OPPO F27 5G : ઓપ્પો એફ27 5જી સ્માર્ટફોનની ભારતમાં એન્ટ્રી, 50MP કેમેરા અને 5000mAh બેટરી, જાણો કિંમત

OPPO F27 5G : ઓપ્પોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એફ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઓપ્પો એફ 27 5જીની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણીએ

OPPO F27 5G : ઓપ્પોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એફ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઓપ્પો એફ 27 5જીની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
oppo f27 5g launched in india, oppo f27 5g

OPPO F27 5G Launched : ઓપ્પોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એફ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.

OPPO F27 5G Launched : ઓપ્પોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એફ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવો ઓપ્પો એફ 27 5જી સ્માર્ટફોન હેલો લાઇટ સાથે ફ્લેગશિપ કોસમોસ રિંગ ડિઝાઇન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઓપ્પોના નવા સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6300 પ્રોસેસર, 50MP રિયર અને 32MP ફ્રન્ટ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઓપ્પો એફ 27 5જીની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણીએ.

Advertisment

ઓપ્પો એફ27 5જી કિંમત (OPPO F27 5G Price)

ઓપ્પો એફ27 સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 24,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનને એમેરલ્ડ ગ્રીન અને અંબર ઓરેન્જ કલરમાં લઈ શકાય છે.

લેટેસ્ટ એફ-સિરીઝ સ્માર્ટફોનને ઓપ્પો ઇન્ડિયાના ઇ-સ્ટોર, ફ્લિપકાર્ટ અને ઓફલાઇન સ્ટોર્સ પર આજથી (20 ઓગસ્ટ 2024) વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન દ્વારા ફેડરલ બેંક, એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, વનકાર્ડ અને બેંક ઓફ બરોડા ખરીદવા પર 2500 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ મળશે.

ઓપ્પો એફ27 5જી ફીચર્સ, સ્પેસિફિકેશન્સ (OPPO F27 5G Features, Specifications)

Advertisment

ઓપ્પો એફ27 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એમોલેડ ફુલએચડી + (2400×1080 પિક્સલ) રિઝોલ્યુશન સ્ક્રીન આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અને 240 હર્ટ્ઝનો ટચ સેમ્પલિંગ રેટ છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 92.2 ટકા છે અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. સ્ક્રીન 2100 નિટ્સ પીક બ્રાઇટનેસ ઓફર કરે છે.

ઓપ્પો એફ27 5જીમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6300 પ્રોસેસર અને માલી જી 57 એમપી 2 જીપીયુ આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી રેમ આપવામાં આવી છે. પરંતુ તેમાં 8જીબી એક્સટેન્ડેડ રેમ ફીચર પણ છે. આ ડિવાઇસને 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી એક્સપેંડ કરી શકાય છે.

આ પણ વાંચો - 7000થી સસ્તો રેડમી એ3એક્સ સ્માર્ટફોન લોન્ચ, 8 જીબી સુધી રેમ અને 5000mah બેટરી, જાણો ખાસિયતો

ઓપ્પોનો આ ફોન એન્ડ્રોઇડ 14 આધારિત કલરઓએસ 14 સાથે આવે છે. ફોનમાં સુરક્ષા માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર અને ફેસ અનલોક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ છે. ડિવાઇસને આઇપી 64 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ મળે છે.

5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે

ઓપ્પો એફ27 5જીમાં 50 મેગાપિક્સલનું ઓમ્નીવિઝન ઓવી50ડી પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનું ઓમ્નિવિઝન OV02B1B પોટ્રેટ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/2.4 સાથે 32 મેગાપિક્સલનું સોની IMX615 સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 44 મિનિટમાં 0થી 100 ટકા ચાર્જ થવાનો દાવો કરવામાં આવ્યો છે.

કનેક્ટિવિટી માટે ઓપ્પોના આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, વાઇ-ફાઇ 5, બ્લૂટૂથ 5.3, યુએસબી 2.0, જીપીએસ, ગ્લોનાસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 163.05× 75.75 × 7.69 એમએમ અને તેનું વજન 187 ગ્રામ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G