Oppo A60 : ઓપ્પો એ60 ના ફીચર્સ લીક, 50MP કેમેરા અને 45W સાથે અફોર્ડેબલ કિંમતમાં થશે ઉપલબ્ધ

Oppo A60 : ઓપ્પો એ60 4જી ફોનમાં 8 જીબી રેમ, 90 હર્ટ્ઝ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 680 ચિપસેટ હોવાનું કહેવાય છે. વધુમાં અહીં વાંચો.

Oppo A60 : ઓપ્પો એ60 4જી ફોનમાં 8 જીબી રેમ, 90 હર્ટ્ઝ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 680 ચિપસેટ હોવાનું કહેવાય છે. વધુમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Oppo A60 4g

ઓપ્પો એ60 4જી ના ફીચર્સ લીક, 50MP કેમેરા અને 45W સાથે અફોર્ડેબલ કિંમતમાં થશે ઉપલબ્ધ (Oppo)

Oppo A60 4g : ઓપ્પો (Oppo) ની A સીરીઝમાં વધુ એક નવો સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. જે એફોર્ડેબલ સ્માર્ટફોન પણ હશે. એક રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, આ ઓપ્પો એ60 4જી (Oppo A60 4G) સ્માર્ટફોન હશે, જેના રેન્ડર પણ લીક થઈ ગયા છે. આ સ્માર્ટફોન તાજેતરમાં Google Play Console પર જોવા મળ્યો હતો.

Advertisment
Oppo A60 4g smartphone
ઓપ્પો એ60 4જી ના ફીચર્સ લીક, 50MP કેમેરા અને 45W સાથે અફોર્ડેબલ કિંમતમાં થશે ઉપલબ્ધ (Oppo)

પરંતુ તેની ડિઝાઈન વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. હવે તેની ડિઝાઇન પણ રેન્ડર દ્વારા જાહેર કરવામાં આવી છે. ઓપ્પો એ60 4જી ફોનમાં 8 જીબી રેમ, 90 હર્ટ્ઝ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 680 ચિપસેટ હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: HMD Smartphone : એચએમડીના જાતે રીપેર કરી શકાય એવા એચએમડી પલ્સ, પલ્સ પ્રો અને પલ્સ પ્લસ સ્માર્ટફોન લોન્ચ, જાણો ડિટેલ્સ

Advertisment

Oppo A60 4G : ફીચર્સ

Oppo A60 4G કંપનીનો અપકમિંગ સસ્તો સ્માર્ટફોન હશે. તેના રેન્ડર જાહેર કરવામાં આવ્યા છે જે તેની ફ્રન્ટ અને બેક પેનલની ડિઝાઇનને દર્શાવે છે. ટીપસ્ટર સુધાંશુ અંભોરે 91 મોબાઈલ સાથે મળીને આ રેન્ડર શેર કર્યા છે. તેમાં 90Hz LCD ડિસ્પ્લે હશે. જેમાં 1604×720 પિક્સલ રિઝોલ્યુશનનું મેંશન છે. ફોનમાં 264 PPI પિક્સેલ ડેન્સિટી હશે. તેની ટોચની બ્રાઇટનેસ 950 nits હોવાનું કહેવાય છે. ફોનની પાછળની પેનલની ડિઝાઇન Oppo Reno10 જેવી જ છે. તે આગળના ભાગમાં પંચ હોલ કટઆઉટ સાથે છે. ટિપસ્ટરે અહીં ફોનના સ્પેસિફિકેશન પણ આપ્યા છે. તેમાં 90Hz LCD ડિસ્પ્લે હશે. જેમાં 1604×720 પિક્સલ રિઝોલ્યુશનનું મેંશન છે.

આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 680 ચિપસેટ સાથે આવી શકે છે. જેને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે જોડી શકાય છે. સ્ટોરેજ માટે 256 જીબીનો ઓપ્શન પણ જણાવવામાં આવ્યો છે. આમાં કેમેરા સેટઅપ 50MP+8MP+2MP હશે. તેની બેટરી ક્ષમતા 5000mAh હોવાનું કહેવાય છે. તે 45W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવી શકે છે.

આ પણ વાંચો: Xiaomi : શાઓમી પ્રથમ સ્નેપડ્રેગન 8 જનરેશન 4 સંચાલિત સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરશે

સ્માર્ટફોનની બાજુમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર હોઈ શકે છે. આ સિવાય તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ હશે. ફોનમાં 3.5mm હેડફોન જેક સપોર્ટ કરે છે. ફોનમાં ચાર્જિંગ માટે USB-C 2.0 સપોર્ટ આપવામાં આવ્યો છે. તેમાં Wi-Fi 6 પણ હશે. તેની જાડાઈ 7.68mm હોવાનું કહેવાય છે. ફોન Android 14 આધારિત ColorOS 14.0.1 સાથે આવી શકે છે. આ ફોનનું વજન 186 ગ્રામ હોવાનું કહેવાય છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ