/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/OnePlus-13T-Launch.jpg)
OnePlus 13T Launch: વનપ્લસ 13 ટી સ્માર્ટફોન 6260mAhની મોટી બેટરી સાથે આવે છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. (Photo: @OnePlusClub)
OnePlus 13T Launch: વનપ્લસ 13 ટી સ્માર્ટફોન લોન્ચ થયો છે. OnePlus 13T કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. OnePlus 13T માં 1TB સુધીનું સ્ટોરેજ, 16GB સુધીની રેમ અને 50MP ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આવે છે. નવો વનપ્લસ 13 ટી સ્માર્ટફોન 6260mAhની મોટી બેટરી સાથે આવે છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનના શું છે ખાસ? જાણો કિંમત અને તમામ ફીચર્સ…
OnePlus 13T Price : વનપ્લસ 13 ટી કિંમત
વનપ્લસ 13ટી સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,399 યુઆન (લગભગ 39,000 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજની કિંમત 3,599 અથવા (લગભગ 41,000 રૂપિયા), 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,799 યુઆન (લગભગ 43,000 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 3,999 યુઆન (લગભગ 46,000 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યા છે. ગ્રાહકો 4,499 યુઆન (લગભગ 52,000 રૂપિયા)માં 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટ ખરીદી શકે છે.
નવો વનપ્લસ 13ટી સ્માર્ટફોન ક્લાઉડ ઇંક બ્લેક, મોર્નિંગ મિસ્ટ ગ્રે અને પિંક કલરમાં ઉપલબ્ધ થશે. આ ફોન ચીનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને ડિલિવરી 30 એપ્રિલથી શરૂ થશે.
OnePlus 13T Specifications : વનપ્લસ 13ટી સ્પેસિફિકેશન
વનપ્લસ 13ટી સ્માર્ટફોનમાં 6.32 ઇંચની ફુલએચડી + (1,264×2,640 પિક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 94.1 ટકા છે અને ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ સુધી છે. સ્ક્રીન 120 હર્ટ્ઝ સુધી અનુકૂલનશીલ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. નવો કોમ્પેક્ટ હેન્ડસેટ મેટલ ફ્રેમ સાથે આવે છે. વનપ્લસના આ નવા ફોનમાં એલર્ટ સ્લાઇડરની જગ્યાએ નવી શોર્ટકટ કી આપવામાં આવી છે.
વનપ્લસ 13 ટી સ્માર્ટફોનમાં Snapdragon 8 Elite પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે Adreno 830 આવે છે. હેન્ડસેટમાં 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
નવો વનપ્લસ ફોન 6260mAhની મોટી બેટરી સાથે આવે છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 150.81×71.70×8.15mm છે અને તેનું વજન લગભગ 185 ગ્રામ છે.
ફોટો અને વીડિયો માટે OnePlus 13Tમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ / 1.8, ઓઆઇએસ અને 50-મેગાપિક્સલના ટેલિફોટો સેન્સર સાથે એપર્ચર એફ / 2.0 અને ઓટોફોકસ સાથે 50-મેગાપિક્સલનું ટેલિફોટો સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો | ઓપ્પનો સૌથી સુરક્ષિત ફોન; પાણી, સોડા જેવા 18 પ્રવાહીથી કોઇ નુકસાન નહીં
વનપ્લસ 13ટીમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. સ્માર્ટફોનને ધૂળ અને પાણીના પ્રતિકાર માટે IP65 રેટિંગ મળે છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 5.4, જીપીએસ, એનએફસી અને ગ્લોનાસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં એક્સેલેરોમીટર, ઇ-હોકાયંત્ર, ગાયરોસ્કોપ, ગ્રેવિટી સેન્સર, જીઓમેગ્નેટિક સેન્સર, આઇઆર કન્ટ્રોલ, લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર અને એક્સ-એક્સિસ લિનિયર મોટર મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us