OnePlus Nord CE4 : વનપ્લસે નોર્ડ સીરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. વનપ્લસ નોર્ડ સીઇ4 કંપનીનો નવો મિડ-બજેટ સ્માર્ટફોન છે. OnePlus Nord CE4 માં કંપનીના ફ્લેગશિપ વનપ્લસ 11ની ઝલક જોવા મળે છે. નવા ફોનમાં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપસેટ છે. હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને 5500mAhની બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તમને વનપ્લસ નોર્ડ સીઇ 4ની કિંમત અને ફીચર્સ વિશે જણાવી રહ્યા છીએ.
OnePlus Nord CE4 ફિચર્સ
OnePlus Nord CE4 માં ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 7 જેન 3 ચિપસેટ આપવામાં આવ્યું છે. જે 4 એનએમ ફેબ્રિકેશન પર આધારિત છે. હેન્ડસેટમાં 8 જીબી સુધીની રેમ અને 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.
વનપ્લસના આ લેટેસ્ટ ફોનને પાવર આપવા માટે 5500mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 100W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનું કહેવું છે કે માત્ર 29 મિનિટમાં ફોન ફુલ ચાર્જ થઈ જાય છે. ફોનની બેટરી પર કંપની ચાર વર્ષની હેલ્થ ગેરંટી આપી રહી છે.
નોર્ડ સીઇ4માં 6.74 ઇંચની ફ્લુઇડ એમોલેડ ડિસ્પ્લે છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ ધરાવે છે. સ્ક્રીન HDR10+ને સપોર્ટ કરે છે. ફોનનો સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 89.3 ટકા છે. વનપ્લસ નોર્ડ સીઇ4માં 50 મેગાપિક્સલનો સોની આઇએમએક્સ890 પ્રાઇમરી અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં સ્ક્રીન પર 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. કેમેરા 4K વીડિયો રેકોર્ડિંગ અને સ્લો-મોશન જેવા મોડ્સને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો – માત્ર 1500 રૂપિયામાં ઘરે લાવો નાનું પોર્ટેબલ મિની એસી કુલર, ઘણા છે ફીચર્સ
નોર્ડ સીઇ4 એન્ડ્રોઇડ 14 આધારિત ઓક્સિજનઓએસ 14 પર ચાલે છે. કંપનીએ ફોનમાં બે મોટા એન્ડ્રોઇડ અપડેટ મળવાનું વચન આપ્યું છે. ડિવાઇસમાં સ્ટીરિયો સ્પીકર્સ છે પરંતુ 3.5 મીમી હેડફોન જેક નથી.
ભારતમાં વનપ્લસ નોર્ડ સીઇ4ની કિંમત
OnePlus Nord CE4 ના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 24,999 રૂપિયા છે. તે જ સમયે, 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 26,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ડિવાઇસ વનપ્લસ ઇન્ડિયાની વેબસાઇટ, વનપ્લસ સ્ટોર એપ્લિકેશન, એમેઝોન ઇન્ડિયા અને રિલાયન્સ ડિજિટલ અને ક્રોમા સહિત અન્ય ઓફલાઇન પાર્ટનર સ્ટોર્સ પર 4 એપ્રિલથી ઉપલબ્ધ થશે.
કંપની 1 એપ્રિલથી 3 એપ્રિલ ની વચ્ચે વનપ્લસ એક્સપિરિયન્સ સ્ટોર પર 999 રૂપિયામાં ફોનનું પ્રી-બુકિંગ કરવા પર વનપ્લસ નોર્ડ બડ્સ 2આર ફ્રી ઓફર કરી રહી છે. જ્યારે 4 એપ્રિલે ફોન ખરીદનારા ગ્રાહકોને સ્ટોક ઉપલબ્ધ રહે ત્યાં સુધી નોર્ડ બડ્સ 2 આર મફત મળશે.
આ સિવાય હેન્ડસેટ માટે 5થી 30 એપ્રિલ વચ્ચે આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ અને ઈએમઆઈ અને વનકાર્ડ પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એચડીએફસી બેંકના ગ્રાહકો ડેબિટ કાર્ડ સાથે 1500 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ ઇએમઆઈની ખરીદી પર 1250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.