OnePlus 15R vs OnePlus 13R Comparison : વનપ્લસે તેનો લેટેસ્ટ સ્માર્ટફોન વનપ્લસ 17 ભારતમાં 17 ડિસેમ્બરે લોન્ચ કરવાની પુષ્ટિ કરી છે. આ નવો વનપ્લસ ફોન વાજબી ભાવે ફ્લેગશિપ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવશે. સત્તાવાર લોન્ચ પહેલાં, વનપ્લસ 15 આર સ્માર્ટફોનના નવીનતમ લીક્સ અને રિપોર્ટથી જાણવા મળ્યું છે કે, આ હેન્ડસેટમાં અગાઉના વનપ્લસ 13 આર કરતા ઘણા મોટા અપગ્રેડ્સ હશે – ખાસ કરીને પર્ફોર્મન્સ, બેટરી અને ટકાઉપણાથી સંબંધિત અપગ્રેડ્સ. વનપ્લસ 15 આર સ્માર્ટફોનને ચીનમાં OnePlus Ace 6 નામથી લોન્ચ કરવામાં આવ્યો છે.
પરંતુ હવે સવાલ એ છે કે, શું આપણે ખરેખર વનપ્લસ 15 આરની રાહ જોવી જોઈએ? શું આ અપગ્રેડ, એક વર્ષથી ઓછા સમયમાં આવી રહ્યું છે, ખરેખર હાલના વનપ્લસ 13 આર ગ્રાહકો માટે ખરીદવા યોગ્ય છે? ચાલો જાણીએ વનપ્લસ 13 આર અને વનપ્લસ 15 આર સ્માર્ટફોનના ફીચર્સ વિશે.
OnePlus 15R vs OnePlus 13R : બેટરી અને ચાર્જિંગ
અહેવાલ છે કે નવા વનપ્લસ 15 આરમાં મોટી બેટરી મળી શકે છે. વનપ્લસ 15 આર સ્માર્ટફોનમાં મોટી 7800mAh બેટરી મળવાની અપેક્ષા છે. તમને જણાવી દઇયે કે, વનપ્લસ 13 આરમાં ઓફર કરવામાં આવતી 6000mAh બેટરીની તુલનામાં આ એક મોટું અપગ્રેડ છે. કંપનીએ તાજેતરમાં લોન્ચ થયેલી વનપ્લસ 15 માં 7300 એમએએચની મોટી બેટરી આપી છે. આ સિવાય આગામી ફોનમાં 120W વાયર્ડ ચાર્જિંગ થવાની અપેક્ષા છે.
OnePlus 15R vs OnePlus 13R : પર્ફોર્મન્સ
વનપ્લસ 15 આર સ્માર્ટફોન વિશે એવા અહેવાલો છે કે તે વનપ્લસ એસ 6 નું રિબ્રાન્ડેડ વર્ઝન હશે. આ સૂચવે છે કે આગામી ફોનને પાવરફુલ ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ આપી શકાય છે. એટલે કે ગેમિંગ અને એપ્સ માટે ફોનને મજબૂત પરફોર્મન્સ મળશે. નવા OxygenOS 16 ઉપરાંત, ફોનમાં નવી AI સુવિધાઓ મળી શકે છે.
OnePlus 15R vs OnePlus 13R : ડિઝાઇન અને ટકાઉપણું
વનપ્લસ 15 આરની ડિઝાઇનની વાત કરીએ તો તે વનપ્લસ 13 આરમાં આપવામાં આવેલા સર્ક્યુલર કેમેરા મોડ્યુલને બદલે સ્ક્વેર કેમેરા મોડ્યુલ મેળવી શકે છે.
વનપ્લસ 15આરને વધુ સારી ટકાઉપણું મળશે. આ ડિવાઇસને IP66, IP68, IP69 અને IP69K ડસ્ટ એન્ડ વોટર રેઝિસ્ટન્સ રેટિંગ્સ સાથે લોન્ચ કરવામાં આવશે. વનપ્લસ 13 આરમાં ઓફર કરાયેલ મૂળભૂત IP65 રેટિંગની તુલનામાં આ એક મોટું અપગ્રેડ છે.
OnePlus 15R vs OnePlus 13R : ડિસ્પ્લે
વનપ્લસ 15 આર સ્માર્ટફોનમાં ડિસ્પ્લે અપગ્રેડ પણ મળશે. આગામી વનપ્લસ 15 આર 6.7 ઇંચની 1.5 કે એમોલેડ ડિસ્પ્લે ઓફર કરશે જે અલ્ટ્રા-સ્મૂથ 165 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પ્રદાન કરી શકે છે. એટલે કે સ્ક્રીનની ક્વોલિટી હાઈ-એન્ડ વનપ્લસ 15 જેવી હશે. જ્યારે વનપ્લસ 13 આર ફોનને 120Hz રિફ્રેશ રેટ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો | ફોલ્ડેબલ ફોન હુવાઈ મેટ એક્સ 7 લોન્ચ, વાયરલેસ ચાર્જિંગ અને ટ્રિપલ રિયર કેમેરા, જાણો કિંમત
OnePlus 15R expected India pricing : વનપ્લસ 15 આર અપેક્ષિત કિંમત
વનપ્લસ 15આર સ્માર્ટફોનને વનપ્લસ 13આર કરતા વધુ ખર્ચાળ ભાવે લોન્ચ કરી શકાય છે. હેન્ડસેટની કિંમત ભારતમાં 44,000 રૂપિયાના બેઝ વેરિઅન્ટથી શરૂ થાય છે.





