આ સ્માર્ટફોનના ઓપ્પો કે 11 નિર્માતાએ ચીનમાં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 782G ચિપસેટ સાથે 12GB RAM અને 50MP પ્રાઈમરી કેમેરાથી સજ્જ છે. આ એક રિબ્રાન્ડેડ OnePlus Nord CE 3 છે જે તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. અહીં નવા લોન્ચ થયેલા Oppo ફોનની કિંમત, સ્પેક્સ અને ડિઝાઇન વિષે જાણીએ,
ઓપ્પો કે 11 કિંમત :
OPPO K11 ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટ 8GB+256GB, 12GB+256GB અને 12GB+512GBમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. તેમની કિંમત અનુક્રમે, આશરે ₹ 21,750, ₹ 24,000 અને અંદાજે ₹ 28,600 છે. સ્માર્ટફોનને ચીનમાં બે કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે ગ્લેશિયર બ્લુ અને મૂન શેડો ગ્રે. આ સ્માર્ટફોન આવતા મહિને ચીનમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. Oppo ફોન ભારતમાં OnePlus Nord CE 3 તરીકે મળી શકે છે.
આ પણ વાંચો: Lenovo ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ ભારતમાં લોન્ચ, 7 કલાકથી વધુ બેટરી બેકઅપ; જાણો Yoga Book 9i ફિચર અને પ્રાઇસ
ઓપ્પો કે 11 : સ્પેસિફિકેશન, સુવિધાઓ
સ્માર્ટફોન હવે ચીનમાં 6.7-ઇંચની ફુલ HD+ OLED સ્ક્રીન, 50MP ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ, 100W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને વધુ સાથે અવેલેબલ છે. તેમાં 240Hz ટચ સેમ્પલિંગ રેટ સુધીના હાઈ 120Hz રિફ્રેશ રેટ સાથે 6.7-ઇંચનું ફૂલ HD+ OLED ડિસ્પ્લે છે. મોબાઇલ રીઅર કેમેરા OIS + 8MP અલ્ટ્રા-વાઇડ-એંગલ સેન્સર + 2MP મેક્રો કેમેરા, ફ્રન્ટ સેલ્ફી કેમેરા 16MP સાથે 50MP પ્રાથમિક કેમેરાથી સજ્જ છે.
આ પણ વાંચો: Elon Musk : એલોન મસ્કએ ટ્વિટરના નવા લોગો ”X” ના રિબ્રાન્ડિંગ પાછળનું સમજાવ્યું કારણ
ઓપ્પો કે 11: ડિઝાઇન
ડિઝાઇનના સંદર્ભમાં, ઓપ્પો કે 11 5G, વનપલ્સ નોર્ડ CE 3 જેવું જ દેખાય છે. તેની પાછળ બે મોટી ગોળાકાર રિંગ્સ છે. ફોનના પાછળના ભાગમાં ગ્રેડિયન્ટ ફિનિશ છે, જે સ્માર્ટફોનને અલગ લુક આપે છે. આમાં, તમને જમણી સાઈડ પાવર અને વોલ્યુમ રોકર બટન મળશે. ફોનના આગળના ભાગમાં સેલ્ફી કેમેરા માટે મિડલમાં પંચ-હોલ કટઆઉટ છે અને ડિસ્પ્લેની આસપાસ સ્લિમ બેઝલ્સ છે.