OnePlus Nord 3 Discount: વનપ્લસ નોર્ડ 3 સ્માર્ટફોન 4000 સસ્તો થયો, જાણો શાનદાર મોબાઇલના ફિચર અને સ્પેસિફિકેશન

Oneplus Nord 3 Price Cut In India: ભારતમાં વનપ્લસ નોર્ડ 3 સ્માર્ટફોનના બે વેરિઅન્ટ અનુક્રમે 33,999 રૂપિયા અને 37,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યા હતા.

Written by Ajay Saroya
Updated : January 01, 2024 20:20 IST
OnePlus Nord 3 Discount: વનપ્લસ નોર્ડ 3 સ્માર્ટફોન 4000 સસ્તો થયો, જાણો શાનદાર મોબાઇલના ફિચર અને સ્પેસિફિકેશન
વનપ્લસ નોર્ડ 3 સ્માર્ટફોનની કિંમત ઘટી છે.

Oneplus Nord 3 Price Cut In India: વનપ્લસ એ ભારતમાં તેના બજેટ સ્માર્ટફોન OnePlus Nord 3ની કિંમતમાં ઘટાડો કર્યો છે. વનપ્લસનો આ ફોન હવે પહેલા કરતા વધુ વેલ્યૂ ફોર મની ઓપ્શન બની ગયો છે. તમને જણાવી દઈએ કે OnePlus Nord 3 સ્માર્ટફોન ભારતમાં 33,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ થઈ શકે છે. પરંતુ હવે આ ફોનને 29,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. વનપ્લસની વેબસાઈટ ઉપરાંત હેન્ડસેટને એમેઝોન અને કંપનીના સત્તાવાર ઓનલાઈન સેલ્સ પાર્ટનર પરથી નવી કિંમતો સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે.

OnePlus Nord 3: ભારતમાં નવી કિંમત (Oneplus Nord 3 Price Cut In India)

4000 રૂપિયાની કિંમતમાં ઘટાડો કર્યા પછી, ભારતમાં OnePlus Nord 3 સ્માર્ટફોનના 8 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની નવી કિંમત 29,999 રૂપિયા છે. જ્યારે 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 33,999 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે આ બંને વેરિઅન્ટ અનુક્રમ 33,999 રૂપિયા અને 37,999 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યા હતા.

OnePlus Nord 3ના ફિચર્સ (Oneplus Nord 3 features)

OnePlus Nord 3 સ્માર્ટફોન ટેમ્પેસ્ટ ગ્રે અને મિસ્ટી ગ્રીન કલર ઓપ્શનમાં લઈ શકાય છે. ફોનમાં ફ્લેટ બેક પેનલ છે અને સિક્યોરિટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. ફોનની બહારની ફ્રેમ પ્લાસ્ટિકની બનેલી છે. હેન્ડસેટમાં એલર્ટ સ્લાઇડર અને IR બ્લાસ્ટર છે. આ સ્માર્ટફોન IP54 રેટિંગ ધરાવે છે.

વનપ્લસ નોર્ડ 3માં 6.74 ઇંચની AMOLED ડિસ્પ્લે છે જે 1080 પિક્સલ રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. પેનલ HDR10+ ને સપોર્ટ કરે છે અને Dragontrail ગ્લાસ સાથે આવે છે.

OnePlus Nord 3ના સ્પેસિફિકેશન (Oneplus Nord 3 Specifications)

OnePlusના આ ફોનમાં MediaTek Dimensity 9000 ચિપસેટ છે. આ સ્માર્ટફોનને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 80W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

ફોટોગ્રાફી માટે OnePlus Nord 3માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. સ્માર્ટફોનમાં રિયર પર 50 મેગા પિક્સલનો વાઇડ Sony IMX890/OIS, 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ અને 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે ઉપકરણમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.

આ પણ વાંચો | ચેટજીપીટી અને ઓપનએઆઈ એકાઉન્ટ અને સર્ચ હિસ્ટ્રી ડિલિટ કરવાની સરળ રીત, તમારા પર્સનલ ડેટા રહેશે સુરક્ષિત

Nord 3 સ્માર્ટફોન OxygenOS 13.1 પર ચાલે છે જે Android 13 બેઝ્ડ છે. આ ફોનમાં 3 વર્ષ સુધી મોટી OS અને 4 વર્ષ માટે સિક્યોરિટી અપડેટ્સ મેળવાનું વચન આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ