/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/OnePlus-15R-price-Leaked.jpg)
OnePlus 15R Price Leaked : વનપ્લસ 15 આર સ્માર્ટફોન. (Photo: @oneplus)
OnePlus 15R Price Leaked: વનપ્લસ 15આર લોન્ચ થાય તેની પહેલા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સની વિગત લીક થઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફોનની બેઝ ડિઝાઇન તાજેતરમાં ચીનમાં લોન્ચ થયેલા OnePlus Ace 6T થી પ્રેરિત છે. જો કે ભારતીય યુઝર્સને ધ્યાનમાં રાખી કંપનીએ થોડાક ફેરફાર કર્યા છે. લોન્ચ પહેલા જ કિંમત લીક થતા યુઝર્સ લેટેસ્ટ વનપ્લસ 15 આર ફોન વિશે જાણવા ઉત્સુક છે.
OnePlus 15R Price India : ભારતમાં વનપ્લસ 15 આર સંભવિત કિંમત
ટિપ્સ્ટર Paras Guglani દ્વારા શેર કરાયેલી જાણકારી અનુસાર, OnePlus 15R ભારતમાં બે વેરિયન્ટમાં લોન્ચ થઇ શકે છે. તેનું બેઝ વેરિયન્ટ 12GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવશે, જેની કિંમત લગભગ 45,999 થી 46,999 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. તો 12GB RAM અને 512GB સ્ટોરેજ વાળો ટોપ વેરિયન્ટ લગભગ 51,999 રૂપિયાની કિંમત લોન્ચ થઇ શકે છે. આ નવા વનપ્લસ સ્માર્ટફોન Charcoal Black અને Minty Green રંગમાં ઉપલબ્ધ થઇ શકે છે.
OnePlus 15R Launch Date : વનપ્લસ 15 આર લોન્ચ તારીખ
વનપ્લસ 15 આર સ્માર્ટફોન ભારતમાં 17 ડિસેમ્બર, બુધવારે લોન્ચ થઇ શકે છે. વનપ્લસ 15 આર સ્માર્ટફોન તાજેતરમાં લોન્ચ થયેલા OnePlus 15 વેરિયન્ટ કરતા વધુ પાવરફુલ હોઇ શકે છે.
OnePlus 15R : સ્નેપડ્રેગન 8 Gen 5 પ્રોસેસર
વનપ્લસે પોતે કન્ફર્મ કર્યું છે કે, OnePlus 15R માં લેટેસ્ટ Snapdragon 8 Gen 5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન દુનિયાના આરંભિક સ્માર્ટફોન પૈકીનો એક હશે, જેમા Qualcomm ની આ નવી અને પાવરફુલ ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે, તેણે લગભગ બે વર્ષ સુધી Qualcomm સાતે મળી આ પ્લેટફોર્મને ઓપ્ટિમાઇઝ કર્યું છે, જેથી સારી સ્પીડ અને પાવર એફિશિયન્સી મળે.
165Hz AMOLED ડિસ્પ્લેનો અનુભવ
OnePlus 15R સ્માર્ટફોનમાં 6.83 ઇંચની AMOLED ડિસ્પ્લે મળે શકે છે, જે Full HD+ રિઝોલ્યુશનને સપોર્ટ કરશે. કંપનીએ કન્ફર્મ કર્યું છે કે, તેમા 165Hz રિફ્રેશ રેટ આવે છે, જે OnePlus 15 સમકક્ષ છે. OnePlus મુજબ, આ હાઇ રિફ્રેશ રેટ સ્ક્રોલિંગ અને ગેમિંગ દરમિયાન સ્મૂધ અને કન્સિસ્ટન્ટ સ્ક્રીન રિસ્પોન્સ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
Fast, smooth, and redefining power.#OnePlus15R#PowerOnLimitsOffpic.twitter.com/ohWlis4yqY
— OnePlus (@oneplus) December 15, 2025
મોટી બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
બેટરી વિશે વાત કરીયે તો વનપ્લસ 15 આર સ્માર્ટફોનમાં 7,400mAh બેટરી આવી શકે છે. આ બેટરીની ક્ષમતા જુના OnePlus 14R થી વધુ અને OnePlus 15 કરતા પણ વધારે હોવાનું મનાય છે. મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે, આ ફોન 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જો કે ચાર્જિંગ ટાઇમ વિશે હજી સુધી કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
ફીચર્સ અને કેમેરા
આ પણ વાંચો |ભારતમાં પેન્સિલ થી પાતળો સ્માર્ટફોન લોન્ચ, 50MP સેલ્ફી કેમેરા અને 3 અપગ્રેડ મળશે
ફોટોગ્રાફી માટે વનપ્લસ 15આર મોબાઇલમાં ટ્રિપર રિયર કેમેરા સેટઅપ આવી શકે છે. તેમા 50 એમપી પ્રાયમરી કેમેરા ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સાથે આવવા સંભવ છે, જ્યારે 8 એમપીનો વાઇડ એંગલ લેન્સ પણ સામેલ છે. સેલ્ફી અને બ્લોગિંગ માટે ફોનમાં 32 એમપી ફ્રન્ટ કેમેરા હોઇ શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us