માર્ટફોનમાં ફ્લેગશિપ-ગ્રેડ ફીચર્સ અને ઉત્સકૃષ્ઠ ડિઝાઇનને વાજબી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વનપ્લસ 13એસ સ્માર્ટફોનમાં ક્વાલકોમનું ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર મળવાની આશા છે. વનપ્લસ 13, સેમસંગ ગેલેક્સી એસ 25 સિરીઝ અને iQOO 13 જેવા પાવરફુલ ડિવાઇસમાં પણ આ ચિપસેટ છે. રિલીઝ થયેલા ટીઝર મુજબ આ ફોનને સ્લિક અને કોમ્પેક્ટ ડિઝાઇન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફ્લેગશિપ મોડલ્સની જેમ જ હેન્ડસેટમાં પણ હાઇ-એન્ડ સ્પેસિફિકેશન્સ ઉપલબ્ધ હશે. લોન્ચ પહેલા જાહેર થયેલા સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ સાથે જોડાયેલી દરેક ડિટેલ અમે તમને જણાવી રહ્યા છીએ.
OnePlus 13s Price : વનપ્લસ 13એસ કિંમત
વનપ્લસ 13એસ સ્માર્ટફોનની કિંમત 55,000 રૂપિયાની આસપાસ હોવાની આશા છે. આ ફોન વનપ્લસ 13આર (42,999 રૂપિયા) અને વનપ્લસ 13 (69,999 રૂપિયા) ની વચ્ચે પ્રાઇસ સેગમેન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વનપ્લસનો આ હેન્ડસેટ એમેઝોન, વનપ્લસના ઓફિશિયલ ઓનલાઇન સ્ટોર અને ફિઝિકલ રિટેલ આઉટલેટ દ્વારા ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
OnePlus 13s Camera : વનપ્લસ 13એસ કેમેરા
વનપલ્સ 13એસ સ્માર્ટફોનમાં OnePlus 13Tના ઘણા ફીચર્સ હશે. બંને વચ્ચેનો એક મુખ્ય તફાવત એ આગળનો કેમેરો છે. આગામી વનપ્લસ 13 એસ સ્માર્ટફોન 32 એમપીના ફ્રન્ટ કેમેરા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે ચીનમાં લોન્ચ થયેલા વનપ્લસ 13ટીમાં 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
OnePlus 13s Display : વનપ્લસ 13એસ ડિસ્પ્લે
વનપ્લસ 13એસ સ્માર્ટફોનમાં 6.32 ઇંચની મોટી સ્ક્રીન છે, જેમાં 1.5K 8T LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 1600 નીટ્સની પીક બ્રાઇટનેસ મળે છે. આ સ્માર્ટફોનને LPDDR5x RAM અને UFS 4.0 સ્ટોરેજ ટેક્નોલોજી સાથે ઉપલબ્ધ કરાવી શકાય છે.
OnePlus 13s Design : વનપ્લસ 13એસ ડિઝાઇન
કંપની પહેલીવાર વનપ્લસના આ નવા સ્માર્ટફોન ને એલર્ટ સ્લાઇડરની જગ્યાએ ઇનોવેટિવ ‘પ્લસ કી’ સાથે લોન્ચ કરશે. આ નવી કી આઇફોનમાં મળતા એક્શન બટન જેવી જ હશે. આ મલ્ટીફંક્શનલ બટનથી યુઝર્સ સ્વિચિંગ સાઉન્ડ મોડ, કેમેરા લોન્ચ કરવા, વોઈસ રેકોર્ડિંગ ચાલુ કરવા સહિતના તમામ ફંક્શન કરી શકશે. આ સિવાય ડિવાઇસમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળવાની પણ આશા છે. ફોનને પાણી અને ધૂળથી સુરક્ષિત રાખવા માટે આઇપી 68 અને આઇપી69 રેટિંગ્સ સાથે ઉપલબ્ધ કરાવી શકાય છે.
આ પણ વાંચો | WhatsApp હવે આ સ્માર્ટફોનમાં નહીં ચાલે, જુઓ લિસ્ટ
OnePlus 13s Chipset, Storage : વનપ્લસ 13એસ ચીપસેટ, સ્ટોરેજ
વનપ્લસને આ હેન્ડસેટમાં સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર મળવાની આશા છે. આ સ્માર્ટફોનને 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત સ્માર્ટફોનમાં 6200mAhની મોટી બેટરી આપવામાં આવશે. હેન્ડસેટમાં 90W ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી આપી શકાય છે.





