Oppo K12s Launch: ઓપ્પોનો ધાસું સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 50MP કેમેરા

Oppo K12s Price And Features : ઓપ્પો કે12એસ સ્માર્ટફોન 7000mAhની મોટી બેટરી, 50 એમપી કેમેરા અને સ્નેપડ્રેગન 6 જેન 4 ચિપસેટ સાથે આવે છે. જાણો લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ...

Oppo K12s Price And Features : ઓપ્પો કે12એસ સ્માર્ટફોન 7000mAhની મોટી બેટરી, 50 એમપી કેમેરા અને સ્નેપડ્રેગન 6 જેન 4 ચિપસેટ સાથે આવે છે. જાણો લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને તમામ ફીચર્સ...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Oppo K12s launch | Oppo K12s price | Oppo phone | Oppo smartphone | Oppo mobile

Oppo K12s Price And Features : ઓપ્પો કે12એસ સ્માર્ટફોનમાં 7000mAhની મોટી બેટરી, 6.67 ઇંચની ડિસ્પ્લે અને 50MPનો ડ્યુઅલ રિયર કેમેરો આવે છે.

Oppo K12s Launch : ઓપ્પોએ ચીનમાં પોતાનો લેટેસ્ટ કે-સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઓપ્પો કે12 એસ કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે અને તે Snapdragon 6 Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત છે. ઓપ્પો કે12એસમાં 7000mAhની મોટી બેટરી, 6.67 ઇંચની ડિસ્પ્લે અને 50MPનો ડ્યુઅલ રિયર કેમેરો આવે છે. એવું લાગે છે કે ઓપ્પોનો નવો સ્માર્ટફોન ભારતીય બજારમાં લોન્ચ થયેલા ઓપ્પો કે 13 5 જીનું રિબ્રાન્ડેડ વેરિઅન્ટ છે. ચાલો જાણીયે લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Advertisment

Oppo K12s Price : ઓપ્પો કે 12 એસ કિંમત

ઓપ્પો કે 12 એસ સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,199 યુઆન (લગભગ 14,000 રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 1,399 યુઆન (લગભગ 16,000 રૂપિયા), 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,599 યુઆન (લગભગ 18,000 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 1,799 યુઆન (લગભગ 20,000 રૂપિયા)માં ખરીદી શકાય છે. આ ફોનને રોઝ પર્પલ, પ્રિઝમ બ્લેક અને સ્ટાર વ્હાઇટ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ ડિવાઇસનું વેચાણ 25 એપ્રિલથી ચીનમાં શરૂ થશે.

Oppo K12s Specifications : ઓપ્પો કે 12 એસ સ્પેસિફિકેશન્સ

ઓપ્પો કે 12 એસ સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ કરવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15 સાથે આવે છે. તેમાં 6.67 ઇંચની ફુલએચડી+ (1,080×2,400 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્ક્રીનમાં 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ અને 180 હર્ટ્ઝ સુધીનો ટચ સેમ્પલિંગ રેટ છે. સ્ક્રીનની પીક બ્રાઇટનેસ 1200 નિટ્સ છે. આ ડિવાઇસમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 6 Gen 4 પ્રોસેસર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 12 જીબી સુધીની રેમ અને 512 જીબી સુધીની સ્ટોરેજ આપવામાં આવી છે.

ઓપ્પો કે12એસ સ્માર્ટફોનની સૌથી મહત્વની ખાસિયત તેમાં જોવા મળતી 7000mAhની મોટી બેટરી છે. બેટરી 80W ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી માત્ર 30 મિનિટમાં 0થી 62 ટકા સુધી ચાર્જ થઈ જશે. આ સિવાય સિંગલ ચાર્જમાં 49.4 કલાક સુધી કોલિંગનો સમય અને 14.9 કલાક સુધીનો વીડિયો કોલિંગનો સમય મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisment

Oppo K12s સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આવે છે. આ ડિવાઇસમાં ઓટોફોકસ અને એપર્ચર એફ/1.8 સાથે 50 મેગાપિક્સલનું પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનું મોનોક્રોમ સેન્સર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફ્રન્ટની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ છે અને તે IP65 રેટિંગ સાથે આવે છે.

કનેક્ટિવિટીની વાત કરીએ તો ઓપ્પો કે12એસમાં 5જી, એનએફસી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.2, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં ફેસ અનલોક ફીચર પણ આપવામાં આવ્યું છે. ઓપ્પોના આ લેટેસ્ટ ફોનમાં એક્સેલેરોમીટર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, ગાયરોસ્કોપ, ઇન્ફ્રારેડ રિમોટ કન્ટ્રોલ અને પ્રોક્સિમિટી સેન્સર આવે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ