/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/oppo-find-x8.jpg)
ગ્રાહકો 31 ઓક્ટોબરથી કંપનીની વેબસાઇટ પર Oppo Find X8 સિરીઝ ખરીદી શકશે.
Oppo Find X8, Find X8 Pro: ઓપ્પોએ ચીનમાં તેની એક્સ-સિરીઝના લેટેસ્ટ ફાઇન્ડ એક્સ8 અને ફાઇન્ડ એક્સ8 પ્રો સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અને ઓપ્પો ફાઇન્ડ એક્સ8 પ્રો સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 આધારિત કલરઓએસ 15 સાથે આવે છે અને તેમાં 3એનએમ ડાઇમેંસિટી 9400 ચિપસેટ મળે છે. ઓપ્પો ફાઇન્ડ એક્સ8 સીરીઝમાં 50 મેગાપિક્સલ વાઇડ, અલ્ટ્રાવાઈડ અને પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા આપવામાં આવ્યા છે. ઓપ્પોના આ બંને સ્માર્ટફોનમાં 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીનું ઇનબિલ્ટ સ્ટોરેજ છે.
ઓપ્પો ફાઇન્ડ એક્સ8 સિરીઝ ટૂંક સમયમાં જ ભારત સહિત ઘણા અન્ય બજારોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચાલો અમે તમને નવા ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અને ફાઇન્ડ એક્સ8 પ્રોની કિંમત અને સુવિધાઓ વિશે વિગતવાર જણાવીએ.
Oppo Find X8, Oppo Find X8 Pro કિંમત
ઓપ્પો ફાઇન્ડ એક્સ8ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,199 યુઆન (લગભગ 49,600 રૂપિયા) છે. હેન્ડસેટને 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ લઈ શકાય છે. આ ઉપરાંત ફોનને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ ઓપ્શનમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
તે જ સમયે, ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 પ્રોના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 5,299 યુઆન (લગભગ 62,600 રૂપિયા) થી શરૂ થાય છે. ફાઇન્ડ એક્સ8 પ્રો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ લઇ શકાય છે. આ સિવાય ફોનને 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં પણ લઇ શકાય છે.
ગ્રાહકો 31 ઓક્ટોબરથી કંપનીની વેબસાઇટ પર Oppo Find X8 સિરીઝ ખરીદી શકશે. આ ફોન હાલમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.
Oppo Find X8, Oppo Find X8 Pro ફિચર્સ
ઓપ્પો ફાઇન્ડ એક્સ8 અને ફાઇન્ડ એક્સ8 પ્રો ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત કલરઓએસ 15 સાથે આવે છે. સ્ટાન્ડર્ડ મોડલમાં 6.59 ઇંચની એલટીપીઓ એમોલેડ સ્ક્રીન છે 460 પીપીઆઇ પિક્સેલ ડેન્સિટી ઓફર કરે છે. પ્રો વેરિઅન્ટમાં 6.78 ઇંચ (1,264×2,780 પિક્સલ) એલટીપીઓ એમોલેડ સ્ક્રીન છે જે 450પીપી પિક્સેલ ડેન્સિટી આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે 4500 નીટ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો - 9510mAh ની મોટી બેટરી , 16GB રેમ અને 1TB સ્ટોરેજ સાથે ઓપ્પો પેડ 3 લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
ઓપ્પો ફાઇન્ડ એક્સ 8 અને ફાઇન્ડ એક્સ 8 પ્રો મીડિયાટેક ડિમેન્સિટી 9400 ચિપસેટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 16 જીબી સુધીની રેમ છે. ફાઇન્ડ એક્સ 8 શ્રેણીના આ બંને મોડેલો 1 ટીબી સુધી સ્ટોરેજ મળે છે.
ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે ઓપ્પો ફાઇન્ડ એક્સ8 સીરિઝમાં હાસેલબ્લેડ ટ્યુન્ડ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. આ બંને ફોનમાં 120 ડિગ્રી ફિલ્ડ ઓફ વ્યૂ અને એપર્ચર એફ/2.0 સાથે 50 મેગાપિક્સલ સોની એલવાયટી -600 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે.
સ્ટાન્ડર્ડ મોડલમાં એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલનો સોની એલટીવાય-700 પ્રાઇમરી કેમેરો છે, જ્યારે પ્રો વેરિઅન્ટમાં એપર્ચર એફ/1.6 સાથે 50 મેગાપિક્સલનો સોની એલટીવાય-700 પ્રાઇમરી કેમેરા છે અને 50 મેગાપિક્સલનો સોની IMX858 પેરિસ્કોપ ટેલિફોટો કેમેરા પણ છે. હેન્ડસેટમાં ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ઓપ્પોએ આ હેન્ડસેટમાં હાઇપરટોન ઇમેજ એન્જિન આપ્યું છે.
ફોનમાં આ છે ફિચર્સ
Oppo Find X8માં કનેક્ટિવિટી માટે 5G, 4G LTE, Wi-Fi 7, બ્લૂટૂથ 5.4, એનએફસી, ડ્યુઅલ બેન્ડ જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. પ્રો મોડેલમાં ઝડપી ડેટા ટ્રાન્સફર માટે યુએસબી 3.1 ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. આ બંને ફોનમાં ઇન્ફ્રારેડ ટ્રાન્સમિટર પણ છે. ડિવાઇસમાં એક્સેલેરોમીટર, ગાયરોસ્કોપ, મેગ્નેટોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર અને ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
Oppo Find X8 અને Find X8 Proમાં 5,630mAh અને 5,910mAhની મોટી સિલિકોન કાર્બન બેટરી મળે છે. આ બંને ફોનમાં 80W સુપર ફ્લેશ ચાર્જિંગ અને 50W વાયરલેસ ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોન્સમાં આઈપી 68 અને આઈપી 69 રેટિંગ ડસ્ટ અને વોટર રેજિસ્ટેંસ રેટિંગ્સ માટે મળે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us