OnePlus Pad 3 Launch: વનપ્લસ પેડ 3 ટેબ્લેટ લોન્ચ, 12140mAh બેટરી અને 512 GB સ્ટોરેજ, જાણો ભારતમાં શું છે કિંમત

OnePlus Pad 3 Launch Price In India: વનપ્લસ પેડ 3 ટેબ્લેટ ભારતમાં વનપ્લસ 13એસ સ્માર્ટફોન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. નવા વનપ્લસ ટેબ્લેટની કિંમત, બેટરી અને ફીચર્સ સહિત તમામ વિગતો અહીં વાંચો

OnePlus Pad 3 Launch Price In India: વનપ્લસ પેડ 3 ટેબ્લેટ ભારતમાં વનપ્લસ 13એસ સ્માર્ટફોન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. નવા વનપ્લસ ટેબ્લેટની કિંમત, બેટરી અને ફીચર્સ સહિત તમામ વિગતો અહીં વાંચો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OnePlus Pad 3 | OnePlus Pad 3 Launch | OnePlus Pad 3 Price | OnePlus

OnePlus Pad 3 Launch Price In India: વનપ્લસ પેડ 3 ટેબ્લેટ ટેબ ફ્રોસ્ટેડ સિલ્વર અને સ્ટોર્મ બ્લુ કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. (Photo: @OnePlus_IN)

OnePlus Pad 3 Launch In India: વનપ્લસે ભારતમાં પોતાનું લેટેસ્ટ વનપ્લસ પેડ 3 ટેબલેટ લોન્ચ કર્યું છે. વનપ્લસ 13એસ સાથે લોન્ચ થયેલા વનપ્લસ પેડ 3માં 13.2 ઇંચની મોટી ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 8 એલિટ ચિપસેટ, 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. નવા વનપ્લસ ટેબ્લેટમાં 80W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 12,140mAhની મોટી બેટરી આવે છે. જાણો નવા OnePlus ટેબલેટની કિંમત અને ફીચર્સ વિશે…

Advertisment

OnePlus Pad 3 Price in India : ભારતમાં વનપ્લસ પેડ 3 ની કિંમત

વનપ્લસ પેડ 3 ટેબ્લેટ ભારતમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ટેબ ફ્રોસ્ટેડ સિલ્વર અને સ્ટોર્મ બ્લુ કલર વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આજથી યુરોપ અને ઉત્તર અમેરિકામાં આ ફોનનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ ડિવાઇસનું વેચાણ ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે. હેન્ડસેટની કિંમત ટૂંક સમયમાં જાહેર થવાની સંભાવના છે.

OnePlus Pad 3 Specifications : વનપ્લસ પેડ 3 સ્પેસિફિકેશન

વનપ્લસ પેડ 3 એન્ડ્રોઇડ 15 બેઝ્ડ Oxygen 15 સાથે આવે છે. ટેબ્લેટમાં 13.2 ઇંચની 3.4K (2,400×3,392 પિક્સલ) એલસીડી ડિસ્પ્લે છે, જેનો રિફ્રેશ રેટ 144Hz છે, જેનો આસ્પેક્ટ રેશિયો 7:5, પિક્સેલ ડેન્સિટી 315ppi અને સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 89.3 ટકા છે. સ્ક્રીનમાં 540 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને 600 નીટની પીક બ્રાઇટનેસ છે. આ ડિવાઇસમાં Snapdragon 8 Elite ચિપસેટ અને તેમા Adreno 830 GPU આવે છે. આ ટેબ્લેટમાં 16 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે.

Advertisment

વનપ્લસ પેડ 3માં 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ટેબ્લેટમાં 8 સ્પીકર્સ છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો, વનપ્લસ પેડ 13માં બ્લૂટૂથ 5.4, વાઇ-ફાઇ 7 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ટેબલેટ ફેસ અનલોક ફીચર સાથે આવે છે.

આ પણ વાંચો | OnePlus 13s ભારતમાં લોન્ચ, કિંમત થી લઇ ફીચર્સ સહિત તમામ વિગત અહીં વાંચો

વનપ્લસ પેડ 3ને પાવર આપતી 12,140mAhની મોટી બેટરી છે, જેમાં 80W સુપરVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. બેટરી સિંગલ ચાર્જ પર સ્ટેન્ડબાય મોડ પર 71 કલાક સુધી ચાલવાનો દાવો કરવામાં આવે છે. ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી અંગે કંપનીનો દાવો છે કે તે માત્ર 92 મિનિટમાં 1થી 100 ટકા સુધી ચાર્જ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 289.61×209.66×5.97 nm છે અને વજન 675 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ