ઓપ્પો 5G સ્માર્ટફોન 6500mAh બેટરી અને 50MP કેમેરા સાથે લોન્ચ, કિંમત પણ વાજબી

Oppo K14x 5G India Price And Features : ઓપ્પો K14x 5G સ્માર્ટફોન 6500mAh બેટરી, 6GB રેમ અને 128GB સ્ટોરેજ જેવી ફીચર્સ સાથે આવે છે. લેટેસ્ટ ઓપ્પો 5G ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો

Oppo K14x 5G India Price And Features : ઓપ્પો K14x 5G સ્માર્ટફોન 6500mAh બેટરી, 6GB રેમ અને 128GB સ્ટોરેજ જેવી ફીચર્સ સાથે આવે છે. લેટેસ્ટ ઓપ્પો 5G ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો

author-image
Ajay Saroya
New Update
Oppo k14x 5g launch | Oppo K14x 5G Specifications in Gujarati

Oppo K14x 5G Features & Camera : ઓપ્પો કે 14 એક્સ 5જી સ્માર્ટફોન આઇસી બ્લુ અને પ્રિઝમ વાયોલેટ કલરમાં લોન્ચ થયો છે. Photograph: (X/Oppo)

Oppo K14x 5G Launch : ઓપ્પો કે 14 એક્સ 5G ફોન ભારતમાં લોન્ચ થયો છે. Oppo K14x 5G કંપનીની K14 સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે. ઓપ્પો કે 14 એક્સ 5G ફોનમાં 6500mAh મોટી બેટરી, 50 એમપી રિયર કેમેરા, 128 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ જેવા ફીચર્સ આવે છે. કંપનીનું કહેવું છે કે ઓપ્પોનો આ સ્માર્ટફોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. ચાલો લેટેસ્ટ ઓપ્પો K14x 5G ફોનની કિંમત અને ફીચર્સ વિગતવાર જાણીયે.

Advertisment

Oppo K14x 5G કિંમત

ઓપ્પો કે 14 એક્સ 5જી ફોનના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. તો ટોપ મોડલ 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. નવા સ્માર્ટફોનનું વેચાણ 16 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ અને ઓપ્પોના ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે. આ ફોનને આઇસી બ્લુ અને પ્રિઝમ વાયોલેટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

ટેકનોલોજી સ્માર્ટફોન 5G બિઝનેસ