લોન્ચ પહેલા લીક થઇ ગઇ OnePlus 13s ની કિંમત, iPhone જેવું નવું પ્લસ કી હશે, જાણો ડિટેલ્સ

OnePlus 13s : લીકમાં આગામી વનપ્લસ ફોન વિશે ઘણી માહિતી સામે આવી ચૂકી છે. ચાલો અમે તમને જણાવીએ કિંમત, આગામી વનપ્લસ સ્માર્ટફોનથી સંબંધિત દરેક વિગતો

Written by Ashish Goyal
Updated : May 30, 2025 21:46 IST
લોન્ચ પહેલા લીક થઇ ગઇ OnePlus 13s ની કિંમત, iPhone જેવું નવું પ્લસ કી હશે, જાણો ડિટેલ્સ
વનપ્લસ 13 એસ સ્માર્ટફોન વનપ્લસ 13 ટીના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે 5 જૂને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. (Photo: Social Media)

OnePlus 13s price in India leaked: વનપ્લસ 13 એસ સ્માર્ટફોન વનપ્લસ 13 ટીના રિબ્રાન્ડેડ વર્ઝન તરીકે 5 જૂને ભારતમાં લોન્ચ કરવામાં આવશે. કોમ્પેક્ટ અને સ્ટાઇલિશ વનપ્લસ 13ટી તાજેતરમાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં લોન્ચ થનારા વનપ્લસ 13s સ્માર્ટફોનને ક્વાલકોમના ફ્લેગશિપ પ્રોસેસર Snapdragon 8 Elite ચિપસેટ સાથે લોન્ચ કરવાની પુષ્ટિ કરવામાં આવી છે. લીકમાં આગામી વનપ્લસ ફોન વિશે ઘણી માહિતી સામે આવી ચૂકી છે. ચાલો અમે તમને જણાવીએ કિંમત, આગામી વનપ્લસ સ્માર્ટફોનથી સંબંધિત દરેક વિગતો.

OnePlus 13s ભારતમાં કિંમત

91Mobiles સાથે ભાગીદારીમાં ટિપસ્ટર યોગેશ બ્રરારે ભારતમાં આગામી વનપ્લસ 13 ની અંદાજિત કિંમતનો ખુલાસો કર્યો છે. સ્લીક અને કોમ્પેક્ટ ડિઝાઈન સાથે આવતા આ ફોનની કિંમત દેશમાં 55,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. જો ટિપસ્ટરના તારણોની પુષ્ટિ થાય છે તો વનપ્લસ 13એસની કિંમત વનપ્લસ 13આર કરતા વધુ હશે, પરંતુ ફ્લેગશિપ વનપ્લસ 13 કરતા ઓછી હશે. ભારતમાં વનપ્લસ 13આર સ્માર્ટફોનને 42,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યારે વનપ્લસ 13ની કિંમત 69,999 રૂપિયા હતી.

OnePlus 13s ડિઝાઇન

આગામી વનપ્લસ 13 એસ સ્માર્ટફોન આ શ્રેણીનો પહેલો ફોન હોવાની અપેક્ષા છે જેમાં ક્લાસિક એલર્ટ સ્લાઇડર નહીં હોય. હેન્ડસેટમાં એક નવી ‘Plus Key’ મળશે જે આઇફોનમાં જોવા મળતા એક્શન બટનની જેમ કામ કરી શકે છે. આ વર્સેટાઇલ બટનથી યૂઝર્સ સાઉન્ડ પ્રોફાઇલ ટોગલિંગ, કેમેરા ઓન કરવા અને વોઈસ રેકોર્ડિંગ ચાલુ કરવા જેવા અનેક અલગ-અલગ ફંક્શન કરી શકશે. હેન્ડસેટમાં ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ માટે અંડર-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને IP68 અને IP69 સર્ટિફિકેશન મળી શકે છે.

આ પણ વાંચો – ભારતમાં લોન્ચ થયો સ્ટારશિપ જેવી ડિઝાઇનવાળો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

OnePlus 13s ડિસ્પ્લે

OnePlus 13S સ્માર્ટફોનમાં 6.32 ઇંચની 1.5K 8T LTPO AMOLED ડિસ્પ્લે હશે. સ્ક્રીન 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 1600 નીટ્સ સુધી પીક બ્રાટનેસ સપોર્ટ કરે છે. ફોનના ઓવરઓલ પરફોર્મન્સને સુધારવા માટે ડિવાઇસમાં અલ્ટ્રા-ફાસ્ટ LPDDR5x RAM રેમ અને UFS 4.0 સ્ટોરેજ મળવાની અપેક્ષા છે.

OnePlus 13s કેમેરા

વનપ્લસ 13 એસ સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં ડ્યુઅલ 50 એમપી કેમેરા સેટઅપ મળવાની આશા છે. ડિવાઇસમાં પ્રાઇમરી લેન્સ અને સેકન્ડરી સેન્સર 2એક્સ ઓપ્ટિકલ ઝૂમ સાથે મળવાની અપેક્ષા છે. ફોનમાં ફ્રન્ટ પર સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 એમપીનો ફ્રન્ટ કેમેરો હોઈ શકે છે.

OnePlus 13s ચિપસેટ

વનપ્લસની વેબસાઇટ પર માઇક્રોસાઇટ પુષ્ટિ કરે છે કે વનપ્લસ 13s સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 8 Elit પ્રોસેસર મળશે. આ સિવાય ડિવાઇસમાં વધુ સારી વાઇ-ફાઇ કનેક્ટિવિટી માટે એક ખાસ ચિપસેટ આપવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ