Zomato, Swiggy Platform Fee Hike : ઓનાલઇન ફુડ ઓર્ડર કરવું હવે મોંઘુ થશે. ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ્સ ઝોમેટો, સ્વિગી અને મેજિકપિને તેમની પ્લેટફોર્મ ફી વધારી દેશભરના લાખો પ્લેટફોર્મ યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. હકીકતમાં તાજેતરમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં સરકારે ઇ-કોમર્સ અને ક્વિક કોમર્સ પ્લેટફોર્મની ડિલિવરી સેવાઓ પર 18 ટકા જીએસટીની જાહેરાત કરી હતી. ડિલિવરી ચાર્જ પર 18 ટકા જીએસટી 22 સપ્ટેમ્બરથી લાગુ થવાનો છે, જેના કારણે આ ખર્ચમાં વધુ વધારો થઈ શકે છે.
કોણે કેટલી પ્લેટફોર્મ ફી વધારી ?
સ્વિગી : Swiggy
ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગીએ પસંદગીના શહેરોમાં જીએસટી સહિત તેનો પ્લેટફોર્મ ચાર્જ વધારીને 15 રૂપિયા કરી દીધો છે.
ઝોમેટો : Zomato
ઝોમેટો એ ઓર્ડર દીઠ 12.50 રૂપિયા પ્લેટફોર્મ ચાર્જ નક્કી કર્યો છે, જેમા જીએસી સામેલ નથી.
Magicpin : મેજિકપિન
મેજિકપિન કંપનીએ તેનો પ્લેટફોર્મ ચાર્જ ઓર્ડર દીઠ 10 રૂપિયા નક્કી કર્યો છે.
અમારા પાર્ટનર ફાઇનાન્શિયલ એક્સપ્રેસ હિન્દીના જણાવ્યા અનુસાર, 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવેલા સંશોધિત જીએસટીના કારણે ઝોમેટો યૂઝર્સે લગભગ 2 રૂપિયા અને સ્વિગી કસ્ટમરે લગભગ 2.6 રૂપિયા પ્રતિ ઓર્ડર વધારે ખર્ચ કરવો પડી શકે છે.
આ ફેરફારની ગ્રાહકો પર શું અસર થશે?
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, મેજિકપિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પહેલાથી જ તેમની કંપની તેના ફૂડ ડિલિવરી ખર્ચ પર 18% જીએસટી ચૂકવી રહી છે. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “જીએસટીમાં તાજેતરના ફેરફારો અમારા ખર્ચના માળખાને અસર કરતા નથી. આવી સ્થિતિમાં, ગ્રાહકો પર જીએસટીમાં ફેરફારની કોઈ અસર પડશે નહીં. અમારો પ્લેટફોર્મ ચાર્જ ઓર્ડર દીઠ 10 રૂપિયા રહેશે, જે અન્ય મોટી ફૂડ ડિલિવરી કંપનીઓ કરતા સૌથી ઓછો છે.”
પીટીઆઈના જણાવ્યા અનુસાર, સ્વિગી અને ઝોમેટોને મોકલવામાં આવેલા ઇ મેઇલને હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
ફૂડ ડિલિવરી કંપનીઓ માટે વધારાની આવકનો સ્ત્રોત
પ્લેટફોર્મ ચાર્જ ફૂડ ડિલિવરી કંપનીઓ માટે વધારાની કમાણીનો સ્ત્રોત બની ગયો છે. ઝોમેટો, સ્વિગી અને મેજિકપિનની આ એક સાથે વૃદ્ધિ દર્શાવે છે કે દેશમાં ફૂડ ડિલિવરી સેક્ટરનો ખર્ચ સતત વધી રહ્યો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું લાખો ગ્રાહકો માટે સુવિધા અને સસ્તી કિંમત એક સાથે ચાલી શકે છે?