મોટી બેટરી અને ડિસ્પ્લે સાથે Oppo Pad 5 લોન્ચ, કલર ટેમ્પરેચર સેન્સર જેવા એડવાન્સ ફીચર્સ

Oppo Pad 5 Price And Features : ઓપ્પો પેડ 5 ટેબ્લેટમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આવે છે. ચાર કલરમાં ઉપલબ્ધ ઓપ્પો ટેબ્લેટ ડિસ્પ્લે 900 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ પ્રદાન કરે છે.

Written by Ajay Saroya
Updated : October 17, 2025 14:38 IST
મોટી બેટરી અને ડિસ્પ્લે સાથે Oppo Pad 5 લોન્ચ, કલર ટેમ્પરેચર સેન્સર જેવા એડવાન્સ ફીચર્સ
Oppo Pad 5 Price And Specification : ઓપ્પો પેડ 5 ટેબ્લેટ એન્ડ્રોઇડ 16 બેઝ્ડ ColorOS 16 સાથે આવે છે. (Photo: Social Media)

Oppo Pad 5 Launch : ઓપ્પોએ ચીનમાં તેનો લેટેસ્ટ ટેબ્લેટ લોન્ચ કર્યો છે. ઓપ્પો પેડ 5 કંપનીનું નવું ટેબ્લેટ છે જે ચાર રંગ વિકલ્પોમાં આવે છે. આ ડિવાઇસમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ઓપ્પોની આ ટેબ્લેટ 12.1 ઇંચની એલસીડી પેનલ છે જે 144 હર્ટ્ઝ રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. આ ડિવાઇસમાં 10,420mAhની મોટી બેટરી છે. લેટેસ્ટ Oppo Pad 5ની કિંમત અને ફીચર્સ જાણો

Oppo Pad 5 Price : ઓપ્પો પેડ 5 કિંમત

ઓપ્પો પેડ 5 ટેબ્લેટના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,599 યુઆન (લગભગ 32,000 રૂપિયા) છે. તો 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ્સ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ્સ અનુક્રમે 2,799 યુઆન (લગભગ 34,000 રૂપિયા), 3099 યુઆન (લગભગ 38,000 રૂપિયા) અને 3,599 યુઆન (લગભગ 44,000 રૂપિયા) ની કિંમતે ઉપલબ્ધ છે.

ઓપ્પો પેડ 5 ટેબ્લેટને ગેલેક્સી સિલ્વર, સ્પેસ ગ્રે, ગેલેક્સી સિલ્વર સોફ્ટ લાઇટ એડિશન અને લકી પર્પલ સોફ્ટ લાઇટ એડિશનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ડિવાઇસ ચીનમાં કંપનીની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

Oppo Pad 5 Specifications : ઓપ્પો પેડ 5 સ્પેસિફિકેશન

ઓપ્પો પેડ 5 ટેબ્લેટ એન્ડ્રોઇડ 16 બેઝ્ડ ColorOS 16 સાથે આવે છે. હેન્ડસેટમાં 12.1-ઇંચ (2,120×3,000 પિક્સેલ) એલસીડી પેનલ છે જે 144Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીનમાં 304ppi પિક્સેલ ડેનસિટી અને 88.5 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો છે. ડિસ્પ્લે 900 નિટ્સ સુધી પીક બ્રાઇટનેસ સપોર્ટ પ્રદાન કરે છે. સ્ક્રીન 540Hz ટચ સેમ્પલિંગ રેટ પ્રદાન કરે છે.

ઓપ્પો પેડ 5 સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 9400+ ચિપસેટ છે. આ ડિવાઇસમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ છે. આ ટેબ્લેટમાં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો | Oppo Find X9 Pro 200MP કેમેરા સાથે લોન્ચ, પાવરફુલ બેટરી અને શાનદાર ફીચર્સ

ઓપ્પોની આ ટેબ્લેટને પાવર આપવા માટે, એક મોટી 10,420mAh બેટરી આપવામાં આવી છે જે 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું માપ 266.93×193.35×5.99 એમએમ છે અને તેનું વજન 577 ગ્રામ છે.

કનેક્ટિવિટી માટે Oppo Pad 5 ટેબ્લેટમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, એનએફસી અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. આ ડિવાઇસમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, એક્સિલેરોમીટર, કલર ટેમ્પરેચર સેન્સર, ગાયરોસ્કોપ અને હોલ સેન્સર આપવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ