/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Oppo-A3-5G-Launched-In-India.jpg)
Oppo A3 5G Smartphone: ઓપ્પો એ3 5જી સ્માર્ટફોન. (Photo: @@OPPOIndia)
OPPO A3 5G Launched In India: ઓપ્પો દ્વારા એ-સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ઓપ્પો એ3 5જી (Oppo A3 5G) ભારતમાં લોન્ચ કર્યો છે. નવો ઓપ્પો એ3 5જી સ્માર્ટફોન મિલિટરી-ગ્રેડ રેઝિસ્ટન્સ અને મલ્ટીપલ લિક્વિડ રેઝિસ્ટન્સ સાથે આવે છે. ઓપ્પોના નવા ફોનમાં 50MPનો ડ્યુઅલ રિયર કેમેરો, 5100mAhની મોટી બેટરી અને 6GB રેમ છે. આવો તમને ઓપ્પોના નવા સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિસ્તારથી જણાવીએ.
ઓપ્પો એ3 5જી કિંમત (OPPO A3 5G Price)
ઓપ્પો એ3 5જી સ્માર્ટફોન 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ઓશન બ્લૂ અને નેબ્યુલા રેડ કલરમાં ઉપલબ્ધ છે. ઓપ્પોના નવા ફોનને 15999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન ઓપ્પો ઇન્ડિયાના ઇ-સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
ઓપ્પો એ3 5જી ફીચર્સ (OPPO A3 5G Features)
Introducing the new OPPO A3 5G!
Tough, bright and fast. With military-grade protection, a stunning 120Hz display, and lightning-fast charging, OPPO A3 5G is built to last.
Grab yours now: https://t.co/mHBvdzz6x6pic.twitter.com/t1BzAbmUxl— OPPO India (@OPPOIndia) August 19, 2024
ઓપ્પો એ3 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એલસીડી સ્ક્રીન છે જે એચડી + (1604 × 720 પિક્સલ) રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 1000 નિટ્સ અને ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટઝ છે. આ ડિવાઇસમાં ગ્રાફિક્સ માટે મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર અને માલી-જી57 જીપીયુ આપવામાં આવ્યું છે.
ઓપ્પોના આ હેન્ડસેટમાં 6જીબી રેમ મળે છે. ડિવાઇસમાં 6જીબી સુધી રેમ વર્ચ્યુઅલ એક્સપેંડ કરી શકાયછે. Oppo A3 5Gમાં 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આ ફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ColorOS 14 સાથે આવે છે.
OPPO A3 5G:
- MediaTek Dimensity 6300
- 6.67" LCD, 120Hz
- 50MP + 2MP rear, 5MP front
- 6GB RAM, 128GB storage
- 5,100mAh, 45W charging
- MIL-STD 810H, SplashProof
- NFC#OPPO#OppoA35Gpic.twitter.com/lmq7xMJHQu— choqao (@choqao) August 19, 2024
ઓપ્પો એ3 5જીમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ પોટ્રેટ સેન્સર સાથે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનમાં 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ડિવાઇસને પાવર આપવા માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે, જે 45W સુપરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક ફીચર, 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસને એમઆઇએલ-એસટીડી 810એચ રેટિંગ, મલ્ટિપલ લિક્વિડ રેઝિસ્ટન્સ, એસજીએસ ડ્રોપ-રેઝિસ્ટન્સ સર્ટિફિકેશન અને એસજીએસ મિલિટરી સ્ટાન્ડર્ડ સર્ટિફિકેશન મળે છે.
આ પણ વાંચો | Redmi A3x: 7000થી સસ્તો રેડમી એ3એક્સ સ્માર્ટફોન લોન્ચ, 8 જીબી સુધી રેમ અને 5000mah બેટરી, જાણો ખાસિયતો
ઓપ્પો એ3 5જી સ્માર્ટફોન માં ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ, બ્લૂટૂથ 5.3, જીપીએસ જેવા કનેક્ટિવિટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 165.7 × 76 × 7.7 mm અને વજન 187 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us