/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Oppo-A80-5G-Smartphone.jpg)
Oppo A80 5G Smartphone: ઓપ્પો એ80 5જી સ્માર્ટફોન IP54 રેટિંગ સાથે આવે છે. (Photo: @gizmochina)
Oppo A80 5G Launched: ઓપ્પો દ્વારા લેટેસ્ટ એ સિરીઝ ફોન ઓપ્પો એ80 5જી નેધરલેન્ડમાં લોન્ચ કર્યો છે. નવી એ80 5જી કંપનીના ઓપ્પો એ3 પ્રોનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. નવા ઓપ્પો એ3 સ્માર્ટફોનમાં 6.67 ઇંચની મોટી આઇપીએસ એલસીડી સ્ક્રીન, 5100 એમએએચની મોટી બેટરી અને 50 એમપી પ્રાઇમરી રિયર કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જાણો નવા ઓપ્પો એ80 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર.
Oppo A80 5G સ્પેસિફિકેશન્સ (Oppo A80 5G specifications)
ઓપ્પો એ80 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની આઇપીએસ એલસીડી સ્ક્રીન છે જે પંચ હોલ ડિઝાઇન સાથે આવે છે. સ્ક્રીન એચડી + રિઝોલ્યુશન પ્રદાન કરે છે અને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1000 નીટ છે. આ ડિવાઇસ એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ColorOS 14 સાથે આવે છે. સિક્યોરિટી માટે આ ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
ઓપ્પો એ80 5જી સ્માર્ટફોનમાં ડિમેન્સિટી 6300 ચિપસેટ છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે 5100mAhની બેટરી આપવામાં આવી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 8 જીબી રેમ અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
Oppo A80 5Gમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.3, યુએસબી ટાઇપ-સી પોર્ટ અને 3.5 એમએમ ઓડિયો જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ઓપ્પો 5જી સ્માર્ટફોન IP54 રેટિંગ સાથે આવે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 165.79 x 76.14 x 7.68mm અને વજન 186 ગ્રામ છે.
આ પણ વાંચો | ગુગલે ભારતમાં લોન્ચ કર્યો પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન, 16 GB રેમ અને 512 જીબી સ્ટોરેજ, જાણો કિંમત અને ફીચર્સ
Oppo A80 5G કિંમત Oppo A80 5G Price)
ઓપ્પો એ80 5જી સ્માર્ટફોન ને નેધરલેન્ડમાં 299 યુરો (લગભગ 27,600 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિવાઇસને સ્ટારી બ્લેક અને પર્પલ કલરમાં ખરીદી શકાય છે. આ ફોન બ્લેક કલરમાં ખરીદી માટે ઉપલબ્ધ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us