OPPO 5G સ્માર્ટફોન 14000 થી ઓછી કિંમતે લોન્ચ, 6000mah બેટરી અને 32MP કેમેરા

OPPO A5x 5G Smartphone Price And Features: ઓપ્પો એ5એક્સ 5જી સ્માર્ટફોન 1000 નિટ્સ પીક બ્રાઇટનેસ, 32MP રિયર કેમેરા, મિલિટરી ગ્રેડ ડ્યુરબિલિટી અને 128 જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે આવે છે.

OPPO A5x 5G Smartphone Price And Features: ઓપ્પો એ5એક્સ 5જી સ્માર્ટફોન 1000 નિટ્સ પીક બ્રાઇટનેસ, 32MP રિયર કેમેરા, મિલિટરી ગ્રેડ ડ્યુરબિલિટી અને 128 જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OPPO A5x 5G Launch | OPPO A5x 5G price | OPPO phone | OPPO mobile | OPPO smartphone

OPPO A5x 5G Price : ઓપ્પો એ5એક્સ 5જી સ્માર્ટફોન લોન્ચ. (Photo: Social Media)

OPPO A5x 5G Launch: ઓપ્પોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ OPPO A5x 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo A5x 5G કંપનીનો નવો ફોન છે, જે ગત વર્ષ એટલે કે 2024માં લોન્ચ થયેલા A3x 5Gનું અપગ્રેડ છે. નવો ઓપ્પો એ5એક્સ 5જી સ્માર્ટફોન 1000 નિટ્સ પીક બ્રાઇટનેસ, 32MP રિયર કેમેરા, મિલિટરી ગ્રેડ ડ્યુરબિલિટી અને 128 જીબી સ્ટોરેજ જેવા ફીચર્સ સાથે ઉપલબ્ધ છે. ઓપ્પોના આ હેન્ડસેટમાં શું છે ખાસ? જાણો કિંમત અને ફીચર્સની દરેક વિગત

Advertisment

OPPO A5x 5G Price : ઓપ્પો એ5એક્સ 5જી કિંમત

Oppo A5X 5G સ્માર્ટફોનને ભારતમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 13,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ફોન મિડનાઇટ બ્લૂ, વ્હાઇટ કલરમાં ખરીદી શકાય છે.

Xiaomi Civi 5 Pro: 6000mAhની મોટી બેટરી, 50MPનો ફ્રન્ટ કેમેરો, વિસ્ફોટક Xiaomi સ્માર્ટફોન, જાણો કિંમત

આ ડિવાઇસ એમેઝોન, ફ્લિપકાર્ટ, ઓપ્પો સ્ટોર સહિતના મોટા રિટેલ સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ 5જી સ્માર્ટફોનનું વેચાણ 25 મેથી શરૂ થશે. આ સ્માર્ટફોન એસબીઆઇ કાર્ડ, આઇડીએફસી ફર્સ્ટ બેંક, બેંક ઓફ બરોડા, ફેડરલ બેંક અને ડીબીએસ બેંક સાથે ફોન ખરીદવા પર 1000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 3 મહિનાની નો-કોસ્ટ ઇએમઆઇ જેવી ઓફર્સ મળશે.

Advertisment

OPPO A5x 5G Specifications : ઓપ્પો એ5એક્સ 5જી સ્પેસિફિકેશન

ઓપ્પો એ5એક્સ 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચ (1604 x 720 પિક્સલ) એચડી + સ્ક્રીન આવે છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને પીક બ્રાઇટનેસ 1000 નીટ્સ છે. હેન્ડસેટમાં મીડિયાટેક ડિમેન્સિટી 6300 6nm પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનમાં ARM Mali-G57 MC2@1072MHz GPU આવે છે.

OPPO A5x 5Gમાં 4GB રેમ સાથે 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ આપવામાં આવ્યો છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. હેન્ડસેટ ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનને એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15 સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

ફોટોગ્રાફી માટે Oppo A5X 5Gમાં અપાર્ચર F/ 1.85 સાથે 32 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં એપર્ચર એફ / 2.2 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ઓપ્પોને પાવર આપવા માટે આ ફોનમાં 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે ડિવાઇસમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.1, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપકરણનું ડાયમેન્શન 165.71×76.24×7.99 મીમી છે અને તેનું વજન 193 ગ્રામ છે. હેન્ડસેટમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે.

આ પણ વાંચો | 108MP કેમેરા અને 512GB સ્ટોરેજ સાથે Infinix GT 30 પ્રો 5G સ્માર્ટફોન લોન્ચ

OPPO A5x 5G મિલિટરી-ગ્રેડ ડ્યુરબિલિટી (એમઆઇએલ-એસટીડી-810એચ) ઓફર કરે છે. આ સ્માર્ટફોન ડસ્ટ અને વોટર-રેઝિસ્ટન્ટ છે અને તે IP65 રેટિંગ સાથે આવે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ