7000mAhની જમ્બો બેટરી સાથે Oppo K13 5G ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, ઓછી કિંમતમાં શાનદાર ફિચર્સ

Oppo K13 5G Launched: ઓપ્પોએ અપેક્ષા મુજબ પોતાનો લેટેસ્ટ K-સિરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. ઓપ્પો કે13 કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે અને તેમાં 6.67 ઇંચની મોટી ફુલએચડી+ ડિસ્પ્લે છે. નવા ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ જાણો.

Written by Ashish Goyal
April 21, 2025 19:35 IST
7000mAhની જમ્બો બેટરી સાથે Oppo K13 5G ની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી, ઓછી કિંમતમાં શાનદાર ફિચર્સ
Oppo K13 5G Launched: ઓપ્પોએ પોતાનો લેટેસ્ટ K-સિરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો

Oppo K13 5G Launched: ઓપ્પોએ અપેક્ષા મુજબ પોતાનો લેટેસ્ટ K-સિરીઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. ઓપ્પો કે13 કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન છે અને તેમાં 6.67 ઇંચની મોટી ફુલએચડી+ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 6 જેન 4 પ્રોસેસર, 50MP કેમેરા અને 256GB સ્ટોરેજ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવા ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ અહીં જણાવી રહ્યા છીએ.

OPPO K13 5G કિંમત

ઓપ્પો 13 5જી સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 17,999 રૂપિયા છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટને 19,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઓપ્પોનો આ ફોન 25 એપ્રિલથી ફ્લિપકાર્ટ, ઓપ્પો ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર અને ઓફલાઇન સ્ટોર પરથી ઉપલબ્ધ થશે.

લોન્ચ ઓફર હેઠળ એસબીઆઇ, એચડીએફસી અને આઇસીઆઇસીઆઇ બેંકના કાર્ડથી ફોન ખરીદવા પર તમને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 1000 રૂપિયાનું વધારાનું એક્સચેન્જ બોનસ મળશે. 6 મહિના સુધીના નો-કોસ્ટ EMI પર K13 5G લેવાની પણ તક છે.

OPPO K13 5G સ્પેસિફિકેશન્સ

ઓપ્પો કે13 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચ (2400×1080 પિક્સલ) ફુલએચડી + એમોલેડ સ્ક્રીન આપવામાં આવી છે જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ આપે છે. સ્ક્રીન 1200 નીટ્સ પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 6 જેન 4 એનએમ મોબાઇલ પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી રેમ સાથે 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે.

ઓપ્પોનો આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં એન્ડ્રોઇડ 15 આધારિત કલરઓએસ 15 છે. સ્માર્ટફોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેની 7000mAhની મોટી બેટરી છે જે 80 ડબ્લ્યુ સુપરવોક ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

આ પણ વાંચો – 50 MP કેમેરા અને 5000mAh બેટરી સાથે લોન્ચ થયો નવો સ્માર્ટફોન, કિંમત 10,000થી ઓછી

ફોટોગ્રાફી માટે ઓપ્પો કે13 5જીમાં અપાર્ચર એફ/1.85 સાથે 50 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર સાથે 2 મેગાપિક્સલ ડેપ્થવાળું ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ડિવાઇસમાં 16 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ઓપ્પોના આ ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને ઇન્ફ્રારેડ સેન્સર પણ છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 163.21×76.13×8.45 એમએમ અને વજન 208 ગ્રામ છે.

ઓપ્પો કે13 5જીમાં યુએસબી ટાઇપ-સી ઓડિયો, સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે. ફોન ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ છે અને આઇપી65 રેટિંગ આપે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 5જી, ડ્યુઅલ 4જી વીઓએલટીઇ, વાઇ-ફાઇ 6 802.11એએક્સ, બ્લૂટૂથ 5.3, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી નો સમાવેશ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ