OnePlus Nord CE 4 : વનપ્લસ નોર્ડ સીઈ 4 સ્માર્ટફોનનું આજે લોન્ચિંગ, જાણો ફીચર્સ અને કિંમત

OnePlus Nord CE 4 : OnePlus અનુસાર, આ સ્માર્ટફોન Nord CE 4 એ અત્યાર સુધીનો સૌથી ઝડપી ચાર્જિંગ નોર્ડ છે. તે 100W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરશે. બેટરી કીપેસિટીની ડિટેલ્સ હજુ સામે આવી નથી.

Written by shivani chauhan
April 01, 2024 08:45 IST
OnePlus Nord CE 4 : વનપ્લસ નોર્ડ સીઈ 4 સ્માર્ટફોનનું આજે લોન્ચિંગ, જાણો ફીચર્સ અને કિંમત
Oneplus Nord CE 4 launch features price : વનપ્લસ નોર્ડ સીઇ લોન્ચ કિંમત (Oneplus)

OnePlus Nord CE 4 : વનપ્લસ નોર્ડ સીઈ (OnePlus Nord CE 4) એ એક નવો વનપ્લસ સ્માર્ટફોન ભારતમાં 1 એપ્રિલ, 2024ના રોજ એટલે કે આજે લોન્ચિંગ છે. લોન્ચિંગ પહેલાના લિક્સમાં વનપ્લસ એ ફોનની ઘણી ડિટેલ્સ આપી છે. Nord CE 4 એ વનપ્લસ દ્વારા વર્ષ 2024 માં અત્યાર સુધીનો સૌથી સસ્તો ફોન હશે. જ્યારે વધુ સસ્તું Nord CE 4 Lite વર્ષના અંતમાં આવી શકે છે. જો કે એ જોવાનું રહેશે કે માર્કેટમાં Nord CE 4 ને કેવો રિસ્પોન્સ મળે છે. જાણો વનપ્લસ નોર્ડ સીઈ 4 વિશે વધુમાં,

Oneplus Nord CE 4 launch features price latest smartphone news in gujarati
Oneplus Nord CE 4 launch features price : વનપ્લસ નોર્ડ સીઇ લોન્ચ કિંમત (Oneplus)

આ પણ વાંચો: Samsung Galaxy S23 Ultra : ફ્લિપકાર્ટ પર 89,999 રૂપિયામાં સેમસંગ ગેલેક્સી S23 અલ્ટ્રા, જાણો ડિટેલ્સ

OnePlus Nord CE 4: વનપ્લસ નોર્ડ સીઈ 4 ફીચર્સ

વનપ્લસ નોર્ડ વન સિઈ 4 (OnePlus Nord CE 4) એ Qualcomm Snapdragon 7 Gen 3 SoC દ્વારા સંચાલિત છે. સ્માર્ટફોન 7 સિરીઝમાં ક્વાલકોમ દ્વારા લેટેસ્ટ જનરેશન પ્રોસેસર છે. Nord CE 4 ની ડિઝાઇન કંપનીના ફ્લેગશિપ પ્રોડક્ટથી પ્રેરિત છે. તેમાં 8GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજની સુવિધા અવેલેબલ હશે. વનપ્લસ યુઝર્સને તેના ઇન્ટર્નલ સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1TB સુધી વિસ્તૃત કરવાની મંજૂરી પણ આપશે.

આ પણ વાંચો: Xiaomi SU7 : શાઓમીએ આપી ટેસ્લાને ટક્કર, ચીનમાં SU7 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી, જાણો ફીચર્સ અને કિંમત

OnePlus એ જણાવ્યું છે કે આ સ્માર્ટફોન Nord CE 4 એ અત્યાર સુધીનો સૌથી ઝડપી ચાર્જિંગ નોર્ડ છે. તે 100W ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ કરશે. બેટરીની ક્ષમતા વિશેની અન્ય ડિટેલ્સહજુ બહાર આવી નથી. ડિસ્પ્લેમાં, ડિવાઇસ FHD+ રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવશે. Nord CE 4 એ RAW HDR કેમેરા પણ પેક કરશે જે યુઝર્સને અંધારામાં વધુ સારી રીતે ફોટોઝ ક્લિક કરવાની મંજૂરી આપશે.

ડિવાઇસ એક્વા ટચ ડિસ્પ્લે ટેક્નોલોજી સાથે આવશે જે આ વર્ષની શરૂઆતમાં OnePlus 12 સિરીઝમાં OnePlus દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. સ્ક્રીન પર પાણીના ટીપાં હોય અથવા આંગળીઓ ભીની હોય ત્યારે પણ તમે ફોનના ડિસ્પ્લેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ