/indian-express-gujarati/media/media_files/2025/12/25/oppo-pad-air-5-launch-2025-12-25-15-31-54.jpg)
Oppo Pad Air 5 Launch : ઓપ્પો પેડ એર 5 લોન્ચ થયો છે. Photograph: (Oppp)
Oppo Pad Air 5 Launch : ઓપ્પો પેડ એર 5 ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ચાઇનીઝ ટેક કંપની ઓપ્પોના આ નવા ટેબ્લેટને દેશમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થયું છે. ઓપ્પો પેડ એર 5 ટેબ્લેટમાં 12.1 ઇંચની મોટી ડિસ્પ્લે છે. ડિવાઇસમાં ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300-અલ્ટ્રા ચિપસેટ છે. ઓપ્પોની આ ટેબ્લેટમાં 10050mAhની મોટી બેટરી છે. જાણો નવી ઓપ્પો ટેબ્લેટની કિંમત અને ફીચર્સ વિશે.
Oppo Pad Air 5 Price : ઓપ્પો પેડ એર 5 ભાવ
ઓપ્પો પેડ એર 5 ટેબ્લેટના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 1,899 યુઆન (લગભગ 24,000 રૂપિયા) છે. જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,199 યુઆન (લગભગ 28,000 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 2,499 યુઆન (લગભગ 32,000 રૂપિયા)માં ઉપલબ્ધ છે.
ઓપ્પો પેડ એર 5 ટેબ્લેટના સોફ્ટ લાઇટ વર્ઝનની કિંમત 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 2,399 યુઆન (લગભગ 31,000 રૂપિયા) છે. તો 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 2,699 યુઆન (લગભગ 35,000 રૂપિયા) છે. આ ડિવાઇસનું વેચાણ 31 ડિસેમ્બરે ચીનમાં ઓપ્પોના ઓનલાઇન સ્ટોર પર થશે. આ હેન્ડસેટને સ્ટારલાઇટ પાવડર અને સ્પેસ ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવશે.
Oppo Pad Air 5 Specifications : ઓપ્પો પેડ એર 5 સ્પેસિફિકેશન
ઓપ્પો પેડ એર 5 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ ColorOS 16 સાથે આવે છે. હેન્ડસેટમાં 12.1 ઇંચની એલસીડી સ્ક્રીન છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન 2,800×1,980 પિક્સેલના રિઝોલ્યુશન સાથે આવે છે અને 900 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ, 284 પીપીઆઈ પિક્સેલ ડેન્સિટી અને 7: 5 આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે.
નવી પેડ એર 5 ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 7300-અલ્ટ્રા ચિપસેટ સાથે આવે છે. આ ડિવાઇસમાં આર્મ માલી-જી615 એમસી2 છે. ઓપ્પોના આ ટેબ્લેટમાં 12 જીબી રેમ અને 256 જીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ મળે છે. ઓપ્પો પેડ એર 5 માં 8 મેગાપિક્સલનો રિયર કેમેરો છે. ટેબમાં સેલ્ફી અને વીડિયો કોલ માટે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. યુઝર્સ આ ટેબ્લેટથી 1080 રિઝોલ્યુશન પર 30fps સુધી વીડિયો રેકોર્ડ કરી શકે છે.
ઓપ્પો પેડ એર 5 ટેબ્લેટમાં વાઇ-ફાઇ 6 અને યુએસબી ટાઇપ-સી પોર્ટ જેવા ફીચર્સ છે. કનેક્ટિવિટી માટે, ટેબ્લેટમાં 5G, GPS, Wi-Fi જેવા ફીચર્સ છે. આ ડિવાઇસમાં એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇલેક્ટ્રોનિક કંપાસ, એક્સિલરોમીટર અને હોલ ઇફેક્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
ઓપ્પો પેડ એર 5 ટેબ્લેટને પાવર આપવા માટે, એક મોટી 10050mAh ની બેટરી આપવામાં આવી છે જે 33W સુપરવીઓઓસી વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ ડિવાઇસનું માપ 266.01×192.77×6.83 મીમી છે અને તેનું વજન લગભગ 599 ગ્રામ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us