OnePlus Pad Launched : વનપ્લસે ચીનમાં પોતાનું નવું ટેબ્લેટ વનપ્લસ પેડ લોન્ચ કર્યું હતું. કંપનીએ આ જ ઇવેન્ટમાં વનપ્લસ એસ 5 સિરીઝનું અનાવરણ પણ કર્યું હતું. વનપ્લસ પેડને ઓપ્પો પેડ 3ના રિબ્રાન્ડેડ વેરિઅન્ટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. નવા વનપ્લસ પેડમાં 11.61 ઇંચની મોટી એલસીડી સ્ક્રીન, મીડિયાટેક ડિમેન્સિટી 8350 ચિપસેટ અને એન્ડ્રોઇડ 15 આધારિત કલરઓએસ 15 છે. આવો અમે તમને નવા વનપ્લસ ટેબ્લેટની કિંમત અને ફિચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
વનપ્લસ પેડ કિંમત
વનપ્લસ પેડના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની ચીનમાં કિંમત 2099 યુઆન (લગભગ 24,000 રૂપિયા) રાખવામાં આવી છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2,399 યુઆન (લગભગ 28,000 રૂપિયા) અને 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં 2,699 યુઆન (લગભગ 31,000 રૂપિયા) માટે ખરીદી શકાય છે. વનપ્લસ પેડના ટોપ-એન્ડ 12 જીબી રેમ 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 3,099 યુઆન (લગભગ 36,000 રૂપિયા) માં રજૂ કરવામાં આવ્યું છે. આ ટેબ્લેટ ડીપ એશ અને ટુન્ડ્રા ગ્રીન કલરમાં આવે છે.
વનપ્લસ પેડ સ્પેસિફિકેશન્સ
વનપ્લસ પેડમાં 11.61 ઇંચની 2.8K (2,800 x 2,000 પિક્સલ) આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીનમાં 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 480 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. જ્યારે સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 700 નીટ્સ સુધી છે. આ ટેબ્લેટમાં 4nm ઓક્ટા-કોર મીડિયાટેક ડાઇંમેંસિટી 8350 ચિપસેટ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં આર્મ માલી-જી615 એમસી6 જીપીયુ આપવામાં આવ્યું છે. આ વનપ્લસ ટેબલેટમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – 10,000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો 50MP કેમેરા વાળો સ્માર્ટફોન, જાણો ફિચર્સ
વનપ્લસ ટેબ્લેટ એન્ડ્રોઇડ 15 બેસ્ડ કલરઓએસ સાથે આવે છે. ડિવાઇસનું ડાઇમેંશન 257.75 x 189.11 x 6.29 મીમી અને વજન 533 ગ્રામ છે.
કેમેરાની વાત કરીએ તો વનપ્લસ પેડમાં એલઇડી ફ્લેશ સાથે 8 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 9520એમએએચની વિશાળ બેટરી છે જે 67 ડબ્લ્યુ સુપરવીઓક વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો વનપ્લસ પેડમાં વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે.





