OnePlus Pad Go 2 Tablet Launch India : વનપ્લસ પેડ ગો 2 ટેબ્લેટ ભારતમાં તેના વનપ્લસ 15 આર સ્માર્ટફોન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. વનપ્લસ પેડ ગો કંપનીનો લેટેસ્ટ ટેબ્લેટ છે અને તે બે રંગ વિકલ્પમાં આવે છે. નવા વનપ્લસ પેડ ગો 2માં 5જી કનેક્ટિવિટી, મોટી 12.1 ઇંચની ડિસ્પ્લે અને મોટી 10,050mAh બેટરી જેવા ફીચર્સ છે. નવા વનપ્લસ પેડ ગો 2 ટેબ્લેટમાં શું ખાસ છે? તેની કિંમત અને ફીચર્સ વિશે જાણો
OnePlus Pad Go 2 Price : વનપ્લસ પેડ ગો 2 ભાવ
વનપ્લસ પેડ ગો 2 ટેબ્લેટના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ (ફક્ત વાઇ-ફાઇ) વેરિઅન્ટની કિંમત 26,999 રૂપિયા છે. કંપનીએ 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 29,999 રૂપિયામાં લોન્ચ કર્યો છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ (વાઇ-ફાઇ + 5 જી) મોડેલની કિંમત 32,999 રૂપિયા છે.
વનપ્લસ પેડ ગો 2 ટેબ્લેટ લવંડર ડ્રિફ્ટ અને શેડો બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસને એમેઝોન, વનપ્લસ ઇન્ડિયાની વેબસાઇટ અને ડોર રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે. આ ડિવાઇસ પર 1000 રૂપિયાનું લિમિટેડ ટાઇમ ડિસ્કાઉન્ટ અને 2000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ છે. જેની સાથે પ્રારંભિક અસરકારક કિંમત 23,999 રૂપિયા થશે.
OnePlus Pad Go 2 Specifications : વનપ્લસ પેડ ગો 2 સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે: વનપ્લસ પેડ ગો 2માં 12.1 ઇંચની 2.8 કે (1,980×2,800 પિક્સેલ) એલસીડી ડિસ્પ્લે છે જે ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે. સ્ક્રીનનો એડેપ્ટિ રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ, 284 પીપીઆઈની પિક્સેલ ડેન્સિટી અને 88.5 ટકાનો સ્ક્રીન ટુ બોડી રેશિયો છે. ડિસ્પ્લેમાં પીક બ્રાઇટનેસના 600 નિટ્સ મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે.
હાર્ડવેર : વનપ્લસનું આ ટેબ્લેટ મીડિયાટેક ડાયમેન્સિટી 7300-અલ્ટ્રા ચિપસેટ સાથે આવે છે. આ ડિવાઇસમાં 8 જીબી રેમ સાથે 256 જીબી સુધીનો ઇનબિલ્ટ સ્ટોરેજ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. ટેબ્લેટમાં ચાર સ્પીકર છે. ટેબ્લેટ એઆઈ આધારિત સૉફ્ટવેર ફીચર્સ જેમ કે એઆઈ રાઇટર, એઆઈ રેકોર્ડર અને એઆઈ રિફ્લેક્શન ઇરેઝર સાથે આવે છે.
કેમેરા: વનપ્લસ પેડ ગો 2માં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
OS અને કનેક્ટિવિટી ફીચર્સ: આ વનપ્લસ ટેબ્લેટ એન્ડ્રોઇડ 16 બેઝ્ડ OxygenOS 16 સાથે આવે છે. ડિવાઇસમાં કનેક્ટિવિટી માટે વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. ટેબ્લેટમાં ફેસ અનલોક ફીચર્સ છે.
બેટરી: વનપ્લસ પેડ ગો 2 ટેબ્લેટમાં મોટી 10,050mAh બેટરી છે જે 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ડિવાઇસને સંપૂર્ણ ચાર્જ થવામાં 129 મિનિટનો સમય લાગે છે. હેન્ડસેટ 6.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એક જ ચાર્જમાં, ટેબ્લેટ 60 કલાક સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ મેળવવાનો દાવો કરે છે.
આ વનપ્લસ ટેબ્લેટના 5G વેરિઅન્ટનું વજન લગભગ 599 ગ્રામ છે. જ્યારે વાઇ-ફાઇ વેરિઅન્ટનું વજન 597 ગ્રામ છે. ડિવાઇસનું ડાયમેન્શન 266.01 × 192.77 × 6.83mm છે.





