OnePlus Nord CE 5 Launch: વનપ્લસે લોન્ચ કર્યા 2 નવા સ્માર્ટફોન, 7100mAh સુધીની બેટરી અને 50MP કેમેરા

OnePlus Nord 5, Nord CE 5 Launch Today In India : વનપ્લસ નોર્ડ 5 અને વનપ્લસ નોર્ડ સીઇ 5 સ્માર્ટફોન ભારતમાં 7100mAh સુધીની મોટી બેટરી અને પાવરફુલ પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. લેટેસ્ટ વનપ્લસ નોર્ડ સ્માર્ટફોન 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે.

Written by Ajay Saroya
Updated : July 08, 2025 16:34 IST
OnePlus Nord CE 5 Launch: વનપ્લસે લોન્ચ કર્યા 2 નવા સ્માર્ટફોન, 7100mAh સુધીની બેટરી અને 50MP કેમેરા
OnePlus Nord 5, Nord CE 5 Launch Price In India : વનપ્લસ નોર્ડ 5, નોર્ડ સીઇ 5 સ્માર્ટફોનમં 50MPનો કેમેરો આવે છે. (Photo: @OnePlus_IN)

OnePlus Nord 5, Nord CE 5 Launch Price in India: વનપ્લસે કંપનીએ ભારતમાં તેના લેટેસ્ટ વનપ્લસ નોર્ડ 5 અને નોર્ડ સીઇ 5 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. વનપ્લસ નોર્ડ 5 સ્માર્ટફોનને કંપનીએ 7000mAhની મોટી બેટરી અને મીડિયાટેક પ્રોસેસર સાથે લોન્ચ કર્યો છે જ્યારે વનપ્લસ નોર્ડ સીઇ 5માં 7100mAhની મોટી બેટરી અને સ્નેપડ્રેગન પ્રોસેસર આપવામાં આવ્યું છે. જાણો આ લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર.

OnePlus Nord 5 Price In India : ભારતમાં વનપ્લસ નોર્ડ 5 કિંમત

ભારતમાં વનપ્લસ નોર્ડ 5 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી બિલ્ટ-ઇન સ્ટોરેજવાળા બેઝ મોડલની કિંમત 31,999 રૂપિયા છે. હેન્ડસેટના 12 જીબી + 256 જીબી અને 12 જીબી + 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અનુક્રમે 34,999 રૂપિયા અને 37,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.

OnePlus Nord CE 5 Price In India : ભારત વનપ્લસ નોર્ડ સીઇ 5 કિંમત

વનપ્લસ નોર્ડ સીઇ 5 સ્માર્ટફોનની કિંમત 24,999 રૂપિયાથી શરૂ થાય છે. 8 જીબી + 128 જીબી મોડેલની કિંમત 24,999 રૂપિયા છે, જ્યારે હેન્ડસેટની કિંમત 8 જીબી + 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 26,999 રૂપિયા છે. ગ્રાહકો 12GB+256GB વેરિએન્ટને 28,999 રૂપિયામાં ખરીદી શકે છે.

વનપ્લસ નોર્ડ 5 સ્માર્ટફોન ડ્રાય આઇસ, માર્બલ સેન્ડ્સ અને ફેન્ટમ ગ્રે કલરમાં ઉપલબ્ધ થશે અને તેનો સેલ 9 જુલાઇથી બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. તો, નોર્ડ સીઇ 5 સ્માર્ટફોનનું વેચાણ 12 જુલાઇએ બપોરે 12 વાગ્યે (એમેઝોન પ્રાઇમ ડે પર) શરૂ થશે. આ ફોનને બ્લેક ઇન્ફિનિટી, માર્બલ મિસ્ટ અને નેક્સસ બ્લૂ કલર ઓપ્શનમાં વેચવામાં આવશે.

આ ફોન બેંક કાર્ડ સાથે 2000 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પર વેચવામાં આવશે. ફોનનું વેચાણ એમેઝોન, કંપનીની વેબસાઇટ અને રિટેલ આઉટલેટ્સ અને અન્ય સ્ટોર્સ પર શરૂ થશે.

OnePlus Nord 5 Specifications : વનપ્લસ નોર્ડ 5 સ્પેસિફિકેશન

વનપ્લસ નોર્ડ 5 સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે અને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ કંપનીના OxygenOS 15 સાથે આવે છે. સ્માર્ટફોનમાં 6.83 ઇંચની એમોલેડ સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 144 હર્ટ્ઝ છે અને તે 1800 નાઇટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. ફોનમાં સ્નેપડ્રેગન 8s Gen 3 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ છે. ફોનમાં 512GB સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

વનપ્લસ નોર્ડ 5 સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનું પ્રાઇમરી રિયર સેન્સર આપવામાં આવ્યું છે જે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) અને અપાર્ચર f/1.8 સાથે આવે છે. ફોનમાં એપર્ચર એફ/ 2.2 સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે, જે 120 ડિગ્રી ફિલ્ડને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે જે અપાર્ચર એફ/ 2.0 સાથે આવે છે.

વનપ્લસ નોર્ડ ૫ માં 6800mAhની મોટી બેટરી છે જે 80W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. સ્માર્ટફોનમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. વનપ્લસ નોર્ડ 5 હેન્ડસેટનું ડાયમેન્શન 163.4×77×8.1mm અને વજન 211 ગ્રામ છે.

કનેક્ટિવિટી ઓપ્શનમાં 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, એનએફસી, જીપીએસ અને યુએસબી ટાઇ-સી પોર્ટ સામેલ છે. હેન્ડસેટમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં ઇન્ફ્રારેડ ટ્રાન્સમિટર છે જેનો ઉપયોગ વિવિધ ઉપકરણોને નિયંત્રિત કરવા માટે થઈ શકે છે.

OnePlus Nord CE 5 Specifications : વનપ્લસ નોર્ડ સીઇ 5 સ્પેસિફિકેશન

વનપ્લસ નોર્ડ સીઇ 5 સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 8350 Apex ચિપસેટ દ્વારા સંચાલિત છે. આ સ્માર્ટફોનમાં 12 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. વનપ્લસ નોર્ડ સીઇ 5 સ્માર્ટફોનમાં 6.77 ઇંચની એમોલેડ સ્ક્રીન છે જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 1400 નાઇટ્સ સુધી પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.

ફોટોગ્રાફી માટે, નોર્ડ સીઇ 5 સ્માર્ટફોનમાં 50MP પ્રાઇમરી Sony LYT-600 સેન્સર છે જે OIS અને એપર્ચર એફ / 1.8 સાથે આવે છે. હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા છે જે અપર્ચર એફ/ 2.2 સાથે આવે છે. હેન્ડસેટમાં 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.

વનપ્લસ નોર્ડ સીઇ 5 સ્માર્ટફોનમાં 7100mAhની બેટરી છે જે 80W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. હેન્ડસેટનું ડાયમેનશન 163.5×76×8.2 મીમી છે અને વજન 199 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ