GPT 5.2 Launched: OpenAI એ ચેટજીપીટી 5.2 લોન્ચ કર્યું, યુઝર્સને મળશે અઘરા સવાલના સચોટ જવાબ

ChatGPT 5.2 Release, Cost, Features And Performance : ઓપનએઆઈ એ ChatGPT 5.2 મોડલ લોન્ચ કર્યું છે, જે ગુગલના Gemini 3 ને ટક્કર આપશે. જુના વર્ઝનની તુલનામાં GPT 5.2 કામ અને લર્નિંગ બંનેમાં યુઝર્સને વધુ સચોટ રીતે જવાબ આપે છે.

Written by Ajay Saroya
December 12, 2025 13:55 IST
GPT 5.2 Launched: OpenAI એ ચેટજીપીટી 5.2 લોન્ચ કર્યું, યુઝર્સને મળશે અઘરા સવાલના સચોટ જવાબ
ChatGPT-5.2 Released : ઓપનએઆઈ એ ચેટજીપીટી 5.2 લોન્ચ કર્યું છે. (Photo: OpenAI)

OpenAI Releases GPT-5.2: OpenAI એ ChatGPT નું સૌથી એડવાન્સ વર્ઝન ChatGPT 5.2 લોન્ચ કર્યુ છે. કંપનીના મતે આ મોડલ દરરોજના પ્રોફેશનલ કામ માટે અત્યાર સુધીનું સૌથી ઉત્કૃષ્ઠ મોડલ છે. અગાઉના વર્ઝનની તુલનામાં GPT 5.2 ઘણી સારી રીતે સ્પ્રેડશીટ બનાવા, પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં, ઇમેજ સમજવામાં, કોડ લખવાનું અને લાંબા કન્ટેન્ટને સમજી શકે છે.

તમને જણાવી દઇયે કે, થોડાક અઠવાડિયા પહેલા જ ઓપનએઆઈ એ ચેટજીપીટી 5.1 લોન્ચ કર્યુ હતું, ત્યારબાદ ChatGPT ને ટક્કર આપવા ગૂગલે તેના એઆઈ મોડલ Gemini નું નવું વર્ઝન રજૂ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બરની શરૂઆતમાં Google એ Gemini 3 ના પ્રત્યુત્તરમાં CEO સેમ ઓલ્ટમેને કંપનીમાં ઇન્ટરનલ Code Red જારી કર્યુ હતુ, ત્યારબાદ ઘણા બિનજરૂરી પ્રોજેક્ટ રોકી દેવામાં આવ્યા હતા અને ટીમને ઝડપથી GPT 5.2 ના પ્રોજેક્ટમાં જોડવામાં આવી હતી.

GPT-5.2 : 3 મોડલ લોન્ચ થયા

ઓપનએઆઈ કંપનીએ GPT 5.2 અલગ અલગ ત્રણ મોડલમાં લોન્ચ કર્યું છે, જેમાં દરેકની પોતાની ખાસ ભૂમિકા છે. આ ત્રણેય મોડલ્સમાં GPT-5.2 Instant, GPT-5.2 Thinking અને GPT-5.2 Pro સામેલ છે. આ નવા અપગ્રેડમાં GPT-5.2 Instant ફાસ્ટ અને દરરોજની જરૂરિયાતો માટે બનાવેલા લાઇટ મોડલ છે, જ્યારે GPT-5.2 Thinking વાસ્તવિક દુનિયાના પ્રોફેશનલ અને મુશ્કેલ કામો માટે સૌથી એડવાન્સ મોડલ માનવામાં આવી રહ્યું છે. તો GPT-5.2 Pro ને OpenAI એ પોતાનું અત્યાર સુધીનું સૌથી સ્માર્ટ અને વિશ્વાસપાત્ર મોડલ ગણાવ્યું છે.

વિઝન કેપેલિબિટીમાં મોટું અપગ્રેડ

ChatGPT 5.2 ને ઘણા અપગ્રેડ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી જુના વર્ઝનની તુલનામાં GPT 5.2 કામ અને લર્નિંગ બંનેમાં યુઝર્સને વધુ સચોટ રીતે જવાબ આપે છે. GPT 5.2 વિશે કંપનીનું કહેવું છે કે, ડેવલપર્સ માટે ChatGPT 5.2 ને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. તેમા જનરલ ઇન્ટેલિજન્સ, લોંગ કોન્ટેક્સ્ટ સમજ, એન્જેંટિક ટુલ કોલિંગ અને વિઝન કેપેબિલિટીમાં મોટું અપગ્રેડ આપવામાં આવ્યું ચે. ChatGPTનું નવું મોડલ તમામ ડેવલપર્સ માટે ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ