Oppo A18: Oppo A18 સ્માર્ટફોન 128GB સ્ટોરેજ વિકલ્પ સાથે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Oppo A18 : Oppo A18 સ્માર્ટફોનમાં Android 13, 8 મેગાપિક્સલનો પ્રાઈમરી રિયર કેમેરા જેવા ફીચર્સ છે.Oppo A18 સ્માર્ટફોન હવે 64 GB અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે ખરીદી શકાય છે.વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
October 17, 2023 08:51 IST
Oppo A18: Oppo A18 સ્માર્ટફોન 128GB સ્ટોરેજ વિકલ્પ સાથે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
Oppo A18 સ્માર્ટફોન લોન્ચ

Oppo A18 : Oppoએ તાજેતરમાં ભારતમાં તેનો Oppo A18 સ્માર્ટફોન લૉન્ચ કર્યો છે. Oppo A18 લોન્ચ સમયે 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. હવે Oppoનો આ ફોન 128 GB સ્ટોરેજ સાથે ખરીદી શકાય છે. Oppo A18માં 4 GB રેમ, 128 GB સ્ટોરેજ અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા જેવા ફીચર્સ છે. Oppo A18 ની કિંમત અને ફીચર્સ વિશે બધું જાણો…

Oppo A18 કિંમત અને અવેલેબલ

Oppo A18નું 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ 11,499 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ હેન્ડસેટ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જ્યારે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 9,999 રૂપિયામાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો: WhatsApp Latest Features: વોટ્સએપ પર સ્ક્રીન શેરિંગથી લઈને ચેટને લૉક કરવા અને મેસેજને એડિટ કરવા સુધી, આ શાનદાર ફીચર્સ 2023માં લોન્ચ

Oppo A18 સ્પેસિફિકેશન

Oppo A18 સ્માર્ટફોન એક બજેટ ફોન છે જે ઘણા શાનદાર ફીચર્સ સાથે આવે છે. Oppoના આ હેન્ડસેટમાં 6.56 ઇંચની LCD ડિસ્પ્લે છે જે HD+ રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90Hz છે અને પીક બ્રાઈટનેસ 720 nits છે. હેન્ડસેટમાં MediaTek Helio G85 પ્રોસેસર છે. ફોનમાં 4GB રેમ છે. હેન્ડસેટમાં 64 જીબી અને 128 જીબી સ્ટોરેજનો વિકલ્પ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે.

આ પણ વાંચો: Samsung Galaxy A05, A05s: સેમસંગના બે સસ્તા સ્માર્ટફોનની માર્કેટમાં એન્ટ્રી, 128GB સુધી સ્ટોરેજ અને 50MP કેમેરા, જાણો અન્ય ફીચર્સ

Oppoનો આ ફોન Android 13 આધારિત ColorOS 13.1 પર ચાલે છે. ફોટોગ્રાફી માટે, Oppo A18માં 8 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો અવેલેબલ છે. ફોનમાં 3.5 mm હેડફોન જેક, ફિંગરપ્રિન્ટ સેન્સર અને USB Type-C પોર્ટ છે.

કનેક્ટિવિટી માટે, Oppo A18માં 5G સપોર્ટ, ડ્યુઅલ-બેન્ડ Wi-Fi, બ્લૂટૂથ 5.3 અને GNSS જેવા ફીચર્સ છે. નોંધનીય છે કે ડિવાઇસને પાવર આપવા માટે 5000mAh બેટરી આપવામાં આવી છે. હેન્ડસેટ સ્પ્લેશ પ્રતિકાર માટે IP54 રેટિંગ ધરાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ