OPPO A5 Pro 5G: ઓપ્પનો સૌથી સુરક્ષિત ફોન; પાણી, સોડા જેવા 18 પ્રવાહીથી કોઇ નુકસાન નહીં

OPPO A5 Pro 5G Price And Features: ઓપ્પો એ5 પ્રો 5જી સ્માર્ટફોન 5800mAhની બેટરી અને 50 એમપીના રિયર કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપ્પોનું કહેવું છે કે કોફી, ચા, દૂધ, સોડા, પાણી સહિત 18 પ્રકારના પ્રવાહીથી ફોનને નુકસાન નહીં થાય.

Written by Ajay Saroya
April 24, 2025 17:09 IST
OPPO A5 Pro 5G: ઓપ્પનો સૌથી સુરક્ષિત ફોન; પાણી, સોડા જેવા 18 પ્રવાહીથી કોઇ નુકસાન નહીં
OPPO A5 Pro 5G Price And Features: ઓપ્પો એ5 પ્રો 5જી સ્માર્ટફોન IP69 રેટિંગ સાથે આવે છે અને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ ધરાવે છે. (Photo: @OPPOIndia)

OPPO A5 Pro 5G Launch : ઓપ્પો એ5 પ્રો 5જી સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો છે. ઓપ્પો એ5 પ્રો 5જીમાં 6.67 ઇંચની એચડી+ 120હર્ટ્ઝ એલસીડી સ્ક્રીન આપવામાં આવી છે. ઓપ્પોનો લેટેસ્ટ સ્માર્ટફોન 360 ડિગ્રી આર્મર બોડી અને એક્સ્ટ્રીમ વોટરપ્રૂફિંગ સાથે આવે છે, જે ભારે ગરમી, વધુ પડતું પાણી અને ખૂબ જ ઠંડી જેવી આત્યંતિક પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે. ડિવાઇસમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો, 5800mAhની મોટી બેટરી આપવામાં આવી છે. જાણો લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનમાં શું છે ખાસ

Oppo A5 Pro 5G Specifications : ઓપ્પો એ5 પ્રો 5જી સ્પેસિફિકેશન્સ

ઓપ્પો એ5 પ્રો 5જી સ્માર્ટફોનને 14 મિલિટ્રી ગ્રેડ એન્વાયર્મેન્ટલ ટેસ્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન IP66, IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે અને ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ ધરાવે છે. ઓપ્પોનું કહેવું છે કે કોફી, ચા, દૂધ, સોડા, પાણી સહિત 18 પ્રકારના પ્રવાહીથી ફોનને નુકસાન નહીં થાય.

સ્ક્રીન પ્રોટેક્શન માટે ઓપ્પોના આ સ્માર્ટફોનને કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 7આઇ આપવામાં આવ્યો છે. ડિવાઇસમાં 6.67 ઇંચ (1604 x 720 પિક્સલ) એચડી + સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. સ્ક્રીન 1000 નીટ પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.

ઓપ્પો એ5 પ્રો 5જી સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડિમેન્સિટી6300 6nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં Arm Mali-G57 MC2 GPU છે. આ સ્માર્ટફોનમાં 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ઓપ્પોનો આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15 સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

ઓપ્પો એ5 પ્રો 5જી સ્માર્ટફોન માં એપર્ચર એફ / 1.8 સાથે 50MP નો પ્રાઇમરી રિયર કેમેરો છે, જે 2 મેગાપિક્સલનો મોનોક્રોમ કેમેરો છે. ડિવાઇસમાં એપર્ચર એફ / 2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો પણ આપવામાં આવ્યો છે. ફોનમાં સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટનું ડાયમેન્શન 164.82×75.53×7.76 એમએમ છે અને તેનું વજન 194 ગ્રામ છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5800mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જેમાં 45W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, ડ્યુઅલ 4G VoLTE, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, ગ્લોનાસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

OPPO A5 Pro 5G Price : ઓપ્પો એ5 પ્રો 5જી કિંમત

ઓપ્પો એ5 પ્રો 5જી સ્માર્ટફોન ફેધર બ્લૂ અને મોચા બ્રાઉન કલરમાં ઉપલબ્ધ છે. ડિવાઇસના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. આ ફોનને આજથી એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ઓપ્પો સ્ટોર અને લીડિંગ રિટેલ સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો | રિયલમી જીટી7 સ્માર્ટફોન 7200mAhની બેટરી સાથે લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણો

OPPO A5 Pro 5G Launch offer : ઓપ્પો એ5 પ્રો 5જી લોન્ચ ઓફર

ઓપ્પો એ5 પ્રો 5જી સ્માર્ટફોનને એસબીઆઈ, આઈડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક અને ડીબીએસ ક્રેડિટ કાર્ડ સાથે 10 ટકા ઇન્સ્ટન્ટ કેશબેક (1500 રૂપિયા સુધી) સાથે ખરીદી શકાય છે. આ ઉપરાંત નો-કોસ્ટ ઈએમઆઈ ઓફર પણ ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ