Oppo A3 : ઓપ્પો એ3 (Oppo A3) સ્માર્ટફોન કંપની દ્વારા મંગળવારે (2 જુલાઈ) એ ચીનમાં લોન્ચ કર્યો છે. નવા A-સિરીઝ સ્માર્ટફોન ઓપ્પો A3 પ્રોનું લોન્ચિંગ કર્યાના થોડા મહિનાઓ લોન્ચ થયો છે . Oppo A3 ત્રણ કલર ઓપ્શનમાં અવેલબલ છે અને Qualcomm ના Snapdragon 695 5G ચિપસેટ પર ચાલે છે, જેમાં 12GB RAM અને મહત્તમ 512GB સ્ટોરેજ ઓનબોર્ડ છે. 5,000mAh બેટરી, 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા યુનિટ, 45W ચાર્જિંગ સપોર્ટ અને IP65-રેટેડ બિલ્ડ એ Oppo A3ની અન્ય મુખ્ય વિશેષતાઓ છે.
Oppo A3 (ઓપ્પો એ3) : કિંમત
Oppo A3 ની કિંમત 8GB + 256GB વર્ઝન માટે CNY 1,599 (આશરે ₹ 18,000) છે. 12GB + 256GB અને 12GB + 512GB વેરિઅન્ટની કિંમત અનુક્રમે CNY 1,799 (આશરે ₹ 21,000) અને CNY 2,099 (અંદાજે ₹ 25,000) છે. તે માઉન્ટેન સ્ટ્રીમ ગ્રીન, ઓરોરા પર્પલ અને ક્વાયટ સી બ્લેક (ચીનીમાંથી અનુવાદિત) કલરમાં અવેલેબલ છે. આ હેન્ડસેટ હાલમાં ચીનમાં ઓપ્પો ઓનલાઈન સ્ટોર દ્વારા પ્રી-ઓર્ડર માટે છે અને 5 જુલાઈથી તેનું વેચાણ શરૂ થશે.
આ પણ વાંચો: Jio Airtel Vi Recharge Plan: જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા કોનો રિચાર્જ પ્લાન સૌથી સસ્તો? જાણો ફાયદા
ઓપ્પો એ3 (Oppo A3) : સ્પેશીફીકેશન
ડ્યુઅલ-સિમ (નેનો) Oppo A3 ColorOS 14.0 પર ચાલે છે અને 120Hz રિફ્રેશ રેટ, 394ppi પિક્સેલ ડેન્સિટી અને 240Hz સુધીના ટચ રેટ સાથે 6.7-ઇંચ ફુલ-HD+ (1,080×2,412 પિક્સેલ્સ) AMOLED ડિસ્પ્લે ધરાવે છે. ડિસ્પ્લેને મેન્યુઅલ પીક બ્રાઇટનેસ 600nits અને સનલાઇટમાં 1,200nits સુધીની પીક બ્રાઈટનેસ આપવા આવે છે. તે ઓક્ટા-કોર 6nm સ્નેપડ્રેગન 695 5G ચિપસેટ પર ચાલે છે જેમાં 12GB LPDDR4X રેમ અને 512GB UFS 2.2 સ્ટોરેજ છે. ઓનબોર્ડ મેમરીને વર્ચ્યુઅલ રીતે અનયુઝડ સ્ટોરેજનો ઉપયોગ કરીને 24GB સુધી વધારી શકાય છે.
કેમેરા ફ્રન્ટ પર, Oppo A3 માં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ છે જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર છે જેમાં 2-મેગાપિક્સલના પોટ્રેટ કેમેરાની સાથે ઓટોફોકસ સપોર્ટ છે. ફોનમાં 8-મેગાપિક્સલનો સેલ્ફી શૂટર છે અને તેમાં IP65-રેટેડ બિલ્ડ છે.
આ પણ વાંચો: ભારતની પ્રથમ સીએનજી બાઈક થી લઇ BMW કાર અને ઇલેક્ટ્રિક સ્કૂટર સુધી, જુલાઇમાં લોન્ચ થનાર વાહનોની યાદી
કનેક્ટિવિટી માટે, Oppo A3માં 5G, 4G LTE, Wi-Fi 5, Bluetooth 5.1, Beidou, Glonass, Galileo, GPS, QZSS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે. ઓનબોર્ડ સેન્સરમાં એક્સેલરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ગ્રેવીટી સેન્સર, ગાયરોસ્કોપ, જીઓમેગ્નેટિક સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સરનો સમાવેશ થાય છે. તે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર ધરાવે છે અને ફેસ રેંકિંગનીશન સિસ્ટમને સપોર્ટ કરે છે.
Oppo A3 માં 45W ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે. બેટરી ચાર વર્ષ સુધી ડ્યુરેબિલીટી પ્રદાન કરે છે, જ્યારે ઝડપી ચાર્જિંગ ટેકનોલોજી 30 મિનિટમાં ઝીરોથી 50 ટકા સુધી બેટરી ફીલ કરે છે. દસ મિનિટના ચાર્જિંગથી 1.53 કલાક સુધીનો વીડિયો પ્લેબેક સમય વિતરિત કરવાનો દાવો કરવામાં આવે છે.