Dream House: માત્ર ₹ 100માં આલિશાન ઘર ખરીદવાની સુવર્ણ તક, જાણો સ્થળ અને નિયમ

Golden Chance To Buy Your Dream House: ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. એક દેશમાં સરકાર માત્ર 100 રૂપિયામાં આલિશાન ઘર વેચી રહી છે. ચાલો જાણીયે ક્યાં મળી રહ્યું છે 100 રૂપિયામાં ઘર અને ખરીદીની શરતો

Golden Chance To Buy Your Dream House: ઘર ખરીદવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. એક દેશમાં સરકાર માત્ર 100 રૂપિયામાં આલિશાન ઘર વેચી રહી છે. ચાલો જાણીયે ક્યાં મળી રહ્યું છે 100 રૂપિયામાં ઘર અને ખરીદીની શરતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Home Scheme | house scheme | Affordable House | home buy

Home Buy Scheme : પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Affordable House : જો તમે નવું ઘર ખરીદવાનું વિચારો છો, અમે તમારા માટે ખુશખબર છે. હવે તમારું સપનાનું ઘર ખરીદવાનું સ્વપ્ન માત્ર 100 રૂપિયામાં સાકાર થઇ શકે છે. જી હા! યુરોપના એક શહેરમાં માત્ર 100 રૂપિયામાં આલિશાન ઘર મળી રહ્યા છે. આ શહેર તેના ઐતિહાસિક વારસા અને કુદરતી સંદુરતા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ચાલો જાણીયે ક્યાં મળી રહ્યું છે 100 રૂપિયામાં ઘર અને તેની શરતો

Advertisment

ફ્રાંસનું એમ્બર્ટ શહેર (Ambert)

યુરોપના ફ્રાંસના એક સુંદર શહેર એમ્બર્ટ (Ambert)માં માત્ર 1 યુરો એટલે કે, 100 રૂપિયામાં આલિશાન ઘર વેચાઇ રહ્યું છે. ફ્રાંસની સરકારે આ સુંદર શહેરમાં ઘર ખરીદવા માટે લોકોને બહુ આકર્ષક પ્રસ્તાવ આપ્યો છે. અહીંની નગરપાલિકાએ માત્ર 1 યુરોમાં ઘર ખરીદવાની યોજના શરૂ કરી છે.

યોજનાનો હેતુ

  • ખાલી મકાનોનો ફરી વપરાશ શરૂ કરવા
  • સ્થાનિક શાળા, દુકાનો અને જાહેર સંસ્થાઓને પુનર્જીવિત કરવી
  • આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું
  • નવા નાગરિકોને આકર્ષિક કરવા
  • શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા

મકાન ખરીદવાની શરત

ફ્રાંસના એમ્બર્ટ શહેરમાં માત્ર 100 રૂપિયામાં મકાન ખરીદવાનો ઓફર આકર્ષક દેખાય છે, જો કે તેની સાતે અમુક શરતો, નિયમો અને જવાબદારીઓ પણ આવે છે. સૌથી પહેલી શરત આ મકાનોને રિનોવેટ કરવા પડશે. ઘરની બહાર અને અંદર રિનોવેશન કરી તેને મોર્ડન લિવિંગ સ્ટાન્ડર્ડ અનુસાર બનાવવા પડશે. આ ઘર ખરીદનાર વ્યક્તિએ ઓછામાં ઓછા 3 વર્ષ સુધી રહેવું પડશે. આ નિયમનો હેતુ ઘર ખરીદનાર વ્યક્તિ નફો કમાવવા માટે ઘર ન ખરીદે, સ્થાનિક સમુદાયનો હિસ્સો બને. ઘર ખરીદનાર વ્યક્તિ અન્ય કોઇને ભાડે આપે શકશે નહીં. રિનોવેશનન કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પુરી કરવાની રહેશે. મકાનનું રિનોવેશન સ્થાનિક બાંધકામના નિયમો મુજબ કરવાનું રહેશે.

Advertisment

ઉલ્લેખનિય છે કે, ફક્ત ફ્રાંસ જ નહીં ઇટાલી, સ્પેન સહિત યુરોપના અન્ય દેશોમાં આવી યોજના ચાલે છે. આ યોજનાનો હેતુ ખાલી ગામ અને શહેરોને ફરી જીવીત કરવાનો છે.

બિઝનેસ વિશ્વ