OnePlus 13s સ્માર્ટફોનની લોન્ચ ડેટનો ખુલાસો, આ દિવસે ભારતમાં ધમાકેદાર એન્ટ્રી કરશે

OnePlus 13s Launch: OnePlus 13S સ્માર્ટફોનને ભારતમાં 5 જૂને ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ કોમ્પેક્ટ હેન્ડસેટને બ્લેક વેલ્વેટ, પિંક સાટિન અને ગ્રીન સિલ્ક કલર્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે

Written by Ashish Goyal
May 19, 2025 22:05 IST
OnePlus 13s સ્માર્ટફોનની લોન્ચ ડેટનો ખુલાસો, આ દિવસે ભારતમાં ધમાકેદાર એન્ટ્રી કરશે
OnePlus 13S સ્માર્ટફોનને ભારતમાં 5 જૂને ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે

OnePlus 13s Launch: OnePlus 13s સ્માર્ટફોન જૂનના પહેલા અઠવાડિયામાં ભારત અને અન્ય બજારોમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ 19 મે રોજ હેન્ડસેટના લોન્ચિંગની તારીખ જાહેર કરી હતી. ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપનીનો આ પહેલો કોમ્પેક્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. આ ફોન ક્વોલકોમના ફ્લેગશિપ સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ડિવાઇસને ત્રણ રંગોમાં ઉપલબ્ધ કરાવવાની પુષ્ટિ કરવામાં આવી છે. આગામી OnePlus 13Sને લઇને કંપનીનો દાવો છે કે તે સિંગલ ચાર્જમાં 24 કલાક સુધીની બેટરી લાઇફ આપશે.

OnePlus 13s ભારતમાં લોન્ચ થવાની તારીખ

OnePlus 13S સ્માર્ટફોનને ભારતમાં 5 જૂને ભારતીય સમયાનુસાર બપોરે 12 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ કોમ્પેક્ટ હેન્ડસેટને બ્લેક વેલ્વેટ, પિંક સાટિન અને ગ્રીન સિલ્ક કલર્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોંધનીય છે કે ગ્રીન કલર વેરિએન્ટ માત્ર ભારતમાં જ ઉપલબ્ધ થશે.

કંપનીના જણાવ્યા અનુસાર ફ્લેગશિપ-લેવલ સ્નેપડ્રેગન 8 એલિટ પ્રોસેસર સાથે આવનાર આ સ્માર્ટફોન અને તેમાં 4400 sq mm Cryo-Velocity વેપર ચેમ્બર આપવામાં આવશે. બેક પર ભાગમાં કૂલિંગ લેયર હોવાથી ફોન ગરમ થવાની શક્યતા ઓછી છે.

આ પણ વાંચો – આગામી મહિને આવી રહ્યું છે લેટેસ્ટ ગુગલ એન્ડ્રોઇડ 16, સૌથી પહેલા આ સ્માર્ટફોનમાં આવશે નવા ફિચર્સ

વનપ્લસનું કહેવું છે કે કંપનીએ Battlegrounds Mobile India (BGMI)માટે સ્ટ્રેસ ટેસ્ટ શરૂ કર્યો છે. ફોનમાં 7 કલાક સુધીનો સ્ટેબલ ફ્રેમ રેટ મેન્ટેન મળવાની અપેક્ષા છે. વોટ્સએપ કોલ દરમિયાન ફોનમાં સિંગલ ચાર્જમાં 24 કલાક સુધી બેટરી બેકઅપ અને ઇન્સ્ટાગ્રામ પર 16 કલાક સુધીનો બ્રાઉઝિંગ ટાઇમ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

નવું પ્લસ બટન પણ રજૂ કરવામાં આવ્યું છે

કંપનીના જણાવ્યા અનુસાર ફોનમાં એક નવું પ્લસ બટન પણ રજૂ કરવામાં આવ્યું છે, જે એલર્ટ સ્લાઇડરની જગ્યા લેશે. તે કસ્ટમાઇઝ કરી શકાય તેવું બટન છે, જેમાં એક પ્રેસ પર બધા જરૂરી ફંક્શન જેવા કે સાઉન્ડ વાઇબ્રેશન, ડૂ નોટ ડિસ્ટર્બ મોડ અને એઆઇ ટૂલ્સ મળશે.

વનપ્લસ 13એસ ને G1 વાઇ-ફાઇ ચીપસેટ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ ભારતમાં લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટફોન માટે ડેવલેપ કરવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે લો-સિગ્નલ બિલ્ડિંગ, લિફ્ટ અથવા મેટ્રોમાં મુસાફરી કરતી વખતે ફાસ્ટ અને સ્ટેબલ વાઇ-ફાઇ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે. OnePlus 13sમાં 5.5G કનેક્ટિવિટી સપોર્ટ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ