OnePlus Pad 2 Pro: વનપ્લસનો નવો ટેબ્લેટ 12140mAhની જમ્બો બેટરી અને 16 જીબી રેમ સાથે લોન્ચ, જાણો કિંમત

OnePlus Pad 2 Pro Launch: વનપ્લસ પેડ 2 પ્રો ટેબ્લેટમાં 12140mAhની જમ્બો બેટરી, એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15, 13 એમપી કેમેરો આવે છે.

OnePlus Pad 2 Pro Launch: વનપ્લસ પેડ 2 પ્રો ટેબ્લેટમાં 12140mAhની જમ્બો બેટરી, એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15, 13 એમપી કેમેરો આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OnePlus Pad 2 Pro | OnePlus Pad 2 Pro price | oneplus tablet

OnePlus Pad 2 Pro : વનપ્લસ પેડ 2 પ્રો ટેબ્લેટ. (Photo: Social Media)

OnePlus Pad 2 Pro Launch: વનપ્લસે ચીનમાં પોતાનું લેટેસ્ટ ફ્લેગશિપ ટેબલેટ વનપ્લસ પેડ 2 પ્રો લોન્ચ કર્યું છે. આ વનપ્લસ ટેબ્લેટમાં તમામ ફીચર્સ ગયા વર્ષે (2024) લોન્ચ થયેલા ઓપ્પો પેડ 4 પ્રો જેવા જ છે. નવા વનપ્લસ પેડ 2 પ્રોમાં 13.2 ઇંચની 2K ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 એલિટ ચિપપેટ અને 16 જીબી સુધીની રેમ આપવામાં આવી છે.

Advertisment

OnePlus Pad 2 Pro Specifications : વનપ્લસ પેડ 2 પ્રો સ્પેસિફિકેશન્સ

વનપ્લસ પેડ 2 પ્રો સ્માર્ટફોનમાં 13.2 ઇંચ (3392 x 2400 પિક્સલ) 3.4K 144Hz ડિસ્પ્લે છે. સ્ક્રીનની પિક્સેલ ડેન્સિટી 315ppi છે. આ ડિસ્પ્લે ડોલ્બી વિઝન, એચબીએમ બ્રાઇટનેસને 900 એનિટ સુધી સપોર્ટ કરે છે. સ્ક્રીનનો ટચ સેમ્પલિંગ રેટ 540 હર્ટ્ઝ છે.

વનપ્લસના આ હેન્ડસેટમાં 4.32 ગીગાહર્ટ્ઝ સુધી ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Elite 3nm પ્લેટફોર્મઆવે છે. ગ્રાફિક્સ માટે Adreno 830 આવે છે. વનપ્લસ પેડ 2 પ્રો 8GB/12GB/16GB રેમ સાથે 256GB / 512GB સ્ટોરેજ સાથે આવે છે. ડિવાઇસ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15 સાથે લોન્ચ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ વનપ્લસ ટેબ્લેટમાં LED ફ્લેશ સાથે 13 એમપી પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આવે છે. ડિવાઇસમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, 8 સ્પીકર્સ, હાઇ-રેઝ સર્ટિફિકેટ આવે છે. આ ડિવાઇસનું માપ 289.61 × 209.66 × 5.97 mm છે અને તેનું વજન 675 ગ્રામ છે. ટેબ્લેટને પાવર આપવા માટે 12140mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 67W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી ઓપ્શનમાં વાઇ-ફાઇ 7 802.11 બી, બ્લૂટૂથ 5.4, યુએસબી ટાઇપ-સી, 5જી, એનએફસી સામેલ છે.

Advertisment

OnePlus Pad 2 Pro Price : વનપ્લસ પેડ 2 પ્રો કિંમત

વનપ્લસ પેડ 2 પ્રો ટેબ્લેટ ડીપ સી બ્લુ અને ગ્લેશિયર સિલ્વર કલરમાં આવે છે. હેન્ડસેટના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,199 યુઆન (લગભગ 37,900 રૂપિયા) છે જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,499 યુઆન (લગભગ 41,400 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,799 યુઆન (લગભગ 45,000 રૂપિયા) અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,999 યુઆન (લગભગ 47,400 રૂપિયા) છે.

વનપ્લસ પેડ 2 પ્રો સાથે આવતા સ્માર્ટ ટચ કીબોર્ડને 699 યુઆન (લગભગ 8,300 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જ્યારે વનપ્લસ સ્માર્ટ સ્ટાયલસ પ્રોની કિંમત 499 યુઆન (લગભગ 6000 રૂપિયા) રાખવામાં આવી છે. આ ટેબલેટમાં 199 યુઆન (લગભગ 2355 રૂપિયા)ની સાથે આવે છે. વનપ્લસનું આ લેટેસ્ટ ટેબલેટ પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને ચીનમાં તેનું વેચાણ 20 મેથી શરૂ થશે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ