OnePlus 15R Discount : વનપ્લસ 15R સ્માર્ટફોન પર મહા બચત, જબરદસ્ત ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ ઓફર સેલ શરૂ

OnePlus 15R Price Discount Offer : વનપ્લસ 15 આર સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં 22 ડિસેમ્બરથી શરૂ થયું છે. લોન્ચ ઓફર હેઠળ લેટેસ્ટ વેનપ્લસ મોબાઇન 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ EMI પર ખરીદી શકાય છે.

OnePlus 15R Price Discount Offer : વનપ્લસ 15 આર સ્માર્ટફોનનું વેચાણ ભારતમાં 22 ડિસેમ્બરથી શરૂ થયું છે. લોન્ચ ઓફર હેઠળ લેટેસ્ટ વેનપ્લસ મોબાઇન 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ અને નો કોસ્ટ EMI પર ખરીદી શકાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OnePlus 15R Price | OnePlus 15R Launch Price | OnePlus 15R Price Discount | OnePlus 15R Features

OnePlus 15R Price : વનપ્લસ 15 આર સ્માર્ટફોનનું ભારતમાં વેચાણ 22 ડિસેમ્બર, 2025થી શરૂ થયું છે. (Photo: OnePlus )

OnePlus 15R Price Discount : વનપ્લસ એ ગયા અઠવાડિયે ભારતમાં તેનો લેટેસ્ટ પ્રીમિયમ મિડ રેન્જ સ્માર્ટફોન OnePlus 15R લોન્ચ કર્યું હતું. વનપ્લસ 15 આર મોબાઇ 7400mAh મોટી બેટરી, 80W ચાર્જિંગ, 165Hz AMOLED ડિસ્પ્લે અને Qualcomm Snapdragon 8 Gen5 ચિપસેટ સાથે આવે છે. આ વનપ્લસ હેડસેટનું વેચાણ 22 ડિસેમ્બર 2025 થી ભારતમાં શરૂ થયું છે. કંપની લોન્ચ ઓફર હેઠળ પસંદગીના બેંક કાર્ડ્સ સાથે ફોનને ડિસ્કાઉન્ટ પર વેચી રહી છે. નવા વનપ્લસ ફોન પર ઉપલબ્ધ ઓફર્સ અને ડીલ વિશે જાણો

Advertisment

OnePlus 15R Price in India : ભારતમાં વનપ્લસ 15 આર કિંમત

વનપ્લસ 15 આર સ્માર્ટફોનના 12 GB RAM અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટ ભારતમાં 47,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો છે. તો 12 GB RAM અને 512 GB સ્ટોરેજ વેરિઅન્ટ્સ 52,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

લોન્ચ ઓફર હેઠળ આ સ્માર્ટફોનને એચડીએફસી બેંક અને એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ સાથે 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. આ ઉપરાંત સ્માર્ટફોનને તમામ મોટી બેંકોના ક્રેડિટ કાર્ડ સાથે 6 મહિના સુધીના નો-કોસ્ટ ઇએમઆઈ પર પણ લઈ શકાય છે. આ સિવાય કંપની તમામ વનપ્લસ 15 આર ગ્રાહકોને 180 દિવસનો ફોન રિપ્લેસમેન્ટ પ્લાન અને લાઇફટાઇમ ડિસ્પ્લે વોરંટી પણ આપી રહી છે.

વનપ્લસના આ ફોનને ચારકોલ બ્લેક, મિન્ટ બ્રીઝ અને ઇલેક્ટ્રિક વાયોલેટ શેડ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન વનપ્લસ ઇન્ડિયાની વેબસાઇટ, વનપ્લસ સ્ટોર એપ્લિકેશન, એમેઝોન અને ઓફલાઇન રિટેલ પાર્ટનર્સ પાસેથી ખરીદી શકાય છે.

Advertisment

OnePlus 15R Features : વનપ્લસ 15 આર ફીચર્સ

ડિસ્પ્લે : આ વનપ્લસ સ્માર્ટફોનમાં 165 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે 6.83 ઇંચની ફુલએચડી + એમોલેડ ડિસ્પ્લે છે. સ્ક્રીન 450ppi પિક્સેલ ઘનતા અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 7i સિક્યોરિટી પ્રદાન કરે છે.

હાર્ડવેર : વનપ્લસના આ હેન્ડસેટમાં ક્વાલકોમનો Snapdragon 8 Gen 5 ચિપસેટ છે. ફોનમાં 12 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

ઓપરેટિંગ સિસ્ટમ : ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ OxygenOS 16 સાથે આવે છે. આ ડિવાઇસ ચાર ઓએસ અપગ્રેડ અને 6 વર્ષ સુધીના સિક્યોરિટી અપડેટ્સ મેળવવાનો દાવો કરે છે.

બેટરી : વનપ્લસ 15 આર ફોનને પાવર આપવા માટે, 7400mAhની મોટી સિલિકોન કાર્બન બેટરી આપવામાં આવી છે જે 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કેમેરા : વનપ્લસના આ હેન્ડસેટમાં OIS સાથે 50 મેગાપિક્સલનો સોની IMX906 પ્રાઇમરી રિયર કેમેરા છે. રિયર કેમેરો 120fps પર 4K વિડિઓ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. કેમેરા મલ્ટિ-વ્યૂ, સિનેમેટિક અને વીડિયો ઝૂમ મોડ્સને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે, જેમાં 30fps પર 4K વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ છે.

આ પણ વાંચો | 10050mAh બેટરી સાથે OnePlus Pad Go 2 ટેબ્લેટ ભારતમાં લોન્ચ, ₹ 3000 સુધી ડિસ્કાઉન્ટ મેળવો

કનેક્ટિવિટી ફીચર : ફોનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 7, બ્લૂટૂથ 6.0, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનને વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા માટે IP66 + IP68 + IP69 + IP69K રેટિંગ મળે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન પરિમાણ 163.4x77x8.3mm મીમી છે અને વજન લગભગ 219 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ