/indian-express-gujarati/media/media_files/2026/01/15/oppo-a6c-launch-2026-01-15-15-52-22.jpg)
Oppo A6c Launch : ઓપ્પો એ 6 સી સ્માર્ટફોનને IP64 રેટિંગ મળ્યું છે. Photograph: (Oppo)
Oppo A6c Launch : ઓપ્પો કંપનીએ ચીનમાં તેની એ સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન ઓપ્પો એ6સી લોન્ચ કર્યો છે. Oppo A6cકંપનીનો બજેટ હેન્ડસેટ છે. તેમાં 6.75 ઇંચની મોટી એલસીડી ડિસ્પ્લે, 6500mAh બેટરી અને સ્નેપડ્રેગન 685 ચિપસેટ જેવા ફીચર્સ છે. નવો ઓપ્પો એ 6 સી સ્માર્ટફોન ડિસેમ્બરમાં લોન્ચ કરાયેલ કંપનીના ઓપ્પો એ 6 એક્સ 4 જીનું રિબ્રાન્ડેડ વર્ઝન લાગે છે. જાણો લેટેસ્ટ ઓપ્પો એ6સી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે દરેક વિગતો.
Oppo A6c Price : ઓપ્પો એ 6 સી કિંમત
ઓપ્પો એ 6 સી સ્માર્ટફોનના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 799 યુઆન (લગભગ 72,100 રૂપિયા) છે. આ હેન્ડસેટને ઓર્કિડ પર્પલ અને ઓલિવ ગ્રીન કલરમાં ઓપ્પોના ઓનલાઇન સ્ટોર દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.
Oppo A6c Features : ઓપ્પો એ 6 સી ફીચર્સ
ઓપ્પો એ 6 સી સ્માર્ટફોનમાં 6.75-ઇંચની એચડી + (1570×720 પિક્સેલ્સ) ફ્લેટ એલસીડી સ્ક્રીન છે જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 240 હર્ટ્ઝ સુધીના ટચ સેમ્પલિંગ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે 800 નિટ્સ સુધી ટિપિકલ બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.
આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 785 પ્રોસેસર અને એડ્રેનો 610 જીપીયુ આપવામાં આવ્યું છે. ફોનમાં 6 જીબી રેમ અને 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. માઇક્રોએસડી કાર્ડ દ્વારા સ્ટોરેજ વધારી શકાય છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOs 15 સાથે આવે છે.
Oppo A6c સ્માર્ટફોનમાં એપરચર એફ / 2.2 અને ઓટોફોકસ સાથે 13 મેગાપિક્સલનો પ્રાઇમરી રીઅર કેમેરા છે. કેમેરા 10x ડિજિટલ ઝૂમ ઓફર કરે છે. ફ્રન્ટ અને રિયર કેમેરા 1080 પિક્સેલ સુધી 30fps પર વીડિયો રેકોર્ડ કરી શકે છે.
આ પણ વાંચો | iPhone 17 ખરીદવાની અભૂતપૂર્વ તક, Republic Day Saleમાં ₹ 7000 થી વધુ બચત, જાણો ડિસ્કાઉન્ટ ઓફર
કનેક્ટિવિટી વિકલ્પોની વાત કરીએ તો, ઓપ્પો એ 6 સીમાં 4 જી એલટીઇ, વાઇ-ફાઇ 5, જીપીએસ, બ્લૂટૂથ, ઓટીજી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. આ ફોનમાં ડ્યુઅલ નેનો સિમ સ્લોટ આપવામાં આવ્યો છે. ડિવાઇસને IP64 રેટિંગ મળ્યું છે.
ઓપ્પો એ 6 સી સ્માર્ટફોન મોટી 6500mAh બેટરી દ્વારા સંચાલિત છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ નથી. આ ડિવાઇસનું માપ 166.61×78.51×8.61 mm છે અને તેનું વજન 210 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us