OnePlus 15 launch : વનપ્લસ 15 લોન્ચ, 50MP ટ્રિયલ કેમેરા અને 7300mAh બેટરી સાથે પાવરફુલ ચિપસેટ

OnePlus 15 Launch Price And Specifications : વનપ્લસ 15 સ્માર્ટફોન 7300mAh મોટી બેટરી અને સ્નેપડ્રેગન 8 એલિટ જનરલ 5 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. કિંમત અને તમામ ફીચર્સ વિગતવાર જાણો

Written by Ajay Saroya
October 28, 2025 11:49 IST
OnePlus 15 launch : વનપ્લસ 15 લોન્ચ, 50MP ટ્રિયલ કેમેરા અને 7300mAh બેટરી સાથે પાવરફુલ ચિપસેટ
OnePlus 15 Smartphone Launch : વનપ્લસ 15 સ્માર્ટફોન લોન્ચ થયો છે. (Photo: OnePlus)

OnePlus 15 Launch Price : વનપ્લસ 15 સ્માર્ટફોન લોન્ચ છે. 27 ઓક્ટોબર, 2025ના રોજ વનપ્લસ કંપનીએ ચીનમાં એક ઇવેન્ટમાં પોતાનો લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન OnePlus 15 લોન્ચ કર્યો છે. વનપ્લસ 15 સ્મરા્ટફોનમાં ઘણા મોટા અપગ્રેડ્સ કરવામાં આવ્યા છે. નવા OnePlus 15 માં ક્વાલકોમની Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ મળે છે. સ્માર્ટફોન 7300mAh મોટી બેટરી સાથે આવે છે. ડિવાઇસમાં 120W સુપર ફ્લેશ ચાર્જ વાયર્ડ અને 50W વાયરલેસ ફ્લેશ ચાર્જિંગ મળે છે. સ્માર્ટફોનમાં 50MP ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. ચાલો જાણીયે લેટેસ્ટ વનપ્લસ 15 સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જણાવીએ.

OnePlus 15 Price : વનપ્લસ 15ની કિંમત

વનપ્લસ 15 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ બેઝ વેરિઅન્ટની કિંમત 3,999 યુઆન (લગભગ 50,000 રૂપિયા) છે. તો હાઇ-એન્ડ 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 4,299 યુઆન (લગભગ 53,000 રૂપિયા), 4,599 યુઆન (લગભગ 57,000 રૂપિયા) અને 4,899 યુઆન (લગભગ 61,000 રૂપિયા) છે.

વનપ્લસ 15 સ્માર્ટફોનના ટોપ-એન્ડ 16 જીબી રેમ અને 1 ટીબી ઇનબિલ્ટ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,399 યુઆન (લગભગ 67,000 રૂપિયા) છે. આ ડિવાઇસ બ્લેક, પર્પલ અને સેન્ડ ડ્યુન રંગોમાં લોન્ચ કરવામાં આવ્યા છે. હેન્ડસેટનું વેચાણ 28 ઓક્ટોબરથી કંપનીના ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે.

OnePlus 15 Specifications : વનપ્લસ 15 સ્પેસિફિકેશન્સ

વનપ્લસ 15 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 બેઝ ColorOS 16 સાથે આવે છે. હેન્ડસેટમાં 6.78 ઇંચ થર્ડ જનરેશન BOE Flexible AMOLED ડિસ્પ્લે છે જે 165Hz ના રિફ્રેશ રેટ સાથે છે. સ્ક્રીન 1.5K (1,272×2,772 પિક્સેલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીન 1800 નિટ્સ, 330 હર્ટ્ઝ ટચ સેમ્પલિંગ રેટ અને 450 પીપીઆઈ પિક્સેલ ઘનતા સાથે આવે છે.

આ હેન્ડસેટમાં ક્વાલકોમનો ઓક્ટા કોર 3nm Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ છે. આ સ્માર્ટફોનમાં 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે.

OnePlus 15 Camera : વનપ્લસ 15 કેમેરા

કેમેરાની વાત કરીએ તો OnePlus 15 સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી, 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ અને 50 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર છે. સ્માર્ટફોનમાં એપરચર એફ / 2.4 સાથે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર પણ છે. રિયર કેમેરા સેટઅપ 8K સુધીના રિઝોલ્યુશન વિડિઓને સપોર્ટ કરે છે.

વનપ્લસ 15 સ્માર્ટફોનને પાવર આપવા માટે, એક મોટી 7300mAh બેટરી આપવામાં આવી છે, જે 120W સુપર ફ્લેશ ચાર્જ, વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ફ્લેશ ચાર્જને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું માપ 161.42×76.67×8.10mm મીમી છે અને તેનું વજન લગભગ 211 ગ્રામ છે.

કનેક્ટિવિટી માટે વનપ્લસ 15 સ્માર્ટફોનમાં પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇલેક્ટ્રોનિક કંપાસ, એક્સિલરેશન સેન્સર, ગાયરોસ્કોપ, હોલ સેન્સર વગેરે આપવામાં આવ્યા છે. ફોનમાં ઇન-ડિસ્પ્લે અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર છે. આ વનપ્લસ ફોનમાં 5જી, વાઇ-ફાઇ 7, એનએફસી, જીપીએસ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ