OnePlus Ace 6 Launch : વનપ્લસે લોન્ચ કર્યો 50 એમપી કેમેરા, 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ સાથે નવો સ્માર્ટફોન, જાણો કિંમત

OnePlus Ace 6 Price And Features : OnePlus Ace 6 સ્માર્ટફોન 5 વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.નવા સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ, ડ્યુઅલ-કેમેરા રીઅર કેમેરા અને 50MP રીઅર કેમેરા જેવા ફીચર્સ છે. કિંમત અને તમામ ફીચર્સ જાણો અહીં

Written by Ajay Saroya
Updated : October 29, 2025 10:52 IST
OnePlus Ace 6 Launch : વનપ્લસે લોન્ચ કર્યો 50 એમપી કેમેરા, 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ સાથે નવો સ્માર્ટફોન, જાણો કિંમત
Oneplus ACE 6 Price Specifications : વનપ્લસ એસીઇ 6 સ્માર્ટફોન લોન્ચ થયો છે. (Photo: Oneplus)

OnePlus Ace 6 Launch News : વનપ્લસ એ ચીનમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. OnePlus Ace 6 ને OnePlus Ace 5 ના અપગ્રેડ વેરિઅન્ટ તરીકે લોન્ચ કરવામાં આવ્યું છે. OnePlus Ace 6 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ, ડ્યુઅલ-કેમેરા રીઅર કેમેરા અને 50MP રીઅર કેમેરા જેવા ફીચર્સ છે. આ ડિવાઇસ મેટલ ફ્રેમ સાથે આવે છે. નવા OnePlus Ace 6 ની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર જાણો.

OnePlus Ace 6 Price : વનપ્લસ એસીઇ 6 કિંમત

OnePlus Ace 6 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,599 યુઆન (લગભગ 32,300 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ, 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અનુક્રમે 2,899 યુઆન (લગભગ 36,000 રૂપિયા), 3099 યુઆન (લગભગ 38,000 રૂપિયા) અને 3,399 યુઆન (લગભગ 42,200 રૂપિયા) માં લોન્ચ કરવામાં આવ્યા છે.

OnePlus Ace 6ના ટોપ-એન્ડ વેરિઅન્ટ 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટને 3,899 યુઆન (લગભગ 48,400 રૂપિયા) માં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોન 30 ઓક્ટોબરથી કંપનીના ઓનલાઇન સ્ટોર્સ પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.

OnePlus Ace 6 Features : વનપ્લસ એસ 6 ફીચર્સ

OnePlus Ace 6 સ્માર્ટફોન ડ્યુઅલ-સિમને સપોર્ટ કરે છે. લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 16 બેઝ્ડ ColorOS 16 છે. સ્માર્ટફોનમાં 6.83-ઇંચ 1.5K (1,272 x 2,800 પિક્સેલ) ફ્લેટ AMOLED સ્ક્રીન છે. સ્ક્રીન 5000 nits પીક બ્રાઇટનેસ સાથે આવે છે. સુરક્ષા માટે, હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે 3D ફિંગરપ્રિન્ટ સ્કેનર છે.

વનપ્લસના આ હેન્ડસેટમાં Snapdragon 8 Elite ચિપસેટ છે. આ ડિવાઇસમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ડિવાઇસને હેવી ગ્રાફિક્સ ગેમ્સ માટે જી2ગેમિંગ ચિપસેટ મળે છે.

કેમેરાની વાત કરીએ તો OnePlus Ace 6 સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ડિવાઇસમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે આ ડિવાઇસમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | Oneplus 15 લોન્ચ, 50MP ટ્રિયલ કેમેરા અને 7300mAh બેટરી સાથે પાવરફુલ ચિપસેટ

OnePlus Ace 6 સ્માર્ટફોન IP66 + IP68 + IP69 + IP69K ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ્સ સાથે આવે છે. ફોનનું વજન 213 ગ્રામ છે. વનપ્લસ કહે છે કે Plus key વડે યુઝર્સ રિંગ મોડ્સ વચ્ચે સ્વિચ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ