સિંગલ ચાર્જમાં 40 દિવસ સુધી ચાલુ રહેશે ફોન, 7000mAh બેટરી સાથે Oppo A6 Pro 5G ભારતમાં લોન્ચ, જાણો કિંમત

Oppo A6 Pro 5G Launch Price : ઓપ્પો એ6 પ્રો 5જી સ્માર્ટફોન ભારતમાં 7000mAh બેટરી, 256GB સ્ટોરેજ અને મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Oppo A6 Pro 5G Launch Price : ઓપ્પો એ6 પ્રો 5જી સ્માર્ટફોન ભારતમાં 7000mAh બેટરી, 256GB સ્ટોરેજ અને મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ જેવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. જાણો કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

author-image
Ajay Saroya
New Update
Oppo A6 Pro 5G Launch Price Specifications

Oppo A6 Pro 5G Price Specifications : ઓપ્પો એ6 5જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. Photograph: (Oppo India)

Oppo A6 Pro 5G Launch : ચાઇનીઝ સ્માર્ટફોન કંપની ઓપ્પો એ ભારતમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન Oppo A6 Pro 5G લોન્ચ કર્યો છે. આ એ સિરીઝના આ લેટેસ્ટે ઓપ્પો એ 6 પ્રો 5જી ફોનમાં મોટી 7000mAh બેટરી મળે છે, જે 40 દિવસ સુધીનો સ્ટેન્ડબાય ટાઇમ મેળવવાનો દાવો કરે છે. ફોનમાં 50 એમપી પ્રાઇમરી કેમેરા, મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ જેવા ફીચર્સ છે. ઓપ્પોનો આ ફોન 256 જીબી સુધી સ્ટોરેજ સાથે આવે છે. ચાલો નવા Oppo A6 Pro 5G સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે જાણીયે

Advertisment

Oppo A6 Pro 5G Price in India : ભારતમાં ઓપ્પો A6 પ્રો 5G કિંમત

ઓપ્પો એ 6 પ્રો 5જી ફોનની કિંમત 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 21,999 રૂપિયા છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,999 રૂપિયા છે. કંપની એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી બેંક કાર્ડ્સ પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.

આ ફોનને ભારતમાં ઓપ્પોના ઓનલાઇન સ્ટોર પરથી ખરીદી શકાય છે. આ ડિવાઇસને ઓરોરા ગોલ્ડ અને કેપ્પુસિનો બ્રાઉન કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે.

Oppo A6 Pro 5G Specifications : ઓપ્પો A6 પ્રો 5G સ્પેસિફિકેશન્સ

ઓપ્પો એ 6 પ્રો 5જી ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. આ ફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ  ColorOS 15 સાથે આવે છે. હેન્ડસેટમાં 6.75-ઇંચની એચડી + (720×1,570 પિક્સેલ) એલસીડી સ્ક્રીન છે જે 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીનમાં 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ અને 1125 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. આ સ્ક્રીન 256 પીપીઆઈ પિક્સેલ ડેન્સિટી આપે છે. ફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 6300 ચિપસેટ છે. આ ડિવાઇસમાં 8 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. ફોનમાં 256 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.

Advertisment

પ્પો એ 6 પ્રો 5જી ફોનમાં એપરચર એફ / 1.8 સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે. ઉપરાંત એપરચર એફ / 2.4 સાથે 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર પણ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. નવો હેન્ડસેટ 1080fp પર 60 પિક્સેલ સુધીના વીડિયો રેકોર્ડ કરી શકે છે.

ઓપ્પોના આ ફોનને પાવર આપવા માટે 7000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W SuperVOOC વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ટેક કંપનીનો દાવો છે કે સ્માર્ટફોન 40 દિવસ સુધીની બેટરી લાઇફ આપે છે. ફોન 64 મિનિટમાં 0 થી 100 ટકા સુધી ચાર્જ થાય છે. આ સ્માર્ટફોનમાં પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ઇ-કંપાસ અને એક્સિલરોમીટર આપવામાં આવ્યું છે.

ઓપ્પો એ 6 પ્રો 5જી મોબાઇમાં કનેક્ટિવિટી માટે 5 જી, 4 જી એલટીઇ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.4 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. કંપનીનો દાવો છે કે આ હેન્ડસેટ IP69 રેટિંગ સાથે આવે છે, જે વોટરપ્રુફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા દર્શાવે છે. આ ડિવાઇસનું માપ 166.6×78.5×8.6mm છે અને તેનું વજન લગભગ 216 ગ્રામ છે.

બિઝનેસ ટેકનોલોજી સ્માર્ટફોન