OnePlus 13s Launch: વનપ્લસ 13 એસ ભારતમાં લોન્ચ, કિંમત થી લઇ ફીચર્સ સહિત તમામ વિગત અહીં વાંચો

OnePlus 13s Launched in India: વનપ્લસ 13 એસ સ્માર્ટફોન ભારતમાં નવી Plus Key અને ક્વાલકોમના લેટેસ્ટ પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો OnePlus 13sની કિંમત, ફીચર્સ, કેમેરા, ડિસ્પ્લે અને ડિઝાઇન સાથે જોડાયેલી દરેક વિગત

OnePlus 13s Launched in India: વનપ્લસ 13 એસ સ્માર્ટફોન ભારતમાં નવી Plus Key અને ક્વાલકોમના લેટેસ્ટ પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો OnePlus 13sની કિંમત, ફીચર્સ, કેમેરા, ડિસ્પ્લે અને ડિઝાઇન સાથે જોડાયેલી દરેક વિગત

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OnePlus 13s | OnePlus 13s Launch | OnePlus 13s Price | OnePlus 13s Camera | OnePlus smartphone | OnePlus 13s mobile | OnePlus 13s Price and Specifications

OnePlus 13s Launch Price: વનપ્લસ 13 એસ સ્માર્ટફોનમાં 12 જીબી રેમ સાથે 256 GB / 512 GB ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આવે છે. (Photo: @OnePlus_IN)

OnePlus 13s Price in India: વનપ્લસ 13 એસ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. નવો OnePlus 13S કંપનીએ નવી Plus Key સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. ડિવાઇસમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 Elite ચિપસેટ, 5850mAhની બેટરી, 50MPનો પ્રાઇમરી રિયર કેમેરા અને 12GB રેમ આપવામાં આવી છે. જાણો OnePlus 13sની કિંમત, ફીચર્સ, કેમેરા, ડિસ્પ્લે અને ડિઝાઇન સાથે જોડાયેલી દરેક વિગત

Advertisment

OnePlus 13s Price in India : ભારતમાં વનપ્લસ 13 એસ કિંમત

વનપ્લસ 13 એસ સ્માર્ટફોનની કિંમત 12GB રેમ અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે. તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે. એસબીઆઈ કાર્ડ પર આ વનપ્લસ મોબાઇલ અનુક્રમે 49,999 રૂપિયા અને 54,999 રૂપિયાની કિંમત પર ખરીદવાની તક છે.

OnePlus 13s specifications : વનપ્લસ 13 એસ સ્પેસિફિકેશન્સ

વનપ્લસ 13એસ સ્માર્ટફોનમાં 6.32 ઇંચ (2640×1216પી પિક્સલ્સ) 1.5K LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 1-120હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપે છે. સ્ક્રીન 800 નાઇટ્સ સુધી પીક બ્રાઇટનેસ આપે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1600 નિટ્સ છે અને તે ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે.

વનપ્લસના નવા સ્માર્ટફોન 4.32 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર અને Snapdragon 8 Elite 4nm Mobile Platform અને 900MHz Adreno 830 GPU છે. હેન્ડસેટમાં 12જીબી રેમ સાથે 256GB/512GB ઇનબિલ્ટ સ્ટોરેજનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ OxygenOS 15 સાથે આવે છે. આ હેન્ડસેટમાં 4 OS અને 6 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisment

OnePlus 13s ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોનમાં એપર્ચર એફ / 1.8, OIS સાથે 50 મેગાપિક્સલ પ્રાયમર રિયર અને એપર્ચર એફ / 2.0 સાથે 50 મેગાપિક્સલનો 2x ટેલિફોટો કેમેરા આવે છે. કેમેરો 4k 60fps સુધી ડોલ્બી વિઝન વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે એપર્ચર એફ/ 2.0 સાથે 32MP ઓટોફોકસ ફ્રન્ટ કેમેરો છે.

વનપ્લસના આ લેટેસ્ટ કોમ્પેક્ટ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ઇન્ફ્રારેડ સેન્સર પણ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ (IP65) છે. આ ફોનમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ (IP65) છે. આ સ્માર્ટફોનમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટિરિયો સ્પીકર્સ અને 4-માઇક્રોફોન આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 150.81×71.70×8.15mm છે અને વજન 185 ગ્રામ છે.

વનપ્લસ 13એસને પાવર આપવા માટે 5850mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 6.0, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી 2.0 નો સમાવેશ થાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ