Onepuls 15 : વનપ્લસ 15 ભારતમાં લોન્ચ, ખરીદતા પહેલા 5 ખાસિયત અને 3 નબળી બાબત જાણો

Oneplus 15 Launch Price And Features : વનપ્લસ 15 સ્માર્ટફોન બે વેરિયન્ટમાં ભારતમાં લોન્ચ થયો છે. અહીં જાણો વનપ્લસ 5 સ્માર્ટફોનની 5 ખાસિયત અને એવી 3 બાબત જે ખરીદતા પહેલા તમારા વિચારવી જોઇએ.

Written by Ajay Saroya
November 14, 2025 12:16 IST
Onepuls 15 : વનપ્લસ 15 ભારતમાં લોન્ચ, ખરીદતા પહેલા 5 ખાસિયત અને 3 નબળી બાબત જાણો
Oneplus 15 Launch Price In India : વનપ્લસ 15 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. (Photo: @OnePlus_IN)

Oneplus 15 Launch Price In India : વનપ્લસ 15 સ્માર્ટફોન (OnePlus 15) ભારતમાં લોન્ચ થયો છે. કંપનીએ આ મોબાઇલ પાવર યુઝર્સ માટે તૈયાર કર્યો છે. ફોનમાં નવી Snapdragon 8 Elite Gen 5 ચીપ, મોટી બેટરી અને 165Hz ડિસ્પ્લે સાથે ઘણા એડવાન્સ ફીચર્સ છે. શું આ તમારા સ્માર્ટફોનને અપગ્રેડ કરવા માટે ઉત્તમ વિકલ્પ છે? અહીં જાણો વનપ્લસ 5 સ્માર્ટફોનની 5 ખાસિયત અને એવી 3 બાબત જે ખરીદતા પહેલા તમારા વિચારવી જોઇએ, જે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.

વનપ્લસ 15 કિંમત : OnePlus 15 Price In India

OnePlus 15 સ્માર્ટફોન ખરીદી માટે ભારતમાં 13 નવેમ્બરથી છે. 12GB RAM અને 256GB સ્ટોરેજ ધરાવતા વનપ્લસ ફોનના બેઝ મોડેલની કિંમત 72,999 રૂપિયા છે, તો 16GB RAM અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ 75,999 રૂપિયામાં ખરીદી શકાય છે. HDFC બેંક કાર્ડ ધારકોને OnePlus 15 ના બંને વેરિઅન્ટ પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જેનાથી કિંમત અનુક્રમે 68,999 રૂપિયા અને 75,999 રૂપિયા થઈ જશે.

વનપ્લસ 15 સ્માર્ટફોનની 5 ખાસિયત

પાવરફુલ 7,300mAh બેટરી

વનપ્લસ 15 સ્માર્ટફોનની સૌથી સારી છે, જેની પાવરફુલ 7,300mAh ની બેટરી છે, જે બે દિવસ સુધી સરળતાથી ચાલે છે. 120W SuperVOOC વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિગના લીધે તે થોડીક મિનિટોમાં ચાર્જ થઇ જાય છે. વધુ ઉપયોગ કરનાર અને વધારે મુસાફરી કરનાર લોકોને વધારે કેપેસિટી ધરાવતા સ્માર્ટફોનની જરૂર પડે છે.

165Hz ડિસ્પ્લે અને જબરદસ્ત ટચ રિસ્પોન્સ

લેટેસ્ટ વનપ્લસ સ્માર્ટફોનમાં 6.78 ઇંચની AMOLED LTPO 1.5K ડિસ્પ્લે છે, જેમા 165Hz રિફ્રેશ રેટ અને 3200Hz ટચ સેમ્પલિંગ રેટ સપોર્ટ કરે છે. ગેમ રમનાર માટે આ સ્મૂધ અને અલ્ટ્રા રિસ્પોન્સિવ અનભુવ આપશે.

Snapdragon 8 Elite Gen 5 ચિપ અને UFS 4.1 સ્ટોરેજ

વનપ્લસ 15 એક Snapdragon 8 Elite Gen 5 છે. તેમા Qualcomm 3nm ચિપ છે, જે મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગનો ઉત્કૃષ્ઠ અનુભવ આપે છે. આ સાથે જ UFS 4.1 સ્ટોરેજ થી એપ લોડિંગ અને ડેટા ટ્રાન્સફર ઝડપી થાય છે.

ટોપ ક્લાસ ડ્યુરેબિલિટી અને બિલ્ડ ક્વોલિટી

વનપ્લસ 15 સ્માર્ટફોનને IP66, IP68, IP69, IP69K જેવા રેટિંગ મળ્યા છે, એટલે કે તે વોટર પ્રુફ અને ડસ્ટ ફ્રી કેપેસિટી ધરાવે છે અને બધી રીતે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

એડવાન્સ ફીચર્સ

વનપ્લસ 15 સ્માર્ટફોન એડવાન્સ ફીચર્સથી સજ્જ છે. તેમા અલ્ટ્રા સોનિક ઇન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર, IR બ્લાસ્ટર અને ઓપન ચાર્જિંગ પ્રોટોકોલ્સ (PD/PPS) સાથે ઘણા ફીચર્સ આ મોબાઇલમાં ઉપલબ્ધ છે.

વનપ્લસ 15 સ્માર્ટફોન ખરીદતા પહેલા 3 બાબત વિશે વિચારો

કેમેરા હાર્ડવેરમાં લો ડાઉનગ્રેડ

વનપ્લસ 15 સ્માર્ટફોનમાં 50MP ટ્રિપલ કેમેરા સેટેઅપ હોવા છતાં, સેન્સર સાઇઝ પાછલા મોડલથી નાનું છે અને Hasselblad પાર્ટનરશિપ પણ હવે સમાપ્ત છે. અલબત્ત નવું DetailMax એન્જિન સારું છે, પરંતુ ઝૂમ અને લો લાઇટમાં ફોટા ક્વોલિટી થોડીક નબળી આવે છે.

1.5K ડિસ્પ્લે, 2K નથી (મીડિયા પ્યૂરિસ્ટ્સ માટે ડાઉનગ્રેડ)

OnePlus 15 માં 165Hz તો છે, પણ રિઝોલ્યુશન 2K થી 1.5K કરવામાં આવ્યું છે. જો તમે વધારે શાર્પ પેનલ ઇચ્છો છો તો, તેનાથી તમને સંતોષ થશે નહીં. કંપનીએ જાતે તેને હાઇ રેફ્રેશ સાથે ટેકનિકલ ટ્રેડ ઓફ જણાવ્યો હતો.

આ પણ વાંચો |  200MP કેમેરા, 7000mAh સાથે વીવો વાય 500 પ્રો લોન્ચ; ડસ્ટ ફ્રી અને વોટરપ્રુફ

Haptics નબળું હોવાના રિપોર્ટ

અમુક પ્રી લોન્ચ રિપોર્ટ્સે સ્માર્ટફોન લોન્ચ થવાની પહેલા તેમા નાની haptic motorનો ઉલ્લેખ કર્યો હતો. હવે સત્તાવાર રીતે ફોન લોન્ચ થયા બાદ સ્પષ્ટ છે કે તેના હેપ્ટિક્સ OnePlus 13 ની તુલનામાં નબળા છે. જો તમે ટાઇપિંગ/ નોટિફિકેશન વાઇબ પર વધુ ધ્યાન આપો છો તો, આ બાબત ધ્યાનમાં રાખવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ