onion price : ટામેટાં પછી ડુંગળી રડાવશે? સરકાર પહેલેથી જ એલર્ટ, નિકાસ પર લગાવી 40 ટકા ડ્યુટી

onion Export duty tax increased : ભારત સરકારે (Indian govt) ટામેટા (tomato) બાદ ડુંગળીના ભાવ (Onion price) વધે નહીં તે માટે, અને મોંઘવારી (inflation) ને પર કાબુ રાખવા માટે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે.

Written by Kiran Mehta
August 19, 2023 23:48 IST
onion price : ટામેટાં પછી ડુંગળી રડાવશે? સરકાર પહેલેથી જ એલર્ટ, નિકાસ પર લગાવી 40 ટકા ડ્યુટી
ડુંગળીની નિકાસ ડ્યુટી 40 ટકા

Onion Price : કેન્દ્ર સરકારે મોંઘવારી પર રાહત માટે ઘણા જુદા જુદા પ્રયાસો શરૂ કર્યા છે. ટામેટાંની વધતી કિંમતો વચ્ચે હવે રિટેલ માર્કેટમાં વધતી જતી મોંઘવારીને રોકવા માટે ડુંગળી પર 40 ટકા નિકાસ ડ્યુટી લાદવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યૂટી લગાવવામાં આવી છે, જે 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

ટામેટાંના ભાવ વધારાની ચર્ચા વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અન્ય શાકભાજી અને ખાસ કરીને ડુંગળીના ભાવમાં વધારો થવાની ચર્ચા ચાલી રહી હતી. કેન્દ્રના આ નિર્ણયને તેની સાથે જોડવામાં આવી રહ્યો છે.

સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ વધવાની શક્યતા છે

સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની સંભાવના વચ્ચે કેન્દ્ર સરકારની 40 ટકા નિકાસ ડ્યુટી લાદવાનું નોટિફિકેશન આવ્યું છે. નાણા મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે, “ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતામાં સુધારો કરવા માટે, સરકાર 31 ડિસેમ્બર, 2023 સુધી તાત્કાલિક અસરથી ડુંગળી પર 40% નિકાસ જકાત લગાવી છે.”

અગાઉ, સરકારે ઉપલબ્ધતા વધારવા માટે તેના બફર સ્ટોકમાંથી 3 લાખ ટન ડુંગળી છોડવાની જાહેરાત પણ કરી હતી.

સરકારી બફર સ્ટોક

નાણાકીય વર્ષ 2022-23માં સરકારે 2.51 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક તરીકે રાખ્યો હતો. જો ઓછા પુરવઠાના મોસમ દરમિયાન ભાવ નોંધપાત્ર રીતે વધે તો, કોઈપણ આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ (PSF) હેઠળ બફર સ્ટોક જાળવવામાં આવે છે. બફર સ્ટોક માટે ખરીદેલી ડુંગળી તાજેતરમાં પૂરી થયેલી રવી સિઝનની છે. હાલમાં ખરીફ ડુંગળીની વાવણી ચાલી રહી છે અને તેનું આગમન ઓક્ટોબરમાં શરૂ થાય છે. આ દરમિયાન, ગ્રાહક બાબતોનું મંત્રાલય, અણુ ઊર્જા વિભાગ અને ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર સાથે મળીને ડુંગળીના સંગ્રહ માટે એક ટેક્નોલોજીનો પ્રયાસ કરી રહ્યું છે.

2022-23માં, સરકારે PSF હેઠળ રવિ-2022ના પાકમાંથી રેકોર્ડ 2.51 લાખ MT ડુંગળીની ખરીદી કરી હતી અને સપ્ટેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 દરમિયાન તેને મુખ્ય વપરાશ કેન્દ્રો પર રિલીઝ કરી હતી.

આ પણ વાંચોChandrayaan-3 & Luna 25 : ચંદ્રયાન-3 અને લુના 25 ચંદ્ર પર ઉતરવા તૈયાર, તમારા મનના – બે મહત્ત્વના પ્રશ્નો અને જવાબો

એપ્રિલ-જૂન દરમિયાન લણવામાં આવેલી રવિ ડુંગળી ભારતના ડુંગળીના ઉત્પાદનમાં 65 ટકા હિસ્સો ધરાવે છે અને ઓક્ટોબર-નવેમ્બરમાં ખરીફ પાકની લણણી થાય ત્યાં સુધી ગ્રાહકની માંગને સંતોષે છે. પ્રાપ્ત કરેલ બફર સ્ટોક સામાન્ય રીતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને સરકારી એજન્સીઓને ખુલ્લા બજારમાં વેચાણ દ્વારા અને ઓછી પુરવઠાની મોસમ દરમિયાન છૂટક આઉટલેટ્સ દ્વારા સપ્લાય માટે જાહેર કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ