Online Transaction Payment Rufund Tips? : ફેસ્ટિવલ ઓનલાઇન સિઝન સેલ શરૂ થઇ રહ્યા છે અને ઘણી બધી આકર્ષક ઓફર છે. હાલ ઘણા લોકો ઓનલાઇન શોપિંગ કરતી વખતે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરે છે, જો કે ઘણી વખત ઇન્ટરનેશનલ વેબસાઇટ અને તેમના પેમેન્ટ ગેટવે પર ઓનલાઇન પેમેન્ટ ફેલ થાય છે જો કે એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે. આવી સ્થિતિમાં રિફંડ ઘણી લાંબી પ્રોસેસ કરવી પડે છે જે ઘણી કંટાળા જનક હોય છે. ઘણા લોકોને ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફેલ થવા અને પેમેન્ટ રિફંડ અંગે ક્યા અને કેવી રીતે ફરિયાદ કરવી તેના વિશે પણ જાણકારી હોતી નથી. તો ચાલો જાણીયે ઓનલાઇન પેમેન્ટના રિફંડની પ્રક્રિયા વિશે વિગતવાર
ઇન્ટનરેશનલ ટ્રાન્ઝેક્શન પેમેન્ટ ફેલ કેમ થાય છે? (Online Transaction Payment Failed)
ઓક્ટોબર 2021માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) ઇન્ટરનેશનલ પેમેન્ટ વેબસાઇટની માટે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મારફતે પેમેન્ટ અને ઓટો ડેબિટના ઘણા નિયમો બનાવ્યા છે. જો ઇન્ટરનેશનલ વેબસાઇટ રિઝર્વ બેન્કના નવો હેઠલ પેમેન્ટ નથી લેતી તો, તે ભારતીય ક્રેડિટ કે ક્રેડિટ કાર્ડ મારફતે રેકરિંગ કે સિંગલ પેમેન્ટ પણ સ્વીકારશે નહીં. અલબત્ત ઘણી વખત પેમેન્ટ ડિકલાઇન થવા પાછળ વેબસાઇટનુ પણ જવાબદાર હોતી નથી.

ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફેલ થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. ઘણી ઇન્ટરનેશનલ વેબસાઇટ કેટલાક વિસ્તારોના કાર્ડ પેમેન્ટનો સ્વીકાર કરતી નથી. ઘણી વખતે ઇન્ડિયન કાર્ડના પેમેન્ટને બ્લોક કરાયેલા હોય છે. ઘણી વખત પેમેન્ટ કરન્સી કે ટ્રેડિંગ પર પ્રતિબંધ હોય છે, જેના કારણે પણ ઓનલાઇન પેમેન્ટ ફેલ થાય છે.
ઓનલાઇન પેમેન્ટ ફેલ થાય તો શું કરવું? (
ધારો કે ઇન્ટરનેશનલ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે પરંતુ તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઇ ગયા છે, તો ચિંતા કરવાની જરૂર નથી. આવા કિસ્સાઓમાં મોટાભાગે થોડાક સમય બાદ પેમેન્ટ રિફંડ થઇ જાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓનલાઇન પેમેન્ટ ફેલના રિફંડ માટે ટાઇમલાઇન નક્કી કરી છે. સામાન્ય રીતે ફેલ થયેલા ઓનલાઇન પેમેન્ટના પૈસા ટી+ 5 એટલે કે ટ્રાન્ઝેક્શન બાદ 5 દિવસની અંદર આવી જાય છે.
જો 5 દિવસ બાદ પણ પેમેન્ટ રિફંડ ન આવે તો શું કરવું? (Online Payment Refund Tips)
જો બેંક એકાઉન્ટમાં 5 દિવસની અંદર પેમેન્ટ રિફંડ જમા નથી થતુ તો બેંક T+5 એટલે કે ટ્રાન્ઝેક્શનના 5 દિવસ પૂર્ણ થયા બાદ જેટલા દિવસ રિફંડ મોડું આવશે તેના દિવસ સુધી દરરોજના 100 રૂપિયા લેખે વળતર આપવું પડશે. એવું રિઝર્વ બેંકે તેની ગાઇડલાઇનમાં જણાવ્યું છે. જો ઇન્ટરનેશનલ વેબસાઇટ ભારતીય ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મારફતે પેમેન્ટ સ્વીકારતી નથી તો, અન્ય રીતે પેમેન્ટ લઇ શકે છે.





