Oppo A3X 5G Launch: ઓપ્પો એ3એક્સ 5જી સ્માર્ટફોન 5100mAh બેટરી સાથે ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Oppo A3X 5G Price And Features: ઓપ્પો એ3એક્સ 5જી સ્માર્ટફોન ડિવાઇસમાં 5100mAh બેટરી, 120Hz ડિસ્પ્લે અને 128GB સુધી સ્ટોરેજ જેવા ફિચર્સ સાથે ભારતમાં લોન્ચ થયો છે. જાણો કિંમત અને ખાસિયતો

Oppo A3X 5G Price And Features: ઓપ્પો એ3એક્સ 5જી સ્માર્ટફોન ડિવાઇસમાં 5100mAh બેટરી, 120Hz ડિસ્પ્લે અને 128GB સુધી સ્ટોરેજ જેવા ફિચર્સ સાથે ભારતમાં લોન્ચ થયો છે. જાણો કિંમત અને ખાસિયતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
oppo a3x 5g launch | oppo a3x 5g smartphone | oppo a3x 5g features | oppo a3x 5g camera | oppo a3x 5g battery | oppo a3x 5g specifications

Oppo A3X 5G Price: ઓપ્પો એ3એક્સ સ્માર્ટફોન બે વેરિયન્ટ 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ ઉપલબ્ધ છે. (Photo: Social Media)

Oppo A3X 5G Price And Features: ઓપ્પો એ પોતાનો નવો 5G સ્માર્ટફોન ઓપ્પો એ3એક્સ 5જી ભારતમાં લોન્ચ કર્યો છે. ઓપ્પો એ3એક્સ 5જી કંપનીનો નવો સ્માર્ટફોન છે અને તેને મિલિટરી-ગ્રેડ એમઆઇએલ એસટીડી-810એચ ડ્યુરેબિલિટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ફોન સ્પ્લેશ ટચ ટેકનોલોજી સાથે આવે છે. આ ડિવાઇસમાં 5100mAhની બેટરી, 120Hz ડિસ્પ્લે અને 128GB સુધી સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો લેટેસ્ટ ઓપ્પો એ3એક્સ 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે

Advertisment

ઓપ્પો એ3એક્સ કિંમત (Oppo A3x 5G Price)

ઓપ્પો એ3એક્સ સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 12499 રૂપિયામાં ખરીદી શકાય છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 13499 રૂપિયામાં ઉપલબ્ધ છે.

ઓપ્પોનો આ ફોન ઓપ્પોના ઓનલાઇન સ્ટોર અને ઓફલાઇન પાર્ટનર રિટેલ સ્ટોર પર ખરીદવા માટે 7 ઓગસ્ટથી શરૂ થશે. હેન્ડસેટને બેંક ઓફ બરોડા, વનકાર્ડ, આઇડીએફસી ફર્સ્ટ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કોટક મહિન્દ્રા બેંક કાર્ડ દ્વારા ખરીદી શકાય છે. આ ઓફર ઈએમઆઈ અને નોન ઈએમઆઈ બંને ટ્રાન્ઝેક્શન પર લાગુ છે. ફોનને 9 મહિના સુધીની નો-કોસ્ટ ઇએમઆઇ પર પણ ખરીદી શકાય છે.

ઓપ્પો એ3એક્સ ફીચર્સ, સ્પેસિફિકેશન્સ

ઓપ્પો એ3એક્સ એક સસ્તું મિડ-રેન્જ ડિવાઇસ છે જે 5G કનેક્ટિવિટી સાથે આવે છે. ફોનમાં ફ્લેટ એજ અને બેક પેનલ પર સિંગલ-ટોન ફિનિશ મળે છે. ફોનમાં સ્પ્લેશ ટચ ટેકનોલોજી છે જેથી યુઝર્સ હાથ ભીના હોય ત્યારે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે.

Advertisment

ઓપ્પો એ3એક્સમાં 6.67 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે, જે ફુલએચડી+ રિઝોલ્યુશન ઓફર કરે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 1000 નીટ્સ પીક બ્રાઇટનેસ છે. ડિવાઇસમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 પ્રોસેસર અને ગ્રાફિક્સ માટે માલી-જી57 એમસી2 આપવામાં આવ્યું છે.

ઓપ્પોના આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ColorOS છે. ડિવાઇસમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ અને 4 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ સ્માર્ટફોનમાં પાવર આપવા માટે 5100mAh બેટરી આપવામાં આવી છે, જે 45W સુપરવીઓક ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં ડ્યુઅલ સિમ, 5જી, 4જી એલટીઇ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.2 અને જીપીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો | રિયલમી 13 સીરીઝના બે સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, જાણો બંને માંથી કોણ સૌથી બેસ્ટ છે?

ઓપ્પો એ3એક્સ સ્માર્ટફોન માં 8 મેગાપિક્સલ પ્રાઇમરી અને 0.08 મેગાપિક્સલ આસિસ્ટન્ટ લેન્સ છે. સાથે જ સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ઓપ્પો એ3એક્સ 5જી સ્માર્ટફોનમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં 3.5 એમએમ હેડફોન જેક મળે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G