OnePlus Nord 5 launch date: OnePlus 13s OnePlus Nord 5 ના લોન્ચ પછી ચીની સ્માર્ટફોન નિર્માતા આંતરરાષ્ટ્રીય બજારમાં તેની નવી Nord 5 સિરીઝ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. OnePlus Nord 5 મિડરેન્જ કેટેગરીમાં પરફોર્મન્સ-કેન્દ્રિત સ્માર્ટફોન હોવાની અપેક્ષા છે.
OnePlus 13R માં આપેલા Snapdragon 8 Gen 3 પ્રોસેસર ઉપરાંત, Nord 6 સ્માર્ટફોનમાં Snapdragon 8s Gen 3 ચિપસેટ મળવાની અપેક્ષા છે. આગામી OnePlus ફોનમાં 12GB સુધીની RAM હશે. ચાલો તમને આગામી OnePlus Nord 5 સ્માર્ટફોનની કિંમત અને સુવિધાઓ સંબંધિત દરેક વિગતો જણાવીએ…
OnePlus Nord 5 લોન્ચ તારીખ
OnePlus Nord 5 અને OnePlus Nord CE 5 સ્માર્ટફોન ભારતમાં 8 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. કંપનીએ એક પ્રેસ રિલીઝ કરીને આગામી ફોનના લોન્ચ વિશે માહિતી આપી છે. આ હેન્ડસેટ સત્તાવાર ઇ-સ્ટોર અને એમેઝોન ઇન્ડિયા પર ખરીદી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
OnePlus Nord 5 સ્પેશિફિકેશન
OnePlus Nord 5 સ્માર્ટફોનમાં 6.77-ઇંચ ફ્લેટ OLED ડિસ્પ્લે હોવાની અપેક્ષા છે. સ્ક્રીન 1.5K રિઝોલ્યુશન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવશે. સ્માર્ટફોનમાં MediaTek Dimensity 9400e પ્રોસેસર હોઈ શકે છે. ડિવાઇસમાં 6700mAh ની મોટી બેટરી મળવાની અપેક્ષા છે જે 100W ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરશે. ફોનને Android 15 સાથે લોન્ચ કરી શકાય છે.
કેમેરા વિશે વાત કરીએ તો, Nord 5 માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હોઈ શકે છે. સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 50MP પ્રાઇમરી અને 8MP અલ્ટ્રા-વાઇડ લેન્સ મળવાની અપેક્ષા છે. હેન્ડસેટમાં 16-મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર મળી શકે છે.
આ પણ વાંચોઃ- iPhone 16 Pro : આવી રીતે થઇ શકે છે 50,000 રૂપિયાની બચત, અહીં મળી રહી છે ધમાકેદાર ડીલ
Onplus Nord 5 ની ભારત કિંમત
રિપોર્ટ્સ સૂચવે છે કે OnePlus Nord 5 સ્માર્ટફોન લગભગ 30,000 રૂપિયાની કિંમતે લોન્ચ થઈ શકે છે. જો કે, આ કિંમત હાલમાં રિપોર્ટ્સ અને લીક્સ પર આધારિત છે.