OnePlus 13s સ્માર્ટફોનનો ઓપન સેલ આજથી શરૂ, 5000 નું બમ્પર ડિસ્કાઉન્ટ, કિંમત અને ફીચર્સ જાણો

OnePlus 13s Sale Starts Today in India in Gujarati: વનપ્લસ 13 એસ સ્માર્ટફોન આજથી ઓપન સેલમાં ખરીદી શકાય છે. આ ડિવાઇસ 4400mms ક્રાયો-વેલોસિટી વેપર ચેમ્બરથી સજ્જ છે, જેમાં ગરમીને નિયંત્રિત કરવા માટે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ગ્રાફાઇલ કૂલિંગ શીટ આપવામાં આવી છે.

OnePlus 13s Sale Starts Today in India in Gujarati: વનપ્લસ 13 એસ સ્માર્ટફોન આજથી ઓપન સેલમાં ખરીદી શકાય છે. આ ડિવાઇસ 4400mms ક્રાયો-વેલોસિટી વેપર ચેમ્બરથી સજ્જ છે, જેમાં ગરમીને નિયંત્રિત કરવા માટે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ગ્રાફાઇલ કૂલિંગ શીટ આપવામાં આવી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OnePlus 13s Open Sale | OnePlus 13s price | OnePlus 13s launch | OnePlus 13s features | OnePlus phone

OnePlus 13s Open Sale: વનપ્લસ 13 એસ સ્માર્ટફોનમાં 6.32 ઇંચની સ્ક્રીન અને ક્વોલકોમના એડવાન્સ સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર પર આવે છે. (Photo: @OnePlus_IN)

OnePlus 13s Sale Starts on June 12 : વનપ્લસના નવા કોમ્પેક્ટ ફ્લેગશિપ સ્માર્ટફોનનો ઓપન સેલ આજથી શરૂ થયો છે.. OnePlus 13S સ્માર્ટફોન 12 જૂન, 2025ના રોજ બપોરે 12 વાગ્યાથી વેચાણ માટે ઉપલબ્ધ થવાનો છે. વનપ્લસ 13એસમાં 6.32 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે અને તે ક્વોલકોમના એડવાન્સ સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર પર ચાલે છે. ઓપન સેલમાં ખરીદી કરવા પર વનપ્લસ ફોનને પણ ઘણી ઓફર મળી રહી છે. આવો જાણીયે લેટેસ્ટ OnePlus 13Sની કિંમત, ફીચર્સ અને ઓફર્સ વિશે…

Advertisment

OnePlus 13s Sale : વનપ્લસ 13 એસ સેલ

વનપ્લસ 13 એસ સ્માર્ટફોનનું વેચાણ એમેઝોન ઇન્ડિયા અને સત્તાવાર વનપ્લસ ઓનલાઇન સ્ટોર પર બપોરે ૧૨ વાગ્યે શરૂ થશે. ગ્રાહકો વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર્સ, રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, વિજય સેલ્સ અને બજાજ ઇલેક્ટ્રોનિક્સ જેવા ઓફલાઇન પ્લેટફોર્મ પરથી સ્માર્ટફોન ખરીદી શકશે.

OnePlus 13s Price : વનપ્લસ 13 એસ કિંમત

વનપ્લસ 13એસ સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે. તો હાઇ-એન્ડ વેરિઅન્ટ 59,999 રૂપિયામાં 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હેન્ડસેટ બ્લેક વેલ્વેટ, પિંક સાટિન અને ગ્રીન સિલ્ક કલરમાં આવે છે.

OnePlus 13s Bank Offers : વનપ્લસ 13 એસ બેંક ઓફર્સ

એસબીઆઈ ક્રેડિટ કાર્ડથી ગ્રાહકો આ ફોનને 5000 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. એક્સચેન્જ ઓફરમાં ફોન ખરીદવા પર ગ્રાહકો 5000 રૂપિયાના બોનસ ક્લેમ કરી શકે છે. આ ઉપરાંત ફોન સાથે 180 દિવસની રિપ્લેસમેન્ટ વોરંટી, 3 વર્ષનું બેટરી કેર પેકેજ અને 2099 રૂપિયાની કિંમતના નોર્ડ બડ્સ 3 પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે.

Advertisment

OnePlus 13s Specifications : વનપ્લસ 13 એસ સ્પેસિફિકેશન્સ

વનપ્લસ 13 એસ સ્માર્ટફોન એડવાન્સ Snapdragon 8 Elite ચિપસેટ સાથે આવે છે. આ ડિવાઇસ 4400mms ક્રાયો-વેલોસિટી વેપર ચેમ્બરથી સજ્જ છે, જેમાં ગરમીને નિયંત્રિત કરવા માટે ઇન્ડસ્ટ્રી-ફર્સ્ટ ગ્રાફાઇલ કૂલિંગ શીટ આપવામાં આવી છે. આ ડિવાઇસને OxygenOS 15 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે, જે એન્ડ્રોઇડ 15 પર આધારિત છે.

વનપ્લસ 13એસમાં 1.5K LTPO ડિસ્પ્લે છે, જેનું રિઝોલ્યુશન 1,216 × 2,640 પિક્સલ છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપે છે. સ્ક્રીન 1600 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ પ્રદાન કરે છે.

કેમેરાની વાત કરીએ તો ડિવાઇસમાં 50MP પ્રાઇમરી, 50MP ટેલિફોટો સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનમાં EIS સાથે ૩૨ એમપીનો ફ્રન્ટ કેમેરો છે.

આ પણ વાંચો | 10 હજારથી ઓછી કિંમતમાં શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 50 MP કેમેરા

વનપ્લસના આ ફોનને પાવર આપવા માટે 5850mAhની બેટરી આપવામાં આવી છે જે 80W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. સિક્યોરિટી માટે હેન્ડસેટમાં અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G સપોર્ટ, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 6.0, જીપીએસ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ